Gujarat Budget 2023: ગૃહ વિભાગ માટે કુલ રૂપિયા 8574 કરોડની જોગવાઈ, સાયબર ક્રાઇમને નાથવા 15 જિલ્લામાં બનશે ક્રાઇમ પોલીસ સ્ટેશન

ગૃહ વિભાગના બજેટમાં બોમ્બ ડીટેકશન એન્ડ ડીસ્પોઝેબલ ક્સવોડ(BDDS) ટીમની કામગીરીની સાધન સામગ્રીની ખરીદી માટે રૂપિયા 9 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમજ ઇ-ગુજકોપની કામગીરી ઝડપી બનાવવા ટેમ્બલેટની ખરીદી કરવા રૂપિયા 6 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

Gujarat Budget 2023: ગૃહ વિભાગ માટે કુલ રૂપિયા 8574 કરોડની જોગવાઈ, સાયબર ક્રાઇમને નાથવા 15 જિલ્લામાં બનશે ક્રાઇમ પોલીસ સ્ટેશન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2023 | 12:19 PM

રાજ્યના વિકાસમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અગત્યની ભૂમિકા ભજવે છે રાજ્યમાં સતત શાંતિ, સલામતી , સુખાકારી અને સુરક્ષા જળવાયેલા રહે તેમજ વધારે સુદ્રઢ બને તે માટે ગૃહ વિભાગ માટે કુલ 8574 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. સુરક્ષા તથા સંકલિત પરિવહન નિયંત્રણ માટે વિશ્વાસ પ્રોજેક્ટ અને દરેક સ્તરે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રિનેત્ર પદ્ધતિ કાર્યરત છે. ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાયેલા રહે તે માટે પોલીસ તંત્રની કચેરીઓના નિર્માણ અને આધુનિકીકરણ માટે રૂપિયા 257 કરોડની જોગવાઈ કરવામાં આવી છે

  1. પોલીસ જવાનો અને અધિકારીઓના આવાસ માટે ચાલુ વર્ષે રૂપિયા 315 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  2. મો઼ડાસા જેલના નિર્માણ માટે રૂપિયા 22 કરોડની જોગવાઈ કરવામાં આવી છે
  3. સાયબર ક્રાઇમને નાથવામાં 15 જિલ્લામાં ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરવા રૂપિયા 14 કરોડની જોગવાઈ
  4. બોમ્બ ડીટેકશન એન્ડ ડીસ્પોઝેબલ ક્સવોડ(BDDS) ટીમની કામગીરીની સાધન સામગ્રીની ખરીદી માટે રૂપિયા 9 કરોડની જોગવાઈ
  5. અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
    કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
    મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
    એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
    સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
    જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
  6. ઇ-ગુજકોપની કામગીરી ઝડપી બનાવવા ટેમ્બલેટની ખરીદી કરવા રૂપિયા 6 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
  7. પોલીસ તંત્રની કચેરીઓના નિર્માણ અને આધુનિકીકરણ માટે રૂપિયા 257 કરોડની જોગવાઈ કરવામાં આવી છે

ગત વર્ષે  ગૃહ વિભાગનું બજેટ રૂપિયા 8325 કરોડ હતું

નાગરિકોની સુરક્ષા, ભયમુકત વાતાવરણનું સર્જન, કાયદો અને વ્યવસ્થાની  પરિસ્થિતિ જાળવવી એ રાજ્ય સરકારની ફરજ છે. આ માટે રાજ્યની પોલીસને અત્યાધુનિક શસ્ત્ર સરંજામ અને સાધન સામગ્રીથી સુસજ્જ કરવામાં આવેલા છે. નોંધનીય છે કે ગત વર્ષે  ગૃહ વિભાગનું બજેટ રૂપિયા 8325 કરોડ હતું.  જેમાં આ વર્ષે વધારો કરવામાં આવ્યો છે.

કાયદા વિભાગ માટે કુલ રૂપિયા 2014 કરોડની જોગવાઈ

સુલભ, ઝડપી અને બિન ખર્ચાળ ન્યાય વ્યવસ્થા લોકતંત્રના પાયામાં છે. ન્યાયાલયોની સંખ્યા વધારવા તેમજ ન્યાય વ્યવસ્થામાં નવી તકનિક સાથે ઝડપ લાવવા સરકાર કટિબદ્ધ છે. પ્રોસિક્યુશનની કામગીરીને અસરકારક અને કાર્યક્ષમ બનાવવા અદ્યતન ટેકનોલોજી અને આધુનિક માળખાગત સુવિધાઓ સરકારે ઊભી કરે  છે. છેવાડાના માનવી સહિત સમાજના દરેક વર્ગની વ્યક્તિને સરળતાથી તથા પારદર્શી રીતે ન્યાય મળી શકે તે માટે આગામી વર્ષોમાં 75 ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટ તથા 25 સિનિયર સિવિલ જજની કોર્ટ સ્થાપવામાં આવશે. કાયદા વિભાગ માટે આ વર્ષે બજેટમાં કુલ 2014 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

  1. જુદા જુદા સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામો તેમજ જાળવણી માટે રૂપિયા 211 કરોડની ફાળવણી
  2. ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેણાંક મકાનો માટે રૂપિયા 179 કરોડની જોગવાઈ
  3. ઇ કોર્ટ મઇશન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત હાઇકોર્ટ તથા બીજી અદાલતોમાં કમ્પ્યૂટરાઇઝેશન અને ડિજિટાઇઝેશન દ્વારા વ્યવસ્થાને સરલ બનાવવા અને પારદર્શિતા લાવવા તેમજ પક્ષકારોને ઓનલાઇન સગવડ આપવા માટે રૂપિયા 28 કરોડની જોગવાઈ
  4. વકીલોના કલ્યાણ માટેના વેલફેર ફંડ અંતર્ગત રૂપિયા 5 કરોડની જોગવાઈ
  5. આગામી વર્ષોમાં 75 ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટ તથા 25 સિનિયર સિવિલ જજની કોર્ટ સ્થાપવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">