Gujarat માં કોરોનાના નવા 140 કેસ નોંધાયા, સૌથી વધુ અમદાવાદમાં 79 કેસ

ગુજરાતમાં હાલ કોરોનાના (Corona) એક્ટિવ કેસની સંખ્યા 778 થવા પામી છે. જ્યારે કોરોના રિકવરી દર 99. 04 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 66 દર્દીઓ સાજા થયા છે.

Gujarat માં કોરોનાના નવા 140 કેસ નોંધાયા, સૌથી વધુ અમદાવાદમાં 79 કેસ
Gujarat Corona Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2022 | 7:53 PM

ગુજરાતમાં (Gujarat) કોરોના (Corona) કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા પાંચ દિવસથી રાજ્યમાં કોરોનાના કેસ 100 થી ઉપર નોંધાયા છે. જેમાં આજે 12 જૂનના રોજ કોરોનાના  નવા 140 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધારે 79 કેસ અમદાવાદમાં (Ahmedabad) નોંધાયા છે. જ્યારે વડોદરા 21,સુરત 11, ગાંધીનગરમાં 05, મહેસાણા 02, કચ્છ 03, રાજકોટ 02, સાબરકાંઠા 03, અમદાવાદ જિલ્લામાં 02, ભાવનગર 02 , ગીર સોમનાથ 02, સુરત જિલ્લામાં 02, ગાંધીનગર જિલ્લામાં 01, ખેડા 01 અને પાટણમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 778 થવા પામી છે. જ્યારે કોરોના રિકવરી દર 99. 04 ટકા થયો છે. તેમજ કોરોનાથી 66 દર્દીઓ સાજા થયા છે.

જેમાં રાજ્યમાં 11 જૂનના રોજ નવા 154 કેસ નોંધાયા હતા . જેમાં રાજ્યમા કોરોનાનો સૌથી વધુ 80 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. તેમજ  કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ 608 પર પહોંચી હતી. રાજ્યમાં પાછલા 15 દિવસથી કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવી રહ્યાં છે.

રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર કોરોના પોઝિટિવ

રાજ્યમાં ફરી કોરોના માથું ઉંચકી રહ્યો છે. ધીમે ધીમે પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે ગુજરાતના મુખ્ય સચિવ ને પણ કોરોના થયો છે. રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર કોરોના પોઝિટિવ આવ્યા છે. જેના પગલે તેઓ ઘરમાં જ આઇસોલેટ થઈ ગયા છે અને ઘરમાં જ સારવાર લઇ રહ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોરોના વઘતા એલર્ટ

ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા સપ્તાહના આંકડાઓ પર નજર કરીએ તો કોરોનાના કેસ વધી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. છેલ્લા સાત દિવસમાં કોરોનાના કેસમાં ધીમી ગતીથી થતો વધારો ચિંતાનું કારણ છે.. આ તરફ અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એલર્ટ થયુ છે.

AMC તરફથી શહેરીજનોને માસ્ક ફરી ફરજીયાત કરવા સૂચના આપી છે. હાલના સમયમાં ફરી મોટાભાગના લોકો માસ્ક વગર અને કોરોનાના ડર વગર બજારોમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યાં હોવાનું AMCનું તારણ છે. કોરોનાના કેસ અંગેના આંકડાઓને જોતા મહામારીની સ્થિતિ હાલ પણ યથાવત હોવાથી માસ્કનો ઉપયોગ ચાલુ રાખવા AMCએ લોકોને સલાહ પણ આપી છે. આ સાથે વિચારણા કરાઇ રહી છે.. સામાજિક અંતરનું યોગ્ય પાલન કરવા પણ આગામી દિવસોમાં AMC ઝુંબેશ શરૂ કરી શકે છે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">