Video : વ્યાજખોરો વિરૂદ્ધ પોલીસની કડક કાર્યવાહી, એક જ પેઢી સામે ચાર ફરિયાદ મળી

Video : વ્યાજખોરો વિરૂદ્ધ પોલીસની કડક કાર્યવાહી, એક જ પેઢી સામે ચાર ફરિયાદ મળી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 7:06 PM

વડોદરા પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.વડોદરામાં પાછલા ચાર દિવસમાં પોલીસે અંદાજે 10 લોક દરબારનું આયોજન કર્યું છે. જેમાં રાવપુરાની વિસ્તારની એક જ પેઢી સામે ચાર ફરિયાદ મળી છે.  જેની બાદ પેઢીના ચારેય આરોપીની મિલકત અને સંપત્તિની તપાસ કરવામાં આવી રહી છે.

વડોદરા પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.વડોદરામાં પાછલા ચાર દિવસમાં પોલીસે અંદાજે 10 લોક દરબારનું આયોજન કર્યું છે. જેમાં રાવપુરાની વિસ્તારની એક જ પેઢી સામે ચાર ફરિયાદ મળી છે.  જેની બાદ પેઢીના ચારેય આરોપીની મિલકત અને સંપત્તિની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં આરોપીઓની મિલકત સામે મની લોન્ડરિંગ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વ્યાજખોરો સામેની તપાસ કાર્યવાહીમાં હવે ઈડી તથા ઈન્કમટેક્સ પણ જોડાશે. વડોદરા પોલીસે વિવિધ વિસ્તારોમાં વ્યાજખોરો સામે સાત જેટલા ગુના નોંધ્યા છે  અને ચાર વ્યાજખોર સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો પરિવાર સાથે સામુહિક આત્મહત્યા કરવાના બનાવો પણ સામે આવ્યા

આજની મોંઘવારીમાં વિવિધ સમસ્યાઓનો સામનો કરતા લોકો વ્યાજે નાણાં લેવા મજબૂર બને છે. કેટલાક તકવાદીઓ જરુરીયાતમંદ લોકોની મજબુરીનો લાભ ઉઠાવી ઉંચા વ્યાજે નાણાંનું ધિરાણ કર્યા બાદ અનેક ઘણું વ્યાજ વસુલે છે. નાણાં પરત કરવામાં મુશ્કેલી અનુભવનારને બાદમાં ધાક ધમકી આપીને તેના બદલે મિલકતો પડાવી લેવાના કિસ્સા સામે આવે છે. આ વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો પરિવાર સાથે સામુહિક આત્મહત્યા કરવાના બનાવો પણ સામે આવી ચુક્યા છે.

જેના કારણે સરકાર સક્રિય બની છે. ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયાએ વ્યાજખોરીના દૂષણને ડામવા કડક હાથે કાર્યવાહી કરવા આદેશો આપ્યા છે. ગેરકાયદસર રીતે આડેધડ વ્યાજ વસૂલનારા સામે તાત્કાલી ફરિયાદ નોધીને તુરંત ધરપકડ કરવામાં આવી રહી છે.  રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આ કામગીરી

g clip-path="url(#clip0_868_265)">