Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat સરકારે ફિક્સ પગારમાં જોડાયેલા કર્મચારીઓ માટે લીધો આ મોટો નિર્ણય

ગુજરાત((Gujarat) સરકારે આજે ફિક્સ પગારમાં જોડાયેલા કર્મચારીઓ માટે એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં હવે વર્ષ 2006 પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણાશે.

Gujarat સરકારે ફિક્સ પગારમાં જોડાયેલા કર્મચારીઓ માટે લીધો આ મોટો નિર્ણય
Gujarat Swarmin Sankul GandhinagarImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 4:22 PM

ગુજરાત((Gujarat) સરકારે આજે ફિક્સ પગારમાં(Fix Salary)  જોડાયેલા કર્મચારીઓ માટે એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં હવે વર્ષ 2006 પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણાશે. આ અંગે ગુજરાતના  પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર અધિકારી – કર્મચારીઓના હિત માટે અનેક નિર્ણયો લઈ રહી છે ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં વધુ એક કર્મચારી હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ફિક્સ પગાર નીતિ અંતર્ગત નોકરી કરી રહેલા કર્મચારીઓની નોકરીની સેવાઓ સળંગ ગણવા અંગે નાણાં વિભાગ દ્વારા વર્ષ 2017 માં ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં વર્ષ 2006 પહેલાં ફિક્સ પગારમાં નોકરી કરતા કર્મચારીઓને લાભ મળતો ન હતો. હવે વર્ષ 2006 પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણવા નિર્ણય લેવામાં આવ્યો છે.

બઢતી ઉચ્ચત્તર પગાર ધોરણ જેવા લાભો ગણતરીમાં લેવાશે.

મંત્રી વાઘાણીએ ઉમેર્યું કે, રાજ્યમાં વર્ષ-2006 પહેલા ફિકસ પગારની નિતી અન્વયે નિમણુંક પામેલા કર્મચારીઓની ફિકસ પગારની પાંચ વર્ષની સેવા હવે સળંગ ગણવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત નાણાં વિભાગના તા. 18/01/2007 ના ઠરાવ મુજબ દર્શાવેલ બઢતી તેમજ ઉચ્ચત્તર પગાર ધોરણ સહિતના લાભો ગણતરીમાં લેવામાં આવશે. આ નિર્ણયથી અંદાજે ૪૨,૦૦૦ થી વધુ વર્ષ-૨૦૦૬ પહેલા નિમણુક પામેલા કર્મચારીઓને લાભ થશે. હવે આ કર્મચારીઓની પણ ફિકસ પગારની પાંચ વર્ષની સેવા, બઢતી ઉચ્ચત્તર પગાર ધોરણ જેવા લાભો ગણતરીમાં લેવાશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ નિર્ણયથી 576 પંચાયત સહાયક/ તલાટી, 1019 રહેમ રાહે નિમણુંક પામેલા કર્મચારીઓ, 331 સ્ટાફ નર્સ, 2400 લોક રક્ષક અને 38285 શિક્ષકો મળી કુલ 42035 કર્મચારીઓને લાભ થશે.

આ પણ વાંચો

કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC
કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC
સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">