AMRELI ACCIDENT : સાવરકુંડલાના બાઢડામાં ટ્રક ઝૂંપડામાં ઘુસી જતા 8 લોકોના ઘટનાસ્થળે મોત, ટ્રક ચાલક પકડાયો
ટ્રક ઝુપડા પરથી પસાર થતા ઝુપડામાં સુઈ રહેલા 8 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે, જયારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને 108 દ્વારા તમામ ને સાવરકુંડલા સિવિલ માં ખસેડવામાં આવ્યા છે.
AMRELI : જિલ્લાના સાવરકુંડલાના બાઢડામાં મોટી કરુણ ઘટના બની છે. સાવરકુંડલાના બાઢડા નજીક મહુવા તરફ જતા ટ્રકે કાબુ ગુમાવતા બાઢડા પાસે 10 ફૂટ ના ખાડા માં ટ્રક ખાબક્યો હતો. આ દરમિયાન ટ્રક ઝુપડા પરથી પસાર થતા ઝુપડામાં સુઈ રહેલા 8 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે, જયારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને 108 દ્વારા તમામ ને અમરેલી સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. ગઈ રાત્રે 3 વાગ્યાને સુમારે બનેલી આ ઘટના અને એક સાથે 8-8 લોકોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે.
સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે તા.09-08-2021 ના રોજ રાત્રે આશરે 2:30 કલાક આસપાસ રેલવે ફાટકની નજીક થયેલા અકસ્માતમાં આ 8 લોકોના મૃત્યુ થયા છે –
1.વિરમભાઈ છગનભાઇ રાઠોડ ઉ.વ.આ.35 મૃત્યુ
2.નરશીભાઈ વસનભાઈ સાંખલા ઉ.વ.આ. 60 મૃત્યુ
3. નવઘણભાઈ વસનભાઈ સાંખલા ઉ.વ.આ. 65 મૃત્યુ
4.હેમરાજભાઈ રધાભાઈ સોલંકી ઉ.વ.આ.37 મૃત્યુ
5. લક્ષમીબેન હેમરાજભાઈ સાખલા ઉ.વ.આ 30 મૃત્યુ
6. સુકનબેન હેમરાજભાઈ સાખલા ઉ.વ.આ. 13 મૃત્યુ
7. પૂજાબેન હેમરાજભાઈ સાખલા ઉ.વ.આ 8 મૃત્યુ
8. લાલાભાઈ ઉર્ફે દાદુભાઈ ડાયાભાઇ રાઠોડ 20 મૃત્યુ
ઇજા ગ્રસ્ત
1.લાલાભાઈ હેમરાજભાઈ સોલંકી ઉ.વ.આ.3
2. ગીલીભાઈ હેમરાજભાઈ સોલંકી ઉ.વ.આ.7
મૃત્યુ પામેલ 8 વ્યક્તિઓ તથા ઇજા પામેલ 2 મળી કુલ 10 વ્યક્તિઓને અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.