ગુજરાતમાં કોરોનાના નવા 768 કેસ નોંધાયા, કોરોનાના એક્ટિવ કેસ 5895એ પહોંચ્યા
ગુજરાતમાં કોરોનાના કેસો હજુ પણ યથાવત છે. જેમાં 07 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 768 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસ 5895 એ પહોંચ્યા છે. જયારે કોરોના રિકવરી રેટ 98.66 ટકા થયો છે.
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસો હજુ પણ યથાવત છે. જેમાં 07 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 768 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસ 5895 એ પહોંચ્યા છે. જયારે કોરોના રિકવરી રેટ 98.66 ટકા થયો છે. જયારે કોરોનાથી આજે 899 લોકો સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 230, વડોદરામાં 68, ગાંધીનગરમાં 58, મહેસાણામાં 55, વડોદરામાં 45, સુરતમાં 40, રાજકોટમાં 34, અમરેલીમાં 28, સુરતમાં 28, રાજકોટમાં 26, અમરેલીમાં 28, સુરતમાં 28, રાજકોટ જિલ્લામાં 26, ગાંધીનગરમાં 25, બનાસકાંઠામાં 21, ભરૂચમાં 18, કચ્છમાં 14, સાબરકાંઠા 14, નવસારીમાં 09, પાટણમાં 09, જામનગરમાં 08, અમદાવાદ જિલ્લામાં 07, મોરબીમાં 07, વલસાડમાં 06, ખેડામાં 03, આણંદમાં 02, ભાવનગરમાં 02, દ્વારકામાં 02, પોરબંદરમાં 02, સુરેન્દ્રનગરમાં 02, તાપીમાં 02, ભાવનગરમાં 01, ગીર સોમનાથમાં 01 અને જામનગરમાં 01 કેસ નોંધાયા છે.
શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત
કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
કોરોનાના લક્ષણો ધરાવતા દર્દી મુસાફરી ન કરે
જે લોકોને કોરોનાના લક્ષણો હોય તેવા દર્દીઓએ નૈતિક જવાબદારી સમજીને પર્યટન ન કરે અને ઘરે તેવી અપીલ કરાઇ છે. આ ઉપરાંત લોકોને તાત્કાલિક બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરાઇ છે. કોરોના કારણે દેશ અને દુનિયામાં માનસિક, શારીરિક અને આર્થિક રીતે લોકોને ખુબ નુકશાન થયુ છે. જો સાવચેતી નહીં રાખવામાં આવે તો કોરોના ફરી તબાહી મચાવી શકે છે. તેથી યોગ્ય પગલા લઈ, સાવચેતી રાખવી જરુરી છે.