AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત હેલ્થ એલર્ટ: કાજુ કતરીમાં ફૂગ, ગેરકાયદે દવાઓની હેરાફેરી અને ડેન્ગ્યુનો વ્યાપ વધ્યો, જુઓ Video

ગુજરાતમાં જાહેર આરોગ્ય સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વડોદરામાં કાજુ કતરીમાં ફૂગ મળી, ગાંધીનગરમાં 83 લાખથી વધુની કોડીનયુક્ત દવાઓનો ગેરકાયદે વેપાર પકડાયો, જ્યારે અમદાવાદ સહિત રાજ્યમાં ડેન્ગ્યુ અને વાયરલ ફીવરના કેસોમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે.

ગુજરાત હેલ્થ એલર્ટ: કાજુ કતરીમાં ફૂગ, ગેરકાયદે દવાઓની હેરાફેરી અને ડેન્ગ્યુનો વ્યાપ વધ્યો, જુઓ Video
| Updated on: Sep 08, 2026 | 7:39 PM
Share

ગુજરાતમાં ખાણીપીણીથી લઈને દવાઓના વેચાણ સુધી બેદરકારી અને આરોગ્ય સંબંધિત ગંભીર સવાલો સામે આવ્યા છે. તાજેતરમાં સામે આવેલી ત્રણ મોટી ઘટનાઓ રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સુરક્ષા પર પ્રશ્નાર્થ ઉભો કરે છે. જેમાં વડોદરામાં ફૂગવાળી મીઠાઈનો આરોપ, ગાંધીનગરમાં કોડીનયુક્ત દવાઓના ગેરકાયદે વેચાણ પર કાર્યવાહી, અને સમગ્ર રાજ્યમાં વધતા રોગચાળાની સ્થિતિનો સમાવેશ થાય છે.

વડોદરામાં મીઠાઈમાં ફૂગ મળ્યાના આરોપે ચકચાર મચાવી દીધી છે. દાસ પેંડાની કાજુ કતરી અંગે ગ્રાહકે ફરિયાદ કરી છે કે મીઠાઈમાંથી ભારે દુર્ગંધ આવતી હતી અને બોક્સ પર એક્સપાયરી ડેટ પણ દર્શાવવામાં આવી ન હતી. ગ્રાહકના કહેવા મુજબ, તેઓ દાસ પેંડામાંથી એક કિલો કાજુકતરી લઈ ગયા હતા, જેમાં ફૂગ નીકળતા તેમને પરત કરવી પડી હતી. આ મામલો મનપાના ફૂડ વિભાગ સુધી પહોંચતા તુરંત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા મીઠાઈનો નમૂનો લેબમાં મોકલવામાં આવ્યો છે, જેના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા એકમો સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.

બીજી તરફ, ગાંધીનગરમાં કોડીનયુક્ત દવાઓના ગેરકાયદે ખરીદ-વેચાણ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે અને મોટી કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન બાલાજી ફાર્મામાંથી રૂ. 83 લાખથી વધુ કિંમતનો દવાનો જથ્થો મળી આવ્યો હોવાનો ખુલાસો થયો છે. કોડીનયુક્ત દવાઓના ગેરકાયદે વેચાણના આક્ષેપ વચ્ચે સાત પેઢીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે કલોલની હેલ્થ પોઇન્ટ ફાર્માનો દવા વેચાણ પરવાનો તાત્કાલિક રદ કરી દેવામાં આવ્યો છે. વિભાગ દ્વારા દવાઓના ખરીદ-વેચાણના રેકોર્ડ્સની પણ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી આ ગેરકાયદે પ્રવૃત્તિના મૂળ સુધી પહોંચી શકાય.

આ બધાની વચ્ચે, ગુજરાતમાં રોગચાળાની સ્થિતિએ પણ ચિંતા વધારી છે. આ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હોવા છતાં, રાજ્યમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. છેલ્લા આઠ મહિનામાં અમદાવાદમાં તાવ, સ્નાયુ અને સાંધાના દુખાવા સહિત 45 હજારથી વધુ કેસ નોંધાયા હોવાની માહિતી છે. ગત વર્ષની સરખામણીએ મેડિકલ ઇમર્જન્સીના કેસમાં 9.18 ટકાનો વધારો થયો છે, જે રાજ્યમાં આરોગ્ય માળખા પર વધતા ભારણનો સંકેત આપે છે. અમદાવાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ભારે તાવના કારણે લગભગ 10 હજાર દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં વાયરલ ફીવર સહિત 630થી વધુ દર્દીઓ સારવાર માટે આવ્યા છે, જ્યારે માત્ર ઓગસ્ટ મહિનામાં જ ડેન્ગ્યુના 90થી વધુ કેસ નોંધાયા છે, જે ડેન્ગ્યુના વધતા પ્રકોપને દર્શાવે છે.

મીઠાઈમાં ફૂગનો આરોપ, દવાઓના ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી અને વધતો રોગચાળો – આ તમામ ઘટનાઓ ગુજરાતમાં હેલ્થ સેફ્ટી અને જાહેર આરોગ્ય વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કરે છે. તંત્ર દ્વારા આ મામલે કડક પગલાં લેવામાં આવે અને નાગરિકોના સ્વાસ્થ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તે આવશ્યક છે.

દેશની સંપત્તિ લૂંટીને વિદેશ ભાગી જનારાઓને હવે છોડવામાં આવશે નહીં, ભારત બ્રિક્સ દેશો સાથે મળીને કરશે આ કામ

Follow Us
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું
આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું
"ભારતીયો હાથથી કેમ ખાય છે?" અમેરિકન યુઝરે કેમ પૂછ્યો આવો સવાલ?
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
g clip-path="url(#clip0_868_265)">