AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ગેરકાયદે બાંધકામને નિયમિત કરવાની અરજીઓ હવે ઓફલાઇન પણ સ્વીકારાશે

ગુજરાત સરકારે હવે ગેરકાયદે બાંધકામને નિયમિત કરવાની અરજીઓ હવે ઓફલાઇન પણ સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નાગરિકોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અન ઓથોરાઇઝ્ડ  ડેવલપમેન્ટ એક્ટ 2022  અન્વયેની અરજીઓ હવે ઓફલાઇન પણ સ્વીકારાશે.

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ગેરકાયદે બાંધકામને નિયમિત કરવાની અરજીઓ હવે ઓફલાઇન પણ સ્વીકારાશે
Gujarat impact FeeImage Credit source: Impact Fee
Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 03, 2023 | 8:13 PM
Share

ગુજરાત સરકારે હવે ગેરકાયદે બાંધકામને નિયમિત કરવાની અરજીઓ હવે ઓફલાઇન પણ સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નાગરિકોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અન ઓથોરાઇઝ્ડ  ડેવલપમેન્ટ એક્ટ 2022  અન્વયેની અરજીઓ હવે ઓફલાઇન પણ સ્વીકારાશે. જેમાં હાલ રાજ્યમાં અનઅધિકૃત બાંધકામ યોગ્ય ફી- દસ્તાવેજો સાથે નિયમિત કરી આપવા માટેના ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અન ઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ 2022 હેઠળ લેવાની થતી અરજીઓ હવે તાત્કાલિક અસરથી ઓનલાઇન અથવા ઓફલાઇન માધ્યમથી સંબંધિત કચેરીઓમાં સ્વીકારવામાં આવશે.

મુખ્યમંત્રી સમક્ષ આવી અરજીઓ ઓફલાઇન પણ સ્વીકારવા માટેની નાગરિકોની મળેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા  ભુપેન્દ્ર પટેલે આ નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ગેરકાયદે બાંધકામને નિયમિત કરવાનો અરજીઓ હવે ઓફલાઇન પણ સ્વીકારાશે.

ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભામાં અનઅધિકૃત વિકાસ નિયમિત કરવા બાબત વિધેયક  પસાર

ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભામાં અનઅધિકૃત વિકાસ નિયમિત કરવા બાબત વિધેયક  સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો  હતો . આ અંગે વિગતો આપતા મંત્રી ઋષિકેશ  પટેલ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર નાગરીકોના હિતમાં તથા આંતરમાળખાકીય સવલતોને વધુ સુદ્દઢ બનાવવા તેમજ અનઅધિકૃત બાંધકામોમાં રહેતા લોકોની સુખ-સલામતી જળવાઇ રહે તે માટે કટીબદ્વ છે. શહેરોમાં વસતા સામાન્ય માનવીના હિતમાં અનઅઘિકૃત બાંઘકામો નિયમિત કરવા જરૂરી અને સમયની માંગ પણ છે.

અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાથી મળેલા નાણાનો ઉપયોગ રાજ્યમાં આંતરમાળખાકીય સવલતો વધુ સુદ્દઢ બનાવવા માટે કરાશે તેમ શહેરી વિકાસ વિભાગ પ્રભાગનો હવાલો ધરાવતા મંત્રી ઋષિકેશ પટેલે  વિધાનસભા ગૃહમાં રજૂ કરાયેલા ‘ગુજરાત અનઅઘિકૃત બાંઘકામ નિયમિત કરવા બાબત વિધેયક, 2022 ’ની જોગવાઇઓ અંગે વિગતો આપી હતી.

વિધેયકની મહત્વની જોગવાઇઓ

    1. રાજયની તમામ મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તામંડળો અને નગરપાલિકાઓ વિસ્તારમાં તા.૦૧ ઓક્ટોબર ૨૦૨૨ પહેલા થયેલા અનઅધિકૃત બાંધકામો નિયમિત કરી શકાશે
    2. વટહુકમની તારીખ 17 ઓક્ટોબર 2022 થી ચાર માસમાં આ બાંધકામો નિયમિત કરવા મકાન માલિક-કબજેદારોએ e-nagar પોર્ટલ પર અરજી કરવાની રહેશે
    3. ફી ભરવા માટે બે માસની સમયમર્યાદા રહેશે
    4. સત્તામંડળના નિર્ણયથી નારાજ અરજદાર નિર્ણય મળ્યાના 60 દિવસમાં અપીલ અધિકારી સમક્ષ અપીલ કરી શકશે
    5. બાંધકામના આધાર માટે નિયત કરેલા દસ્તાવેજોમાં ખોટી માહિતી રજૂ કરનાર સામે ફોજદારી કાયદા મુજબ કાર્યવાહી કરાશે નવી શ૨તની જમીનમાં થયેલ બાંધકામો નિયમિત કરી શકાશે નહી

આ પણ વાંચો : Ahmedabad : ભગવાન જગન્નાથના નવા રથ બનાવવાની કામગીરી પૂરજોશમાં, 4 મહિનામાં રથ બનીને થઇ જશે તૈયાર

Follow Us
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
Breaking News : અમરેલીમાં સિંહ પજવણીનો વિડીયો થયો વાયરલ
Breaking News : અમરેલીમાં સિંહ પજવણીનો વિડીયો થયો વાયરલ
8 મેથી તાપમાન વધીને 42 ડિગ્રી થશે
8 મેથી તાપમાન વધીને 42 ડિગ્રી થશે
આવકના નવા સ્ત્રોત શોધી શકશો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
આવકના નવા સ્ત્રોત શોધી શકશો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
g clip-path="url(#clip0_868_265)">