કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગરના ભાટ ખાતે અમૂલના 415 કરોડના 4 પ્રોજેક્ટ ખુલ્લા મુકશે

અમૂલનો નવો દૂધ પાઉડર પ્લાન્ટ એશિયાની સૌથી મોટી સંપૂર્ણ ઓટોમેટિક અમૂલફેડ ડેરી ખાતે સ્થાપવામાં આવ્યો છે. જે GCMMFનું એકમ છે અને તેની મિલ્ક હેન્ડલિંગ ક્ષમતા દૈનિક 50 લાખ લીટરની છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 8:09 AM

ગુજરાતમાં (Gujarat) ગાંધીનગરના ભાટ ગામે (Bhat) અમૂલના (Amul) વિવિધ પ્લાન્ટનું આજે ઉદ્ઘાટન કરાશે. જેમાં 415 કરોડના 4 પ્રોજેક્ટને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહના(Amit Shah)હસ્તે ખુલ્લા મુકાશે.અમૂલ ફેડરેશનના નવા મિલ્ક પાઉડર અને પોલિ ફિલ્મ પ્લાન્ટ્સ, નવા બટર ઉત્પાદન પ્લાન્ટ, અત્યાધુનિક વેરહાઉસિંગ અને નવી રોબોટિક હાઇટેક વેરહાઉસિંગ સુવિધાનું પણ ઉદ્ઘાટન કરાશે.

આ નવો દૂધ પાઉડર પ્લાન્ટ એશિયાની સૌથી મોટી સંપૂર્ણ ઓટોમેટિક અમૂલફેડ ડેરી ખાતે સ્થાપવામાં આવ્યો છે. જે GCMMFનું એકમ છે અને તેની મિલ્ક હેન્ડલિંગ ક્ષમતા દૈનિક 50 લાખ લીટરની છે.આ નવો પ્લાન્ટ 24 કલાક કાર્યરત રહે તે માટે 257 કરોડના રોકાણથી બનાવવામાં આવ્યો છે.બે વર્ષના સમયગાળામાં તૈયાર થયેલો આ પ્લાન્ટ અત્યંત ઊર્જા-કાર્યક્ષમ ટેકનોલોજીથી સુસજ્જ છે.

તેમાં ઉત્સર્જનની માત્રા લગભગ નહિવત હશે.પ્લાન્ટમાં પાણીના પુનઃવપરાશની વ્યવસ્થા છે.જેથી ભૂગર્ભ જળના વપરાશમાં ઘટાડો થશે.ઉપરાંત આ પ્લાન્ટ વૈશ્વિક ખાદ્ય સુરક્ષા ધોરણોની જરૂરિયાતોને પુરી કરશે.નવીનતમ પેકિંગ લાઇનો છે તેમજ જથ્થાબંધ પેકિંગ લાઇન્સનું સંપૂર્ણ ઓટોમેટિક સંચાલન થશે.

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી અમિત શાહ અમૂલ બટરના એક નવા પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. જેમાં અમૂલફેડ ડેરીની બટર ઉત્પાદન ક્ષમતાને વધારશે. જેમાં બટર ઉત્પાદન ક્ષમતાને દૈનિક 40 ટનથી વધારી 120 ટન કરાશે. આ પ્લાન્ટ 85 કરોડના રોકાણ સાથે બનાવાયો છે. જે ફેટના જથ્થાને અસરકારક નિયંત્રિત કરવાની ક્ષમતા પણ ધરાવે છે.

જ્યારે 23 કરોડના ખર્ચે નવી રોબોટિક હાઇટેક વેરહાઉસિંગ સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. જેમાં લાંબાગાળા સુધી દૂધ નહીં બગડે
અને તે દૂધને કાર્ટન પેકેજિંગમાં સંગ્રહિત કરવા સક્ષમ છે. આ વેરહાઉસ 50 લાખ લીટર દૂધને કાર્ટન પેકેજિંગમાં સંગ્રહિત કરવા સક્ષમ છે.

આ પણ વાંચો : વિડીયો : ન્યુ ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતા 13 યુવક યુવતીઓ રંગે હાથ ઝડપાયા

આ પણ વાંચો : ભારતીય રેલ્વેએ બનાવ્યો વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે ટ્રેક, 8 પહાડીઓમાંથી પસાર થશે ટ્રેન

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">