Amreli: રાજુલામાં સફાઈ કામગીરીના નામે ફોટોસેશન, પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
સફાઈ અભિયાન કે ફોટો અભિયાન..? અમરેલીના રાજુલામાં તંત્રએ જ્યાં પહેલેથી જ ચોખ્ખું હતું ત્યાં જ સફાઈ કરી અને કેમેરા સામે કામગીરીનો દેખાડો કર્યો હોવાના આક્ષેપ થતા અનેક સવાલ ઉઠ્યા છે..!
સરકારના પરિપત્ર મુજબ દર મહિનાના પ્રથમ રવિવારે સફાઈ સાથે જળસંચય, વૃક્ષારોપણ અને સુકાયેલા રોપાની ફેરબદલી કરાતી હોય છે. મુખ્ય માર્ગો, બજાર, ST બસ સ્ટેન્ડ, નાળા-ગટર અને કચરાવાળા સ્થળોએ કામગીરી કરવાની સૂચના છે. પરંતુ અમરેલીમાં રાજુલા પ્રાંત કચેરીમાં, જ્યાં રોજ નિયમિત સફાઈ થાય છે ત્યાં જ મામલતદાર, નાયબ મામલતદાર, TDO, આરોગ્ય અધિકારી, વન વિભાગ અને ભાજપ કાર્યકરોની હાજરીમાં ફરી સફાઈ કરી ફોટા પડાવવામાં આવતા અનેક સવાલ ઉઠ્યા છે.
એટલું જ નહીં ફોટા વાયરલ થતાં વિવાદ સર્જાયો. વર્ષોથી ઉછરતા વૃક્ષો વચ્ચે જ 8થી 10 નવા રોપા વાવવામાં આવ્યા અને અન્ય જરૂરિયાતવાળા વિસ્તારોને અવગણાયા હોવાના આક્ષેપ છે. તંત્રએ કામગીરીનો જિલ્લા કક્ષાએ સફળ રિપોર્ટ કર્યો હોવાનો દાવો છે. મામલતદારે પરિપત્ર મુજબ કામગીરી થઈ હોવાનું અને સરકાર દ્વારા જગ્યા પાઠવવામાં આવી હોવાનું નિવેદન આપ્યું છે.
457 વર્ષ બાદ બદલાયો વિશ્વનો નક્શો, પહેલીવાર અમેરિકા કરતા આફ્રિકાને મોટો ખંડ બતાવતા મહાસત્તાનો ઘમંડ તૂટ્યો
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
