કલોલ પૂર્વમાં ઝાડા-ઉલટી અને કોલેરાનો કહેર: દૂષિત પાણી આવવા પાછળ ચોંકાવનારું કારણ

કલોલમાં ઝાડા-ઉલટી અને કોલેરાનો કહેર છેલ્લા કેટલાક દિવસથી જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં કલોલ પૂર્વમાં દૂષિત પાણી આવવા પાછળ ચોંકાવનારું કારણ સામે આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 8:27 AM

કલોલ પૂર્વમાં દૂષિત પાણીથી ઝાડા – ઊલ્ટી થવાના કેસ સામે આવ્યા બાદ ખુબ હાહાકાર મચી જવા પામ્યો હતો. આ મામલે કેટલાક દિવસથી ભય અને તંત્ર પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો હતો. જો કે હવે તપાસ બાદ ઝાડા ઉલ્ટીનું કારણ મળી આવ્યું છે. તપાસમાં ડ્રેનેજ લાઈન પાસેથી પસાર થતી પીવાના પાણીની લાઈનમાં લીકેજ મળ્યાં. જેમાં કુલદીપ હોસ્પિટલ અને શ્રેયાંસના છાપરાં પાસે 2 લીકેજ મળ્યાં છે.

કુલદીપ હોસ્પિટલ પાસે પાણીની લાઈન ડેમેજ હાલતમાં મળી હતી. ચોંકાવનારી વાત એ છે કે શ્રેયાંસના છાપરાં પાસે પાણી સપ્લાય બંધ હોવા છતાં લીકેજને કારણે પાણી આવતું હોવાનું સામે આવ્યું હતું. બંને સ્થળે પીવાના પાણીની લાઈન ડ્રેનેજ કનેક્શન પાસેથી પસાર થતી હોવાના કારણે પાણી દુષિત આવતું હોવાનો ખુલાસો થયો છે .

બંને કનેક્શન મારફતે 250 ઘરમાં પીવાના પાણીનો સપ્લાય થાય છે. પાણીની લાઈનમાં તપાસ દરમિયાન લીકેજ મળ્યાં હતા. તંત્રની તપાસ દરમિયાન ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈન વચ્ચેનું અંતર 3 મીટર કરતાં ઓછું હોવાનું જાણવા મળ્યું. તમને જણાવી દઈએ કે નિયમ પ્રમાણે ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈન વચ્ચે 3 મીટરનું અંતર હોવું જરૂરી છે.

આ પણ વાંચો: નીતિન પટેલે કોરોના અને ચીન પર એવું કંઇક કહ્યું કે લોકો ખડખડાટ હસી પડ્યા, જુઓ Video

આ પણ વાંચો: કોરોના ભલે નથી થયો અસ્ત, ગુજરાતીઓ મસ્ત! વીક-એન્ડ માણવા આબુમાં ઉભરાયું ‘કીડિયારું’, જુઓ Video

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">