International Yoga Day 2022 : અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી, મુખ્યપ્રધાન અને હર્ષ સંઘવી સહિતના દિગ્ગજોની ઉપસ્થિતિ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની ઉજવણી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવી.

International Yoga Day 2022 : અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી, મુખ્યપ્રધાન અને હર્ષ સંઘવી સહિતના દિગ્ગજોની ઉપસ્થિતિ
International Yoga Day 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 10:13 AM

સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (International Yoga Day) ઉજવણી કરવામાં આવી રહી છે.યોગ કરવાથી થતા લાભાલાભ અંગે જાગૃતિ આવે તે માટે આ દિવસની ઉજવણી થાય છે.યોગ મૂળભૂત રીતે અતિ સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત આધ્યાત્મિક અધ્યયનનો વિષય છે.આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ની(Yoga for humanity)  થીમ પર ઉજવવાનું નક્કી કરાયું છે, ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra patel) અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની ઉજવણી અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે કરવામાં આવી.જેમાં કેન્દ્રીય પ્રધાન ભાગવત કિશનરાવ કરાડ અને હર્ષ સંઘવી ઉપસ્થિતિ પણ હાજર રહ્યા. મહત્વનું છે કે, મુખ્યપ્રધાન સાથે 7,500થી વધુ લોકો સહભાગી બન્યા.

શાશ્વત સુખ- શાંતિની અનુભૂતિ યોગ વિના શક્ય નથી : રાજ્યપાલ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજભવન ખાતે યોગ, પ્રાણાયમ અને આસન પ્રસ્તુત કરીને યોગને જીવનનો નિત્યક્રમ બનાવવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલે જણાવ્યું હતું કે શાશ્વત સુખ અને શાંતિની અનુભૂતિ યોગ વિના શક્ય નથી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

75 આઇકોનિક સ્થળોએ યોગ દિવસની ભવ્ય ઉજવણી

બીજી તરફ યોગ દિવસની ખાસિયત એ છે કે રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા 75 આઇકોનિક સ્થળોએ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અને એક સાથે સવા કરોડ નાગરિકો યોગમય ગુજરાત અભિયાનમાં જોડાયા હતા.યોગ માટે રાજયના 33 જિલ્લાઓના 75 સ્થળોની પસંદગી કરાઈ.જેમાં 18 ઐતહાસિક સ્થળો, 17 ધાર્મિક સ્થળો, 22 પ્રવાસન સ્થળો, 17 કુદરતી સ્થળો અને એક શૈક્ષણિક સ્થળની પસંદગી કરવામાં આવી છે.દરેક શહેર, જિલ્લા શૈક્ષણિક સંસ્થાઓ પોલીસ હેડ ક્વાર્ટર તથા તમામ જાહેર સ્થળોએ (Public Place) વિશાળ સંખ્યામાં નાગરિકો ભેગા મળી યોગ કરી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું.

g clip-path="url(#clip0_868_265)">