Gandhinagar : જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માગ સાથે સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકોના ધરણાં

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના બેનર હેઠળ ધરણાનો કાર્યક્રમ યોજાયો.જેમાં જૂની પેન્શન યોજના (Old Pension Scheme) ફરી શરૂ કરવાની માગ સાથે મોટી સંખ્યામાં શિક્ષકો એકત્રિત થયા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 4:38 PM

ગુજરાતમાં(Gujarat) જૂની પેન્શન યોજના (Old Pension Scheme) ફરી શરૂ કરવાની માગ સાથે શિક્ષકોએ (Techers) આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના બેનર હેઠળ ધરણાનો  કાર્યક્રમ યોજાયો.જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો એકત્રિત થયા અને સરકાર વિરુદ્ધ  સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શનમાં સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય સંવર્ગ, ઉચ્ચ શિક્ષા સંવર્ગ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભારતીય મજદૂર સંઘના હોદેદારો જોડાયા હતા.શિક્ષકોનો આક્ષેપ છે કે નવી પેન્શન યોજનાથી કર્મચારીઓનું અહિત થશે.

આ  પૂર્વે  ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજના અમલ કરવાના 1 એપ્રિલના આહવાનને લઈ સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શિક્ષક સંઘના તાલુકાના તમામ શિક્ષકોએ પ્રતિસાદ આપ્યો હતો . જેમાં  કાળી પટ્ટી ધારણ કરીને સોશિયલ મીડિયામાં ફોટા અને વિડીયો પણ પ્રસારિત કરીને પોતાની માગણી રજૂ કરી હતી. ત્યારે હવે ફરી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ કરવામાં આવી છે.શિક્ષકો દ્વારા સરકારને વર્ષ 2005 થી NPS ની જગ્યાએ OPS જૂની પેન્શન યોજના વહેલી તકે લાગુ કરીને શિક્ષક સમાજના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી અગાઉ પણ માગણી કરવામાં આવી હતી. કોઇ નિર્ણય ન લેવાતા હવે શિક્ષકો લડી લેવાના મૂડમાં છે.

ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ ક્ષેત્ર સિવાયના તમામ કેન્દ્રીય કર્મચારીને એનપીએસ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. રાજ્યોને પણ સ્વૈચ્છિક રીતે એનપીએસ અમલી કરવાની સૂચના આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળને બાદ કરતાં તમામ રાજ્યોએ એનપીએસ લાગુ કર્યો છે.

( With Inputs From  Sachin Patil ) 

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">