AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિનો વિકાસ એ જ વિકસિત ગુજરાતનો પાયો, 80મા સ્વતંત્રતા પર્વ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંદેશ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 80મા સ્વતંત્રતા પર્વ પૂર્વે રાજ્યના વિકાસલક્ષી ભવિષ્યનો સંદેશ આપ્યો. તેમણે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા પર ભાર મૂક્યો.

ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિનો વિકાસ એ જ વિકસિત ગુજરાતનો પાયો, 80મા સ્વતંત્રતા પર્વ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંદેશ
| Updated on: Aug 14, 2026 | 7:56 PM
Share

દેશભરમાં 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. આ ઐતિહાસિક અવસર પૂર્વે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જનતાને સંબોધતા સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે આઝાદીના લડવૈયાઓ અને દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર સપૂતોને વંદન કરી તેમની વિરાસતનું સન્માન કરવાની વાત કરી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આઝાદીના આઠ દાયકા પૂર્ણ કરીને આપણે શતાબ્દી વર્ષ તરફ આગળ વધી રહ્યા છીએ.

મુખ્યમંત્રી પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને પ્રેરણાથી ‘દેશ માટે જીવી જાણવાનો’ અને ‘રાષ્ટ્રહિત પ્રથમ’નો મંત્ર જન-જનમાં ગુંજી રહ્યો હોવાનું જણાવ્યું. તેમણે વડાપ્રધાનના ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવા માટે ‘વિકસિત ગુજરાત’ના ધ્યેયને પાર પાડવા પર ભાર મૂક્યો. આ સંકલ્પમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને મુખ્ય આધાર ગણાવવામાં આવ્યા છે.

ચાર આધારસ્તંભોનું સશક્તિકરણ

ગુજરાત સરકારે આ ચાર સ્તંભોના સશક્તિકરણ માટે અનેક આયામો હાથ ધર્યા છે.

ગરીબ અને વંચિતો: કલ્યાણ યોજનાઓને સેચ્યુરેશન એપ્રોચથી 100% લોકો સુધી પહોંચાડી રહી છે. PM-JAY હેઠળ 10 લાખ સુધીની સહાય, આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 16 લાખ પરિવારોને પાકા આવાસ અને વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિજાતિ બાંધવોનો વિકાસ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.

યુવા શક્તિ: યુવાનોને ‘જોબ સીકર’માંથી ‘જોબ ગિવર’ બનાવવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન પોલિસી, તેમજ ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી અમલી બનાવી છે. ડેટા, AI, ઈનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપી રહી છે.

અન્નદાતા ખેડૂતો: ટેકાના ભાવે ખરીદી, કિસાન સન્માન નિધિ, દિવસે વીજળી અને સિંચાઈ માટે પૂરતું પાણી પૂરું પાડી બીજથી બજાર સુધી ખેડૂતોની પડખે ઊભી છે. કુદરતી આફતો સામે ઉદાર સહાય પેકેજ આપી ખેડૂતોને મદદરૂપ થઈ છે.

નારી શક્તિ: સમાજનો 50% હિસ્સો ધરાવતી નારી શક્તિના સ્વાવલંબન માટે નક્કર આયોજનો કર્યા છે. રોજગારી સર્જનમાં નારી શક્તિની ભાગીદારી 42% થી 2047 સુધીમાં 75% સુધી લઈ જવાનો લક્ષ્ય છે. 5 લાખથી વધુ બહેનો લખપતિ દીદી બની પરિવારને આર્થિક આધાર પૂરો પાડે છે.

ટેકનોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રે પ્રગતિ

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ટેકનોલોજી અને ઇમર્જિંગ સેક્ટરમાં ગુજરાત મહત્વના પ્લેયર તરીકે ઉભરી રહ્યું છે. વડાપ્રધાનના પ્રયાસોથી ગુજરાતમાં ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયા છે, જે નવા MSME અને ઉદ્યોગો માટે આત્મનિર્ભરતાની તકો ઊભી કરશે.

વિકાસની અગ્રીમ દિશા

વડાપ્રધાનના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના સૂત્રને ચરિતાર્થ કરતા ગુજરાતમાં ‘વોકલ ફોર લોકલ’થી ગ્રામીણ ઉદ્યોગો, હસ્તકલા અને વિરાસતોને ગ્લોબલ પ્લેટફોર્મ મળ્યું છે. વાઇબ્રન્ટ સમિટની સફળતાથી વિશ્વના રોકાણકારો ગુજરાત આવ્યા છે. ચાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સથી સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજાર મળ્યું છે. નવી ઉદ્યોગ નીતિ 2026, ડેટા સેન્ટર પોલિસી અને શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી જેવી પોલિસીઓ દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રને વેગ મળ્યો છે.

શિક્ષણ અને પર્યાવરણ સુરક્ષા

બાળકોના સંસ્કારયુક્ત શિક્ષણ અને શિક્ષણની ગુણવત્તા સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’થી આંગણવાડીના ભૂલકાઓને પોષક આહાર અપાય છે. પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન ગ્રોથને પ્રાથમિકતા આપતા ‘મિશન લાઇફ’, ‘એક પેડ માં કે નામ’, ‘કેચ ધ રેન’ જેવા અભિયાનો ચલાવાઈ રહ્યા છે.

મુખ્યમંત્રીએ 9મી ઓગસ્ટથી શરૂ થયેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં અગ્રેસર રહી, ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047’ના સંકલ્પ સાથે આગળ વધવા હાકલ કરી. તેમણે 2035માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરને વિકાસના અમૃતકાળ સાથે જોડી સુવર્ણકાળ બનાવવાની આશા વ્યક્ત કરી. અંતે, તેમણે ફરી એકવાર સૌને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી.

અમદાવાદ પોલીસે મહિલાઓ માટે શરૂ કર્યું ‘મિશન સાયબર રક્ષિકા’, 8 આરોપીઓની ધરપકડ

Follow Us
સુરત સિવિલ આપઘાત કેસમાં ડૉ અનુજ એ પોલીસ સમક્ષ કર્યો ચોંકાવનારો દાવો
સુરત સિવિલ આપઘાત કેસમાં ડૉ અનુજ એ પોલીસ સમક્ષ કર્યો ચોંકાવનારો દાવો
કાલોલમાં પાણીના સંપમાંથી અવારનવાર કેમ મળી રહ્યા છે 'પશુના હાડકાં'?
કાલોલમાં પાણીના સંપમાંથી અવારનવાર કેમ મળી રહ્યા છે 'પશુના હાડકાં'?
કચ્છના ખાવડામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
કચ્છના ખાવડામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
ગુજરાતમાં શખ્સ પર બેસી ગઈ સિંહણ, આ રીતે બચાવ્યો પોતાનો જીવ
ગુજરાતમાં શખ્સ પર બેસી ગઈ સિંહણ, આ રીતે બચાવ્યો પોતાનો જીવ
અમદાવાદમાં બે જાણીતી બેકરી સીલ, મેંદાના લોટમાં જીવાતોનો મળ્યો ઢગલો !
અમદાવાદમાં બે જાણીતી બેકરી સીલ, મેંદાના લોટમાં જીવાતોનો મળ્યો ઢગલો !
કલોલના દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ, 12 લાખનો માલ જપ્ત
કલોલના દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ, 12 લાખનો માલ જપ્ત
ગુજરાતમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ
દશામાંના વ્રતના નામે ઢોંગ-ધતીંગ ચાલતા હોવાનો વિજ્ઞાન જાથાનો આક્ષેપ
દશામાંના વ્રતના નામે ઢોંગ-ધતીંગ ચાલતા હોવાનો વિજ્ઞાન જાથાનો આક્ષેપ
રાજકોટમાં ભેળસેળયુક્ત ઈંધણનો કાળો કારોબાર ઝડપાયો
રાજકોટમાં ભેળસેળયુક્ત ઈંધણનો કાળો કારોબાર ઝડપાયો
અનુ. જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યાનો આક્ષેપ, 3 સામે કેસ
અનુ. જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યાનો આક્ષેપ, 3 સામે કેસ
g clip-path="url(#clip0_868_265)">