નીતિન પટેલે કોરોના અને ચીન પર એવું કંઇક કહ્યું કે લોકો ખડખડાટ હસી પડ્યા, જુઓ Video

વિસનગરમાં એક લોકાર્પણ કાર્યક્રમમાં નીતિન પટેલે કોરોના અને ચીનને લઈને કહ્યું કે ચીન કોરોના જેવું છે અને કોરોના ચીનઓ જેવો. તેમનો વિશ્વાસ ના કરાય.

  • Updated On - 8:11 am, Sun, 11 July 21 Edited By: Gautam Prajapati

બીજેપી અધ્યક્ષ સી આર પાટીલ અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે શનિવારે વિસનગરમાં હાજરી આપી હતી. શનિવારે આ બંને નેતાઓએ વિસનગરના બે લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન નીતિન પટેલે કોરોનાને લઈને લોકોને સલાહ સુચન આપ્યા હતા. અને કોરોનાના નિયમોનું પાલન કરવા કહ્યું હતું.

વિસનગરમાં પિંડારિયા તળાવનુ લોકાર્પણ કરાયું હતું. તેમજ સરકારી હોસ્પિટલમાં નવીન ઓક્સિજન પ્લાન્ટનું પણ લોકાર્પણ કરાયું હતું. આ દરમિયાન નીતિન પટેલે તેમના એક વક્તવ્યમાં કહ્યું કે ‘કોરોના ચીન જેવો છે, અને ચીનાઓ કોરોના જેવા છે. ગમે ત્યારે ગમે તે કરે, તેમનો વિશ્વાસ ના કરાય.’ આ સાથે જ તેમને લોકોને અપીલ કરી કે માસ્ક પહેરજો, સામાજિક અંતર જાળવજો અને વેક્સિન લેજો.

 

 

આ પણ વાંચો: કોરોના ભલે નથી થયો અસ્ત, ગુજરાતીઓ મસ્ત! વીક-એન્ડ માણવા આબુમાં ઉભરાયું ‘કીડિયારું’, જુઓ Video