AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત FDCA અને USFDA વચ્ચે 12-13 જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે રેગ્યુલેટરી ફોરમ યોજાશે

USFDAની ટીમ ગુજરાત ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનીસ્ટ્રેશનની બે દિવસીય મુલાકાતે આવી છે. જે અંતર્ગત 12 અને 13 જાન્યુઆરીએ USFDA તેમજ ગુજરાત FDCA વચ્ચે ગાંધીનગર ખાતે રેગ્યુલેટરી ફોરમ યોજાશે તેમ ખોરાક અને ઔષધ નિયમન કમિશનરે  જણાવ્યું હતું. તેમણે વિગતો આપતાં કહ્યું હતું કે યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન-યુએસએફડીએ અને ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન-જીએફડીસીએ વચ્ચે બંન્ને સંસ્થાઓની બેસ્ટ પ્રેક્ટીસ એક બીજાને શેર કરવામાં આવે છે.

ગુજરાત FDCA અને USFDA વચ્ચે 12-13 જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે રેગ્યુલેટરી ફોરમ યોજાશે
Gujarat FDCAImage Credit source: File Image
Kinjal Mishra
| Edited By: | Updated on: Jan 11, 2023 | 8:57 PM
Share

USFDAની ટીમ ગુજરાત ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનીસ્ટ્રેશનની બે દિવસીય મુલાકાતે આવી છે. જે અંતર્ગત 12 અને 13 જાન્યુઆરીએ USFDA તેમજ ગુજરાત FDCA વચ્ચે ગાંધીનગર ખાતે રેગ્યુલેટરી ફોરમ યોજાશે તેમ ખોરાક અને ઔષધ નિયમન કમિશનરે  જણાવ્યું હતું. તેમણે વિગતો આપતાં કહ્યું હતું કે યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન-યુએસએફડીએ અને ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન-જીએફડીસીએ વચ્ચે બંન્ને સંસ્થાઓની બેસ્ટ પ્રેક્ટીસ એક બીજાને શેર કરવામાં આવે છે.

સૌ પ્રથમ વર્ષ 2010માં USFDAના બ્રુસ રોઝ, કન્ટ્રી ડાયરેક્ટર સૌ પ્રથમ વાર ગુજરાત FDCAની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ “FDCA ગુજરાત-USFDA રેગ્યુલેટરી ફોરમ” બંને સંસ્થાઓ વચ્ચે નોલેજ શેરીંગ, ટ્રેનિંગ, કેપેસીટી બિલ્ડિંગ અને ઇનફોર્મેશન શેરીંગ કરવાના હેતુ અર્થે રચના કરવામાં આવી હતી. જેમાં ટેકનિકલ એડવાન્સમેન્ટ અને અન્ય કાયદાકીય સંબંધિત માહિતીની ચર્ચા માટે બંને નિયમનકારી સંસ્થાઓ વચ્ચે ત્રિમાસિક બેઠકનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તેમણે વધુમાં કહ્યું હતું કે ખોરાક અને ઔષધ નિયમન કમિશનરની કચેરી, ગાંધીનગર ખાતે યોજાનાર આ બે દિવસીય ફોરમમાં USFDAના ડૉ. સારાહ મેકમુલન, કન્ટ્રી ડિરેક્ટર, ગ્રેગરી સ્મિથ, આંતરરાષ્ટ્રીય સંબંધો નિષ્ણાત, ફિલ ગુયેન, આંતરરાષ્ટ્રીય સંબંધો નિષ્ણાત, ધ્રુવ શાહ, વરિષ્ઠ ટેકનિકલ સલાહકાર, ડો.સુધીન્દ્ર કુલકર્ણી, વરિષ્ઠ ટેકનિકલ સલાહકાર તથા FDCA, ગુજરાતના અધિકારીઓ સહભાગી થશે. ખોરાક અને ઔષધ નિયમન કમિશનરએ માહિતી આપતાં કહ્યું હતુ કે, યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) અને ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (ગુજરાત એફડીસીએ) વચ્ચે બંને સંસ્થાઓની બેસ્ટ પ્રેક્ટીસ એક બીજાને શેર કરવામાં આવે છે. આ બંને રેગ્યુલેટરી સંસ્થાઓ દ્વારા લોકોના સ્વાસ્થ્ય માટે કરવામાં આવતી કામગીરી, પડકારો અને કાયદામાં આવતા સુધારા-વધારા અંગેની ચર્ચા કરવામાં આવે છે.

જેના થકી બંને સંસ્થાઓના અધિકારીઓના જ્ઞાનમાં વધારો થશે જે લોકોને ઉત્તમ સ્વાસ્થ્ય પુરુ પાડવામાં મદદગાર પુરવાર થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બેઠક દરમિયાન FDCA ગુજરાત અને USFDAના અધિકારીઓ એકબીજાની દવા ચકાસણીની પધ્ધતિઓ, સાઇટ પસંદગી, આયોજન, અમલીકરણ, રિપોર્ટિંગ, મૂલ્યાંકન અને રેગ્યુલેટરી એકશન, કેસ સ્ટડી ઉપર ચર્ચા કરશે. ઉપરાંત યુએસએફડીએની આગેવાની હેઠળના થતા ઇંસ્પેકશનમાં ગુજરાત FDCAના અધિકારીઓ ભાગ લેશે તે બાબતે ચર્ચા વિચારણા થશે. આ રીતે બંને સંસ્થાઓના અધિકારીઓ વચ્ચે ટેકનીકલ જ્ઞાનનું આદાન-પ્રદાન કરશે. જે અન્વયે તેઓ સહજાનંદ લેસર ટેકનોલોજી લિ., ગાંધીનગરની મુલાકાત લેશે કે જે ભારતની અગ્રણ્ય કાર્ડિયાક સ્ટેન્ટ-મેડીકલ ડિવાઇસની ઉત્પાદન કરતી કંપની છે.

USFDAના અધિકારીઓ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલની શુભેચ્છા મુલાકાત પણ લેશે તેમ તેમણે ઉમેર્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય દેશમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને મેડિકલ ડિવાઇસના ક્ષેત્રમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ભારતના કુલ ફાર્મા ઉત્પાદન કે જે 49 બિલીયન યુએસ ડોલર છે જેમાં ગુજરાત ખાતે આવેલી આશરે 5000 દવા ઉત્પાદકોનો સિંહ્ફાળો છે. આ ફોરમની મદદથી નાગરિકો માટે ઉપલબ્ધ દવાઓની અને ખોરાક્ની ગુણવત્તામાં વધારો થઇ રહ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયાની ઝુંબેશ અન્વયે ગુજરાતમાં ફાર્મા અને મેડિકલ ડિવાઇસ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ થઇ રહી છે અને તેના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા બલ્ક ડ્રગ પાર્ક માટે ગુજરાતની પસંદગી પણ કરાઈ છે. વધુમાં ગુજરાતમાં ભારતની સૌપ્રથમ NABL દ્વારા પ્રમાણિત લેબોરેટરી વડોદરા ખાતે કાર્યરત છે. ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA),ફાર્માસ્યુટિકલ ઉધોગના વિકાસ માટે અગત્યની ભૂમિકા ભજવે છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">