AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Budget 2022 : ગૃહ વિભાગ માટે કુલ રૂપિયા 8325 કરોડની જોગવાઇ, વિવિધ સંવર્ગની 1094 નવી જગ્યાઓ ઊભી કરાશે

રાજ્ય પોલીસતંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા માટે છેલ્લા પાંચ વર્ષમાં જુદા જુદા સંવર્ગોમાં અંદાજે 29 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવેલ છે. આ ઉપરાંત વિવિધ સંવર્ગની અંદાજે 12 હજાર જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા પ્રગતિમાં છે.

Gujarat Budget 2022 : ગૃહ વિભાગ માટે કુલ રૂપિયા 8325 કરોડની જોગવાઇ, વિવિધ સંવર્ગની 1094 નવી જગ્યાઓ ઊભી કરાશે
Gujarat Budget 2022: Total provision of Rs. 8325 crore for Home Department
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 4:30 PM
Share

Gujarat Budget 2022 : નાગરિકોની સુરક્ષા, ભયમુકત વાતાવરણનું સર્જન, કાયદો અને વ્યવસ્થાની (Law and order)પરિસ્થિતિ જાળવવી એ રાજ્ય સરકારની ફરજ છે. આ માટે રાજ્યની પોલીસને (Police) અત્યાધુનિક શસ્ત્ર સરંજામ અને સાધન સામગ્રીથી સુસજ્જ કરવામાં આવેલ છે. ક્રાઇમ ઇન્વેસ્ટીગેશનમાં વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા એફ.એસ.એલ.ને નવા શિખર ઉપર પહોંચાડેલ છે. રાજ્ય પોલીસતંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા માટે છેલ્લા પાંચ વર્ષમાં જુદા જુદા સંવર્ગોમાં અંદાજે 29 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવેલ છે. આ ઉપરાંત વિવિધ સંવર્ગની અંદાજે 12 હજાર જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા પ્રગતિમાં છે.

• પોલીસ પેટ્રોલિંગ અને સેવાઓની જાળવણી માટે, 2256 વાહનો ખરીદવા જોગવાઈ 183 કરોડ

• ગૃહ વિભાગ હેઠળ વિવિધ સંવર્ગની 1094 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. જેના માટે જોગવાઇ રૂપિયા 41 કરોડ.

• પોલીસ ખાતા માટે 48 હજારથી વધુ મકાનોનું નિર્માણ કરેલ છે. રહેણાંક અને બિન રહેણાંક મકાનોના નિર્માણ માટે જોગવાઇ રૂપિયા 861 કરોડ.

• જિલ્લા જેલ, સબ જેલ અને સ્ટાફ ક્વાટર્સના નિર્માણ માટે જોગવાઇ રૂ. 158 કરોડ.

• વિશ્વાસ પ્રોજેકટ તથા અન્ય આઈ.ટી. પ્રોજેકટ માટે જોગવાઈ રૂ.70 કરોડ.

• ડ્રીમ સિટી સુરત અને ગીફ્ટ સિટી ખાતે નવા પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવશે.

• બોર્ડર એરીયાની સિક્યોરીટી વ્યવસ્થાને સુદૃઢ કરવા માટે કચ્છ જિલ્લામાં ધોરડો, હાજીપીર અને ગાગોદરા આઉટપોસ્ટને પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરવામાં આવશે.

• ઈ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત હાર્ડવેર અને સોફટવેરની ખરીદી કરવા માટે જોગવાઈ રૂ. 28 કરોડ.

• હાલની ટુ ફીંગરના સ્થાને ફાઇવ ફીંગર આધારિત ઓટોમેટેડ ફીંગર આઈડેન્ટીફીકેશન સિસ્ટમ ખરીદ કરવા માટે જોગવાઈ રૂ. 34 કરોડ.

• પોલીસ આધુનિકીકરણ યોજના હેઠળ જોગવાઈ રૂ. 15 કરોડ.

• બોમ્બ ડીસ્પોઝલ એન્‍ડ ડીટેકશન સ્ક્વોડની કામગીરી માટે સાધન-સામગ્રીની ખરીદી કરવા માટે જોગવાઈ રૂ. 5 કરોડ.

• જેલો તેમજ આનુષંગિક કચેરીઓ ખાતે CCTV લગાડવા જોગવાઇ રૂ. 3 કરોડ

• રેપીડ ડ્રગ ટેસ્ટ માટે મોબાઇલ ડ્રગ ટેસ્ટીંગ એનલાઇઝરની ખરીદી તેમજ સીરોલોજીકલ પદ્ધતિના બદલે લુપ મેડીએટેડ આઇસોથર્મલ એમ્પ્લીફિકેશન સિસ્ટમના સાધનોની ખરીદી માટે જોગવાઇ રૂ. 2 કરોડ.

કાયદા વિભાગ માટે કુલ રૂ.1740 કરોડની જોગવાઇ

સુલભ, ઝડપી અને બિન ખર્ચાળ ન્યાય વ્યવસ્થા લોકતંત્રના પાયામાં છે. ન્યાયાલયોની સંખ્યા વધારવા તેમજ ન્યાય વ્યવસ્થામાં નવી તકનિક સાથે ઝડપ લાવવા સરકાર કટિબદ્ધ છે. પ્રોસિક્યુશનની કામગીરીને અસરકારક અને કાર્યક્ષમ બનાવવા અદ્યતન ટેકનોલોજી અને આધુનિક માળખાગત સુવિધાઓ સરકારે ઊભી કરેલ છે.

• નવી કોર્ટ બિલ્‍ડીંગના બાંધકામ માટે જોગવાઇ રૂ.45 કરોડ.

• રહેઠાણના મકાનોના બાંધકામ માટે જોગવાઇ રૂ.83 કરોડ.

• હયાત કોર્ટ બિલ્ડિંગ તથા રહેણાંકોના મકાનોના મરામત માટે જોગવાઇ રૂ. 12 કરોડ.

• વકીલોના કલ્યાણ માટેના વેલફેર ફંડમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને સહાય આપવા માટે જોગવાઇ રૂ.6 કરોડ.

• પ્રોસિક્યુશનની કામગીરી માટે સરકારી વકીલોને લેપટોપ, પ્રિન્ટર તથા લૉ સોફટવેર આપવા માટે જોગવાઇ રૂ.5 કરોડ.

• ન્યાયતંત્ર માટેની માળખાકીય સુવિધાઓ માટે રૂ.216 કરોડના કામો હાલ પ્રગતિમાં છે.

આ પણ વાંચો : Gujarat Football: ગુજરાતમાં પહેલીવાર રમાશે ફૂટબોલ ક્લબ ચેમ્પિયનશીપ લીગ

આ પણ વાંચો : Gujarat Budget 2022 : લોકોને રાહત, કોઇ નવા કરવેરા ના ઝીંકાયા, પ્રોફેશનલ ટેક્સમાં રાહત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">