Gandhinagar : સામેત્રી ગામની પ્રાથમિક શાળામાં પોલીસના દરોડા, કમ્પાઉન્ડમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 5ની ધરપકડ
ગાંધીનગરના સામેત્રી ગામના પાંચ જેટલા લોકોએ તો પ્રાથમિક શાળામાં જ જુગારનો અડ્ડો ખોલી નાખ્યો હતો. સામાન્ય રીતે સાતમ આઠમ અને શ્રાવણ મહિનામાં જુગારના કિસ્સાઓ વધતા હોય છે. શહેર અને ગામડાઓમાં લોકો વધુ પ્રમાણમાં જુગાર રમતા હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. તો બીજી તરફ જુગારીયાઓ કોઈ પણ સમયે જુગાર રમવા અને પોલીસથી બચવા અલગ અલગ રસ્તા અપનાવતા હોય છે.

Gandhinagar : રાજ્યમાં અવારનવાર જુગારીઓ ઝડપાતા રહે છે. જુગારીઓ જુગાર રમવા અલગ અલગ જગ્યાઓ શોધતા હોય છે. પરંતુ ગાંધીનગરના સામેત્રી ગામના પાંચ જેટલા લોકોએ તો પ્રાથમિક શાળામાં જ જુગારનો અડ્ડો ખોલી નાખ્યો હતો. સામાન્ય રીતે સાતમ આઠમ અને શ્રાવણ મહિનામાં જુગારના કિસ્સાઓ વધતા હોય છે.
શહેર અને ગામડાઓમાં લોકો વધુ પ્રમાણમાં જુગાર રમતા હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. તો બીજી તરફ જુગારીયાઓ કોઈ પણ સમયે જુગાર રમવા અને પોલીસથી બચવા અલગ અલગ રસ્તા અપનાવતા હોય છે.
અમુક લોકો ઘર, દુકાન કે ઓફિસમાં જુગાર રમતા હોય છે. તો અમુક ખેતરોમાં કે અન્ય જગ્યાઓ પર જુગાર રમતા હોય છે. તો જુગારીઓ પોલીસની નજરથી બચતા હોય છે. પરંતુ આવા લોકોને પણ પોલીસે બાતમીના આધારે પકડી કાર્યવાહી કરતી હોય છે.
પરંતુ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સામેત્રી ગામમાં પાંચ જેટલા લોકો પ્રાથમિક શાળાના જ કમ્પાઉન્ડમાં આવેલી ખુલ્લી જગ્યામાં જુગાર રમવા લાગ્યા હતા. જોકે એક જાગૃત નાગરિકે પોલીસ મથકમાં ફોન કરતા પોલીસે દરોડા પાડ્યા હતા અને જુગાર રમતા ચાર લોકોની ધરપકડ કરી હતી.
5 જુગારીની ધરપકડ
આ ચાર જુગારીઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આ ચારેય લોકો સામેત્રી ગામમાં જ રહેતા હતા અને પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં જુગાર રમતા હતા. પોલીસે રોકડ રૂપિયા અને અલગ અલગ વસ્તુઓ મળી 10,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરી ગામના જ પરેશકુમાર દોશી, પ્રહલાદસિંહ ઠાકોર, અગરસિંહ ઠાકોર, ભીખાભાઈ ઠાકોર અને અગરસિંહ દિલુસિંહ ઠાકોરની ધરપકડ કરી 5 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.
સમગ્ર ઘટના સામે આવતા હવેએ પ્રશ્ન થાય છે કે જુગારીઓને શિક્ષાના ધામમાં પણ જુગારનો અડ્ડો શરૂ કરતા પહેલા વિચાર નહીં આવ્યો હોય. આમ તો લોકો પોલીસથી બચવા અલગ અલગ સ્થળો પર જુગાર રમતા હોય છે કે જ્યાં પોલીસની નજર ઓછી પડે અથવા તો પોલીસને શોધી શકે નહીં પરંતુ આ 5 જુગારીએ તો હદ કરી નાખી અને પોતાના જ ગામની પ્રાથમિક શાળાને પોલીસનો અડ્ડો બનાવી દીધી.