Gujarat ગ્રામીણ વિકાસ ક્ષેત્રે અગ્રેસર, સર્વગ્રાહી વિકાસ માટે સરકારની કવાયત
આગામી નાણા પંચ હેઠળ વધતા નાણાકીય સંસાધનો સાથે ગુજરાતની પંચાયતોને અંદાજે રૂપિયા 20,000 થી 30,000 કરોડ 16મા નાણાપંચ હેઠળ પંચાયતોમાં વિકાસ કાર્યોની યોજના અને અમલીકરણ માટે મળવાની શક્યતા છે. આમ, સંસાધનમાં વધારા સાથે નવા મુદ્દાઓ અને પડકારો જેવા કે આર્થિક અસમાનતા, સામાજિક અસંતુલન અને પર્યાવરણનું અધપતન છે

ગુજરાત(Gujarat) સરકાર સાતત્યપૂર્ણ ગ્રામીણ વિકાસ(Rural Development) માટેના 2030 એજન્ડાને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. જેમાં 169 સંબંધિત લક્ષ્યાંકો સાથેના 17 વિકાસ લક્ષ્યોને અપનાવવામાં આવી રહ્યા છે. જેમાં લગભગ 68 ટકા ભારત ગ્રામીણ ભારત છે અને તેથી સસ્ટેનબલ ડેવલોપમેન્ટ ગોલ (એસડીજી) પ્રાપ્ત કરવા માટે પાયાના સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ 2030 સુધીમાં ગ્રામીણ ભારતમાં આબોહવા પરિવર્તનની હાનિકારક અસરો ઘટાડવા અને સમાવેશક વિકાસ સુનિશ્ચિત કરવા માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે.
20,000 થી 30,000 કરોડ પંચાયતોમાં વિકાસ કાર્યોની યોજના અને અમલીકરણ માટે મળવાની શક્યતા
આગામી નાણા પંચ હેઠળ વધતા નાણાકીય સંસાધનો સાથે ગુજરાતની પંચાયતોને અંદાજે રૂપિયા 20,000 થી 30,000 કરોડ 16મા નાણાપંચ હેઠળ પંચાયતોમાં વિકાસ કાર્યોની યોજના અને અમલીકરણ માટે મળવાની શક્યતા છે. આમ, સંસાધનમાં વધારા સાથે નવા મુદ્દાઓ અને પડકારો જેવા કે આર્થિક અસમાનતા, સામાજિક અસંતુલન અને પર્યાવરણનું અધપતન છે.
33 જિલ્લા પંચાયતો, 248 તાલુકા પંચાયતો અને 14,572 ગ્રામ પંચાયતો
ગુજરાતમાં એપ્રિલ 1953 થી ગુજરાત પંચાયત અધિનિયમ અસ્તિત્વમાં આવી હતી. તેમાં એપ્રિલ 1993માં સુધારો કરવામાં આવ્યો હતો અને તેમાં 73માં સુધારો અધિનિયમ 1992 ની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અધિનિયમની ગ્રામીણ સ્વ-સંચાલિત સંસ્થાઓની સત્તાનું ગામ પંચાયતો (GPS),તાલુકા/બ્લોક પંચાયત જિલ્લા પંચાયતો (DP)માં સત્તાઓનું વિકેન્દ્રીકરણ કરવાની હતી. ગુજરાતમાં હાલ 33 જિલ્લા પંચાયતો, 248 તાલુકા પંચાયતો અને 14,572 ગ્રામ પંચાયતો છે.
જિલ્લા પંચાયતને “મિની સચિવાલય” તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગુજરાતમાં પંચાયત વિભાગ, ગ્રામ્ય સ્તર સુધી માળખાકીય સુવિધાઓ અને સામાજિક-આર્થિક વિકાસની તકો પુરી પાડવા માટે 17 વિભાગો સાથે સંકલન કરી ગ્રામીણ સુવિધા પૂરી પાડીને સુવિધા આપનાર તરીકે કામ કરે છે અને વિવિધ વિભાગોની યોજનાઓનો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમલ કરવામાં છે. આથી જિલ્લા પંચાયતને “મિની સચિવાલય” તરીકે પણ ઓળખવામાં આવે છે.
સરકારી અભિગમ દ્વારા એકરૂપતા હાંસલ કરવા માટે પ્રયાસ
ગુજરાતમાં 9 વિષયોના ક્ષેત્રોમાં ગ્રામ પંચાયતના સ્થાનિક લક્ષ્યો અને ધ્યેયોને હાંસલ કરવા માટે તમામ મંત્રીઓ અને વિભાગો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસમાં આ એસડીજીના સ્થાનિકીકરણની પ્રક્રિયાને આગળ ધપાવવા માટે શ્રેષ્ઠ પ્રથાઓની ઓળખ, પ્રોત્સાહનની યોજનાઓ અને ભંડોળના સંસાધન મેપિંગ, તાલીમ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્ષમતા નિર્માણ અને ડેટા મેનેજમેન્ટ સંદર્ભમાં અમારા કાર્યમાં સમગ્ર સરકારી અભિગમ દ્વારા એકરૂપતા હાંસલ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો