ગુજરાત યૂથ કોંગ્રેસે પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા પ્રસ્તાવ પસાર કર્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડવામાં આવે એવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. હાલ માં જ યુથ કોંગ્રેસ ની ચૂંટણી માં ચૂંટાઈ આવેલ પદાધિકારીઓ જેમાં પ્રદેશ ઉપપ્રમુખ,પ્રદેશ મહામંત્રીઓ,પ્રદેશ મંત્રીઓ , જીલ્લા પ્રમુખો , વિધાનસભા પ્રમુખો માટે ટ્રેનીંગ કેમ્પ નું જૈન તિર્થ સ્થાન મહુડી ખાતે આયોજન રાખવાંમા આવ્યું છે

ગુજરાત યૂથ કોંગ્રેસે પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા પ્રસ્તાવ પસાર કર્યો
Gujarat Youth Congress Shibir
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 8:02 PM

ગુજરાતમાં(Gujarat) ગાંધીનગરના મહુડી ખાતે યૂથ કોંગ્રેસની(Youth Congress)  બુનિયાદી પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધીને (Rahul Gandhi) રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. આ શિબિરમાં હાજર તમામ ગુજરાત પ્રદેશ, જિલ્લાના તેમજ વિધાનસભાના હોદ્દેદારોએ સર્વાનુમતે પ્રસ્તાવ પસાર કર્યો હતો. તેમજ આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડવામાં આવે એવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. હાલ માં જ યુથ કોંગ્રેસ ની ચૂંટણી માં ચૂંટાઈ આવેલ પદાધિકારીઓ જેમાં પ્રદેશ ઉપપ્રમુખ,પ્રદેશ મહામંત્રીઓ,પ્રદેશ મંત્રીઓ , જીલ્લા પ્રમુખો , વિધાનસભા પ્રમુખો માટે ટ્રેનીંગ કેમ્પ નું જૈન તિર્થ સ્થાન મહુડી ખાતે આયોજન રાખવાંમા આવ્યું છે ટ્રેનીંગ કેમ્પનું ઉદઘાટન ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માજી , ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર , વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા , કાર્યકારી અધ્યક્ષ હાર્દીક પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ તારીખ ૧૪ અને ૧૫ના રોજ યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ તથા રાષ્ટ્રીય પ્રભારી ક્રિષ્ના અલ્લાવરુ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે

યુથ કોંગ્રેસમાં પણ જૂથવાદ સામે આવ્યો

ગુજરાતમાં યુથ કોંગ્રેસમાં પણ જૂથવાદ સામે આવ્યો છે. જેમા હોદ્દેદારોની ચૂંટણીમાં યુથ કોંગ્રેસમાં હાર્દિક પટેલ જૂથ અને આઈજી જૂથ એમ બે જૂથ ઉભા થયા હતા. આ બન્ને જૂથ દ્વારા પોતાના ઉમેદવારને પ્રદેશ પ્રમુખ તરીકે જીતાડવા તનતોડ મહેનત કરવામાં આવી હતી.જૂથવાદને લઈને ચૂંટણી વખતે પણ અનેક વિવાદ થયા હતા. પરંતુ ચૂંટણી બાદ યુથ કોંગ્રેસના નવા ચૂંટાયેલા 300 હોદ્દેદારોને બુનિયાદી તાલીમ આપવા માટે આજથી ત્રણ દિવસી સુધી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.તાલીમ શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત પ્રદેશના નેતાઓ અને કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ હાજર રહ્યા હતા.યુથ કોંગ્રેસના ચૂંટાઈ આવેલા પ્રદેશ ઉપપ્રમુખ, મહામંત્રીઓ, મંત્રીઓ, જિલ્લા પ્રમુખો, વિધાનસભા પ્રમુખોને તાલીમ આપવામાં આવશે.

ભરતસિંહ સોલંકીએ સ્વીકાર કર્યો હતો કે યુથ કોંગ્રેસ અને કોંગ્રેસમાં જૂથવાદ છે

ટ્રેનિંગ કેમ્પમાં ભરતસિંહ સોલંકી કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના જૂથવાદ અંગે બોલ્યા હતા.ભરતસિંહે જણાવ્યું હતું કે ગુજરાતની યુથ કોંગ્રેસ એક થઈ જાય અને મતભેદો ભૂલી જાય યુથ કોંગ્રેસ એક થશે તો મોટા નેતાઓને પણ એક થઈને કામ કરવું પડશે.અંદરની લડાઈને પહેલા ખતમ કરવી પડશે.હવે સંઘર્ષના દિવસોની શરૂઆત કરવાની છે..એટલે ભરતસિંહ સોલંકીએ સ્વીકાર કર્યો હતો કે યુથ કોંગ્રેસ અને કોંગ્રેસમાં જૂથવાદ છે. આ નેતાઓ વચ્ચે જૂથવાદ ચાલી રહ્યો છે. ભરતસિંહ સોલંકીએ તમામ મતભેદો ભૂલી એક થઈને કામ કરવાની સૂચના આપી હતી.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

હાર્દિક પટેલની સ્પીચનો વિરોધ કરી શિબિર હોલ માંથી કાર્યકરોનો વોક આઉટ

પરંતુ યુથ કોંગ્રેસની તાલીમ શિબિરમાં જૂથવાદ સામે આવી ગયો હતો. ભરતસિંહ સોલંકીની સંબોધન પૂર્ણ થયા બાદ મીડિયાના લોકોને તાલીમ શિબિર માંથી બહાર કાઢવામાં આવ્યા.ત્યાર બાદ હાર્દિક પટેલને સ્પીચ આપવા માટે બોલાવવામાં આવ્યા હતા.હાર્દિક પટેલ સ્પીચ આપવાનું શરૂ કરે તે પહેલાં જ કેટલાક હોદ્દેદારોએ હાર્દિક પટેલની સ્પીચનો વિરોધ કરી શિબિર હોલ માંથી વોક આઉટ કર્યું હતું.હોદ્દેદારો બહાર નીકળી જતા હાર્દિક પટેલે સ્પીચ ટૂંકાવી બેસી ગયા હતા અને એઆઈસીસીના ઇન્ચાર્જ દ્વારા હોદ્દેદારોને સમજાવી ફરીથી શિબિર હોલમાં લઈ ગયા હતા.

આ પણ વાંચો : Ahmedabad : ગોમતીપુરમાં સામાન્ય ઝઘડામાં યુવાનની હત્યા, ચાર આરોપીની પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો :  Mehsana: પૂર્વ ગૃહમંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ફરી રાજકારણમાં સક્રિય

g clip-path="url(#clip0_868_265)">