Ahmedabad : ગોમતીપુરમાં સામાન્ય ઝઘડામાં યુવાનની હત્યા, ચાર આરોપીની પોલીસે કરી ધરપકડ
ગોમતીપુરમાં સામાન્ય ઝઘડામાં યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો. પોલીસે ગણતરીના કલાકોમાં ચાર આરોપી ધરપકડ કરી. હત્યામાં વાપરેલ છરી કબ્જે લઈ વધુ તપાસ શરૂ કરી છે.
Ahmedabad શહેરના પુર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો (Murder) બનાવ સામે આવ્યો છે. જેમાં ગોમતીપુરમાં (Gomtipur) સામાન્ય ઝઘડામાં યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો. પોલીસે ગણતરીના કલાકોમાં ચાર આરોપી ધરપકડ કરી. હત્યામાં વાપરેલ છરી કબ્જે લઈ વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ ગિરફતમાં આવેલા રમેશ ઉર્ફે મખ્ખી,નરેશ ઉર્ફે ગઠિયા,ગૌતમ અને જય ઉર્ફે ચિનાએ ભેગા મળી યુવકની હત્યા કરી છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો ગોમતીપુરમાં આવેલ શેઠ કોઠાવાળાની ચાલીમાં રહેતા અમિતને ચાલીની બહાર જ હત્યા કરાઈ હતી. હત્યા કરનારા ચારેય શખ્સો શેઠ કોઠાવાળાની ચાલીમાં રહે છે. જોકે ગત્ત બપોરના સમયે અમિત રાઠોડ પોતાની રિક્ષામાં બેઠો હતો. ત્યારે ચાલીમાં રહેતા રમેશ ઉર્ફે મખ્ખી અને નરેશ ઉર્ફે ગઠિયા સાથે સામાન્ય બોલાચાલીમાં ઝઘડો થયો. જેમાં રમેશ અને નરેશ આવેશમાં આવીને અમિતને છરીના ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો. હત્યા કર્યા બાદ ચારેય આરોપી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાઓની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં મૃતક અમિત રીક્ષામાં બેઠા હતો. ત્યારે રમેશ અને નરેશ ઉભા હતા. ત્યાં અમિત સાથે સામાન્ય વાતચીત લઈ બોલાચાલી થઈ. અને આવેશમાં આવીને રમેશ છરી લાવી અમિતને છરી મારી દીધી. બાદમાં જય અને ગૌતમએ અમિત પકડી રાખ્યો અને ફરી આરોપી નરેશ બીજી છરી મારી દીધી. અને નરેશ અને રમેશ ભેગા મળી ઉપરા છાપરી ચાર છરીના ઘા ઝીંકી મોત ઘાટ ઉતારી દીધો. હત્યા કરી આરોપી ફરાર થઈ ગયા હતા. જે બાદ પોલીસે ચારેય આરોપી ધરપકડ કરી. ગોમતીપુર પોલીસે ચારેય આરોપી ધરપકડ કરી હત્યા વાપરેલ છરી કબ્જે લઈ આરોપી રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી.
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઇમની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે ફરી જાહેરમાં થયેલા આ હત્યાના બનાવને લઇને પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. જોકે, પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
આ પણ વાંચોઃ આ પણ વાંચોઃ મહુડીમાં કોંગ્રેસની તાલીમ શિબિરમાં હાર્દિક પટેલનો બોયકોટ, સ્પીચ આપવા ઊભા થતાં જ એક જૂથના હોદ્દેદારો બહાર નીકળી ગયા
આ પણ વાંચોઃ તાપીમાં દેશના પ્રથમ ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમનું આયોજન, ગુજરાતમાં સહકાર ક્ષેત્રથી સમૃધ્ધિ આવી : અમિત શાહ