Gujarat ને પ્રાકૃતિક ખેતીનું રોલ મોડેલ બનાવવા સરકારની કવાયત, બે લાખથી વધુ ખેડૂતોને માર્ગદર્શન અપાયું

ગુજરાતના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને( Natural Farming) રાજ્યપાલના માર્ગદર્શનમાં સતત પ્રોત્સાહન મળી રહ્યું છે. અત્યાર સુધીમાં 2,44,000 ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમ જ દેશી ગાયઆધારિત ખેતી માટે 213 કરોડ રૂપિયા તથા ડાંગ જિલ્લા માટે 31 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે.

Gujarat ને પ્રાકૃતિક ખેતીનું રોલ મોડેલ બનાવવા સરકારની કવાયત, બે લાખથી વધુ ખેડૂતોને માર્ગદર્શન અપાયું
Gujarat CM Bhupendra Patel And Governer Acharya Devvrat Address Natural Farming Video Conference
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 6:42 PM

ગુજરાતના (Gujarat) રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની(Cm Bhupendra Patel)ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ(Natural Farming) અંગેની વિડિયો કોન્ફરન્સ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતીને રાસાયણિક કૃષિના ઝેરથી મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને દેશનો રોલમોડેલ બનાવવા વહીવટી તંત્રના સૌ અધિકારીઓ સંકલ્પબદ્ધ બને. આ કોન્ફરન્સમાં રાજ્યના તમામ જિલ્લાના ખેતીવાડી અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ પણ જોડાયા હતા.

આ વિડિયો કોન્ફરન્સ પરિસંવાદના પ્રારંભે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને રાજ્યપાલના માર્ગદર્શનમાં સતત પ્રોત્સાહન મળી રહ્યું છે. અત્યાર સુધીમાં 2,44,000 ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમ જ દેશી ગાયઆધારિત ખેતી માટે 213 કરોડ રૂપિયા તથા ડાંગ જિલ્લા માટે 31 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે.

રાજ્યપાલે આ વર્ચ્યુઅલ બેઠકમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પરિણામલક્ષી પ્રયાસો અને ખેડૂતોના પુરુષાર્થથી પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન ગ્રામીણ સ્તર સુધી પહોંચ્યું છે, ત્યારે જિલ્લા પ્રશાસનના સહયોગથી ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે દેશભરને પ્રેરણા પૂરી પાડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રાકૃતિક કૃષિના જનઅભિયાનને રાષ્ટ્રવ્યાપી બનાવવાના સંકલ્પને સાકાર કરી શકાશે.પ્રાકૃતિક કૃષિના મિશનને રાજ્યવ્યાપી બનાવવા રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલા ઘનિષ્ઠ પ્રયાસો બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024

રાજ્યપાલે જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિને કારણે જળ, જમીન અને પર્યાવરણ દૂષિત થાય છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં ૨૪ ટકા હિસ્સો રાસાયણિક કૃષિનો છે. રસાયણોથી દૂષિત આહાર આરોગવાથી લોકો અસાધ્ય રોગનો ભોગ બની રહ્યા છે. કેન્દ્ર સરકાર રાસાયણિક ખાતરો પાછળની સબસિડીને કારણે 1,60,000 કરોડનો આર્થિક બોજ ઊઠાવે છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના બેફામ ઉપયોગથી જમીનનો ઓર્ગેનિક કાર્બન દિન પ્રતિદિન ઘટતો જાય છે અને જમીન બંજર બની રહી છે. કૃષિ ખર્ચ સતત વધતો જાય છે અને ઉત્પાદન ઘટતું જાય છે, સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળે છે.

તેમણે જણાવ્યું હતું કે પ્રત્યેક જિલ્લામાં દેશી ગાય ધરાવતા અથવા દેશી ગાયના પાલનપોષણ માટે પ્રતિમાસ રૂપિયા ૯૦૦ની સહાય મેળવતા ખેડૂતોનો સંપર્ક કરી તેઓ પ્રાકૃતિક કૃષિ કરે છે કે નહીં તેની માહિતી મેળવવામાં આવે અને યોગ્ય માર્ગદર્શન દ્વારા તેમને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરવામાં આવે.

જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રાકૃતિક ખેતી સંવાદમાં જોડાયેલા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓ અને ખેતીવાડી, પશુપાલન અધિકારીઓને ટીમ વર્કથી કાર્યરત રહેવા આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે આવા ટીમ વર્કથી પ્રધાનમંત્રીના સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને સાકાર કરી પ્રાકૃતિક ખેતીથી સર્વગ્રાહી કૃષિ વિકાસ થઈ શકશે

મુખ્યમંત્રીએ શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા ત્રણ પાયા પર વિકાસની બુનિયાદ બુલંદ બની શકે તેની વિભાવના આપતા જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી-રસાયણમુક્ત ખેતીથી જમીનનું સ્વાસ્થ્ય અને આવી ખેતીના ઉત્પાદનોથી માનવીનું સ્વાસ્થ્ય સુધરી શકે તે નિશ્ચિત છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વમાં ગુજરાતે પ્રાકૃતિક ખેતીની જે મુહિમ ચલાવી છે તે ગ્લોબલ વોર્મિંગનો ઉપાય અને જમીન, જળ રક્ષણનું એક આગવું ઉદાહરણ છે. તેમજ લોકો હવે નેચરલ ફાર્મિંગ માટે જાગ્રત થયા પરંતુ ગુજરાતે તો તેને જનઆંદોલન બનાવ્યું છે

તેમણે કહ્યું કે પ્રાકૃતિક ખેતીનું આ એવું મોટું કામ છે જે આખી પેઢી યાદ કરશે. અને આજની તથા આવતીકાલની પેઢીને આપણે સ્વાસ્થ્ય સુરક્ષાની મોટી ભેટ આપી શકીશું. મુખ્યમંત્રીએ આ કાર્યોને લોકો સુધી પહોંચાડવાનો બેઈઝ આવા પરિસંવાદ બન્યા છે

(With Input Kinjal Mishra ,Gandhinagar) 

g clip-path="url(#clip0_868_265)">