રાજ્યપાલે ઈમ્પેક્ટ ફી વિધેયકને મંજુરી આપી હોવાની માહિતી, રાજ્ય સરકાર આજે જાહેરાત કરે તેવી શક્યતા
રાજ્યભરની અંદર જેટલી પણ બિલ્ડિંગ (building) આવેલી છે કે જ્યાં પાર્કિંગ નથી. તે સહિતના કેટલાક મુદ્દાઓ છે કે જેમાં ઇમ્પેક્ટ ફી દ્વારા રેગ્યુલર કરવાની વાત હતી.આ મુદ્દે કેટલીયે વાત હાઇકોર્ટની (High Court) અંદર પણ પિટિશન થઇ ચુકી છે. જે પછી ઇમ્પેક્ટ ફીની અંદર મહત્વનો સુધારો કરવામાં આવ્યો હતો.

ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election) તારીખ થોડા જ દિવસોમાં જાહેર થઇ શકે છે. ત્યારે આચારસંહિતા લાગુ પડે તે પહેલા રાજ્ય સરકાર જરુરી જાહેરાતો કરી દેવા માગે છે. ત્યારે રાજ્ય સરકાર (state government) કેબિનેટની બેઠક બાદ ઈમ્પેક્ટ ફી સંદર્ભે મહત્વની જાહેરાત કરે તેવી સંભાવના છે. રાજ્યપાલે ઈમ્પેક્ટ ફી વિધેયકને (Impact Fee) બહાલી આપી દીધી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજે ગમે ત્યારે આ મામલે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત થાય તેવી સંભાવના છે.
રાજ્યભરની અંદર જેટલી પણ બિલ્ડિંગ આવેલી છે કે જ્યાં પાર્કિંગ નથી. તે સહિતના કેટલાક મુદ્દાઓ છે કે જેમાં ઇમ્પેક્ટ ફી દ્વારા રેગ્યુલર કરવાની વાત હતી. આ મુદ્દે કેટલીયે વાત હાઇકોર્ટની અંદર પણ પિટિશન થઇ ચુકી છે. જે પછી ઇમ્પેક્ટ ફી વિધેયકની અંદર મહત્વનો સુધારો કરવામાં આવ્યો હતો.આ સમગ્ર મુદ્દો રાજ્યપાલને પણ મોકલવામાં આવ્યો હતો. ત્યારે હવે જે પ્રમાણેની માહિતી મળી રહી છે તે પ્રમાણે સરકારના નવા સુધારાને રાજ્યપાલે બહાલી આપી દીધી છે એટલે કે મંજુરી આપી દીધી છે. ત્યારબાદ ઇમ્પેક્ટ ફી વિધેયકને લઇ કેબિનેટની બેઠકમાં ચર્ચા થઇ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ત્યારે આજે બપોર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી વિધેયકને લઇને જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
મહત્વનું છે કે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂંટણી પહેલાના કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ રહી છે. કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતને લઇને જે ડ્રાફ્ટ બની ચુક્યા છે. જેવા કે ખેડૂતોને લઇને રાહત પેકેજની જાહેરાતનું પ્રેઝન્ટેશન કેબિનેટમાં છે. સાથે ચૂંટણીની આગામી રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવી. તો કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવા પર ચર્ચા થશે. રાજ્ય સરકાર તાજેતરમાં ભારે વરસાદથી જે-જે ખેડૂતોને નુકસાન થયું છે, તેઓની માટે રૂ. 600 કરોડના પેકેજની જાહેરાત કરી શકે છે. મુખ્યપ્રધાન પાસે પાક નુક્સાનીના વળતર અંગેનો પ્રસ્તાવ પહોંચી ચૂક્યો છે અને શક્ય છે કે ગણતરીના કલાકોમાં નુક્સાની ભોગવી રહેલા ખેડૂતોને મોટી રાહત મળે તેમ છે. નોંધનીય છે કે ખેડૂતોને (Farmers) થયેલા નુકસાનને લઈને 1100 કરોડ રુપિયાથી વધુનું રાહત પેકેજ પ્રપોઝ કરવામાં આવ્યું છે. જો કે તેની સામે સરકાર 600 કરોડથી વધુનું રાહત પેકેજ જાહેર કરે તેવી સંભાવના છે.
(વિથ ઇનપુટ-કિંજલ મિશ્રા, ગાંધીનગર)