AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આગામી 28-29 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે, ગાંધીનગર અને સાબરકાંઠાના કાર્યક્રમોમાં હાજરી આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 28-29 જુલાઈએ ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાન અગાઉ રદ કરેલા કાર્યક્રમમાં મોદી હાજરી આપશે.

આગામી 28-29 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે, ગાંધીનગર અને સાબરકાંઠાના કાર્યક્રમોમાં હાજરી આપશે
PM Narendra Modi (File Image)Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2022 | 12:57 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે. આગામી 28-29 જુલાઈએ વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન ગાંધીનગર અને સાબરકાંઠાના કાર્યક્રમમાં મોદી હાજરી આપશે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 15 જુલાઈથી બે દિવસના ગુજરાત આવવાના હતા. જો કે વરસાદના પગલે તેમનો ગુજરાત પ્રવાસ (PM Modi Gujarat visit) મોકુફ રાખવામાં આવ્યો હતો. જો કે હવે તે જ તમામ કાર્યક્રમ ફરીથી યોજાશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિને ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28-29 જુલાઈએ ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાન અગાઉ રદ કરેલા કાર્યક્રમમાં મોદી હાજરી આપશે. PM મોદી 28 અને 29 જુલાઇ દરમિયાન કચ્છથી લઇને અમદાવાદ સુધી અનેક કાર્યક્રમોમાં જોડાશે. ગાંધીનગર અને સાબરકાંઠાના કાર્યક્રમોમાં હાજરી આપશે

ગાંધીનગરમાં ગિફટ સિટીની મુલાકાત લેશે

વડાપ્રધાન મોદીના ગાંધીનગરના કાર્યક્રમની વાત કરીએ તો GIFT સિટીની મુલાકાત લેશે. GIFT સિટીની શરુઆત ગાંધીનગરના મહાત્મા મંદિરથી કરવામાં આવી હતી. જે પછી આખો નવો યુગ શરુ થયો છે. વડાપ્રધાન ગાંધીનગરમાં બુલિયન એક્સચેન્જની પણ મુલાકાત લેવાના છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પણ કાર્યક્રમ યોજાવાનો છે. હિંમતનગરમાં સાબરડેરીના કાર્યક્રમમાં તેઓ હાજર રહેવાના છે. એટલે કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફોકસ ઉત્તર ગુજરાત પણ હશે.

વડાપ્રધાનના અન્ય કાર્યક્રમ ગોઠવાય તેવી પણ શક્યતા

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જે નવુ કેમ્પસ બન્યુ છે. તેનું લોકાર્પણ પણ વડાપ્રધાન કરી શકે છે. તો આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કચ્છમાં જંગી જનસભા સાથેનો કાર્યક્રમ યોજાશે. તો હિંમતનગરમાં સાબર ડેરીના કાર્યક્રમમાં પીએમ હાજર રહેશે. તો હજુ પણ અન્ય કેટલાક કાર્યક્રમો ગોઠવાય તેવી શક્યતા છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કચ્છના લાલચોકની તેમની જનસભા ખૂબ જ ચર્ચામાં રહી હતી. ત્યારે ફરી તેઓ કચ્છમાં જનસભા સંબોધવાના છે.

વડાપ્રધાન ચૂંટણી પહેલા દર મહિને ગુજરાત પ્રવાસ કરશે

ગુજરાત PMO તરફથી મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા દર મહિને ગુજરાતનો પ્રવાસ કરશે. ગુજરાતના ખુણા ખુણામાંથી ભાજપને વોટ મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી સતત ગુજરાતની મુલાકાત લઇને ભાજપના કાર્યકરોમાં જોશ પુરતા રહેશે. તેમજ આગળની રણનીતિ અંગેનુ માર્ગદર્શન આપતા રહેશે.

આ પહેલા વડાપ્રધાન મોદી 4 જુલાઇએ ગાંધીનગરમાં એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમણે મહાત્મામંદિર ખાતેથી વડાપ્રધાન (PM Modi) ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નો (Digital india week) દેશવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને અનેકવિધ નવીન ડિજિટલ પહેલને પણ દેશવાસીઓ માટે ખુલ્લી મુકી. તો આ પહેલા 10 જુનના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા હતા. અમદાવાદ અને નવસારીમાં તેમણે કરોડોની વિકાસલક્ષી યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ હતુ.

વડાપ્રધાન મોદી તેના પહેલા 11 માર્ચે ગુજરાત મુલાકાતે આવ્યા હતા. જે દરમિયાન તેમણે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની શરુઆત કરાવી હતી. સાથે જ ખેલ મહાકુંભનો (Khel Mahakumbh)પ્રારંભ કરાવ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પછી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેઓ 18થી 20 એપ્રિલ દરમિયાન ગુજરાત પ્રવાસે હતા. ત્યારે તેમણે ગાંધીનગરમાં કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લીધી હતી. યાત્રાના બીજા દિવસે બનાસકાંઠામાં બનાસ ડેરીના નવા સંકુલનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ જામનગરમાં WHOના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કર્યું હતું. જ્યારે સાંજે અમદાવાદમાં રોડ શો કર્યો હતો. આજે ગાંધીનગર અને દાહોદમાં કાર્યક્રમો કર્યા હતા.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">