Gujarat : 9 ઓગસ્ટ બાદ ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થશે ? કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે : ચૂડાસમા

9 ઓગસ્ટ બાદ રાજ્યભરમાં ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવાને લઇને રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનું નિવેદન આપ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 5:15 PM

Gujarat : 9 ઓગસ્ટ બાદ રાજ્યભરમાં ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવાને લઇને રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનું નિવેદન આપ્યું છે. ચુડાસમાએ કહ્યું કે, 9 ઓગસ્ટ બાદ રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે. આ બેઠક બાદ ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવાનો સરકાર નિર્ણય લઇ શકે છે. હાલ તો જયારે કોરોના મહામારી પર ઘણાખરા અંશે અંકુશ આવ્યો છે. ત્યારે ધીરેધીરે રાજયમાં જીવન થાળે પડી રહ્યું છે. અને, શૈક્ષણિક સંકુલો પણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે લાગી રહ્યું છેકે ધોરણ 6થી 8ના શાળાના વર્ગો પણ શરૂ થઇ જશે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">