વતનમાં ફરી વડાપ્રધાન, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદી ત્રીજી વાર આવશે ગુજરાત

TV9 GUJARATI

|

Updated on: May 25, 2022 | 6:57 PM

Gujarat Election: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સતત ત્રીજી વાર ગુજરાતને પ્રવાસે (Gujarat Visit) આવી રહ્યા છે. આગામી 28 મેના રોજ પીએમ મોદી રાજકોટની મુલાકાતે આવશે.

વતનમાં ફરી વડાપ્રધાન, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદી ત્રીજી વાર આવશે ગુજરાત
PM Narendra Modi(File Image)
Image Credit source: ANI

Follow us on

Gujarat Assembly Election 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ફરી એકવાર ગુજરાત પ્રવાસે  આવશે. એક દિવસના ગુજરાત પ્રવાસ (Gujarat visit) દરમિયાન PM મોદી હોસ્પિટલનું લોકાર્પણ અને જાહેરસભાને સંબોધન કરશે. PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પર નજર કરીએ તો 28મી મેના રોજ બપોરે 12.30 કલાકે PM મોદીનું અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર આગમન થશે અને સાંજે 4 વાગ્યા સુધી PM મોદી રાજભવનમાં રોકાણ કરશે. જ્યારે સાંજે 4.30 કલાકે PM મોદી મહાત્મા મંદિરમાં સહકાર સંમેલનમાં હાજરી આપશે. ત્યારબાદ PM મોદી રાજકોટ જશે અને જાહેરસભાને સંબોધન પણ કરશે. સહકાર સંમેલન સંબોધ્યા બાદ PM મોદી દિલ્લી જવા રવાના થશે.

ગુજરાતનો ગઢ કબજે કરવા ભાજપે કમર કસી છે. ત્યારે મિશન ગુજરાતના ભાગરૂપે ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી વતનની મુલાકાતે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર ગુજરાતને પ્રવાસે આવી રહ્યા છે. આગામી 28 મેના રોજ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવશે.  આ દરમિયાન તેઓ આટકોટ પાસે બનેલી અત્યાધુનિક હોસ્પિટલનું લોકાર્પણ કરશે. પાટીદાર ટ્રસ્ટ દ્વારા બનાવાયેલી 200 બેડની કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલને ખુલ્લી મુકશે. ઉપરાંત પીએમ મોદી બે લાખથી વધુ પાટીદારોને સંબોધન કરશે.

મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા દર મહિને ગુજરાતનો પ્રવાસ કરશે. ગુજરાતના ખુણા ખુણામાંથી ભાજપને વોટ મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી સતત ગુજરાતની મુલાકાત લઈને ભાજપના કાર્યકરોમાં જોશ પુરતા રહેશે. તેમજ આગળની રણનીતિ અંગેનું માર્ગદર્શન આપતા રહેશે.

વડાપ્રધાન મોદી આ પહેલા 11 માર્ચે ગુજરાત મુલાકાતે આવ્યા હતા. જે દરમિયાન તેમણે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની શરુઆત કરાવી હતી. સાથે જ ખેલ મહાકુંભનો (Khel Mahakumbh) પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પછી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેઓ 18થી 20 એપ્રિલ દરમિયાન ગુજરાત પ્રવાસે હતા. ત્યારે તેમણે ગાંધીનગરમાં કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લીધી હતી. યાત્રાના બીજા દિવસે બનાસકાંઠામાં બનાસ ડેરીના નવા સંકુલનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ જામનગરમાં WHOના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કર્યું હતું. જ્યારે સાંજે અમદાવાદમાં રોડ શો કર્યો હતો. આજે ગાંધીનગર અને દાહોદમાં કાર્યક્રમો કર્યા હતા.

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati