ગુજરાતમાં સામે આવ્યો મંકીપોક્સનો શંકાસ્પદ કેસ, સેમ્પલ અમદાવાદ લેબમાં મોકલાયા

તમામ જિલ્લાઓની હોસ્પિટલોમાં મંકીપોક્સ (Monkeypox) અંગે માહિતી આપવામાં આવી છે. તો કેન્દ્ર સરકારની ગાઈડ લાઈનનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં સામે આવ્યો મંકીપોક્સનો શંકાસ્પદ કેસ, સેમ્પલ અમદાવાદ લેબમાં મોકલાયા
મંકીપોક્સનો શંકાસ્પદ કેસ મળતા આરોગ્ય તંત્ર થયુ દોડતુ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 8:42 AM

વિશ્વમાં મંકીપોક્સના (Monkeypox) કેસ વધી રહ્યા છે અને કેરળમાં પણ મંકીપોક્સથી એક મોત નોંધાયું છે. ત્યારે જામનગરના (Jamnagar)  યુવાનમાં મંકીપોક્સના શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા છે. 29 વર્ષના યુવાનના સેમ્પલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) મોકલવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર મંકીપોક્સ વાયરસ સામે આગમચેતીરૂપે પગલા લઈ રહી છે. તમામ જિલ્લાઓની હોસ્પિટલોમાં મંકીપોક્સ અંગે માહિતી આપવામાં આવી છે. તો કેન્દ્ર સરકારની ગાઈડ લાઈનનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. સાથે જ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તમામ પેસેન્જર્સનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યમાં મંકીપોક્સનો એકપણ એક્ટિવ કેસ નથી.

શું છે મંકીપોક્સના લક્ષણો ?

ચહેરા, હાથ, પગ, મોં અને જનનાંગો પર ફોલ્લા સાથે ફોલ્લીઓ થવી, તાવ આવવો, માથામાં દુખાવો થવો, થાક લાગવો, અસ્વસ્થતાની લાગણી અનુભવવી અને લસિકાગ્રંથીઓ પર ગાંઠો અને સોજો થવો, મોઢા, હાથ અને પગના પંજાના ભાગથી ચાઠા અને ચકામાં પડવાની શરૂઆત થાય છે. જે ધીમે ધીમે શરીરમાં અન્ય ભાગોમાં પ્રસરે છે.

મંકીપોક્સના સંક્રમણથી બચવા શું કરવું જોઇએ ?

મંકીપોક્સના લક્ષણો જણાઇ આવતા હોય તેવા કોઇપણ વ્યક્તિ સાથે ત્વચાથી–ત્વચા અથવા ચહેરાથી – ચહેરાનો સંપર્ક ટાળવો. સ્વચ્છતા જાળવવી(હંમેશા હાથ સાફ રાખવા). સુરક્ષિત સેક્સનો અભ્યાસ કરવો. સંક્રમિત વ્યક્તિની કાળજી લેતી વખતે હાથમાં મોજા અને PPE કીટ પહેરવી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

મંકીપોક્સના દર્દીને આપવામાં આવતી સારવાર

મંકીપોક્સથી સંક્રમિત દર્દીને સૌ પ્રથમ આઇસોલેસનમાં રાખવામાં આવે છે. આ દરમિયાન રોગ સામે રક્ષણાર્થે સપોર્ટીવ કેર થેરાપી શરૂ કરવામાં આવે છે. હાઇરીસ્ક સંક્રમણ હોય તેવા કિસ્સામાં નિષ્ણાંત તબીબની સલાહ-સૂચન મુજબ એન્ટીવાયરલ ડ્રગ આપવામાં આવે છે. સમગ્ર સારવાર દરમિયાન દર્દીનું હાઇડ્રેશન મેઇન્ટેન કરવું પડે છે. મલ્ટી વિટામીન નિયમિત રીતે આપવામાં આવે છે. વાયરસના સંક્રમણના કારણે શરીરમાં ડેમેજ થયેલા કોષના પુન:નિર્માણમાં તે મદદરૂપ બને છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">