AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vibrant Gujarat Summit 2022 : કોરોનાની વકરતી સ્થિતિ વચ્ચે સરકાર સમિટ યોજવા અડગ

ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2022 આર્થિક વિકાસ, મૂડીરોકાણ અને રોજગારી સર્જન માટે મહત્વની છે

Vibrant Gujarat Summit 2022 : કોરોનાની વકરતી સ્થિતિ વચ્ચે સરકાર સમિટ યોજવા અડગ
Gujarat Minister Brief On Vibrant Gujarat Summit 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 8:41 PM
Share

ગુજરાતમાં(Gujarat) જ્યારે કોરોનાના (Corona)કેસો કૂદકે ને ભૂસકે વધી  રહ્યા છે  ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) જણાવ્યું કે વાયબ્રન્ટ ગુજરાત સમિટ(Vibrant Gujarat Summit) આર્થિક વિકાસ, મૂડીરોકાણ અને રોજગારી સર્જન માટે મહત્વની છે . તેમજ વાયબ્રન્ટ ગુજરાત સમિટ કોરોના પ્રોટોકોલનું પાલન થાય તે રીતે ફિઝીકલી જ યોજાશે.

ગુજરાત સરકારે ગાઈડલાઈનમાં ફેરફાર કરવા કેન્દ્ર સરકારને ભલામણ કરી

જ્યારે હાઈ-રિસ્ક દેશોમાથી આવતા પ્રવાસીઓ માટે 7 દિવસનું આઇસોલેશન કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ફરજિયાત છે ત્યારે ગુજરાત સરકારે આ ગાઈડલાઈન માં  ફેરફાર  કરવા દિલ્લી મંત્રાલયમાં વાત કરી છે. હાલ ઇન્ટરનેશનલ પેસેન્જરોનું સ્ક્રીનીંગ એરપોર્ટ ખાતે જ કરવામાં આવે છે જેમાં હાઈ રિસ્ક દેશમાંથી આવેલના RTPCR ટેસ્ટ કરવામાં આવે છે. પોઝીટીવ દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે .

તેમજ તમામ પોઝીટીવ દર્દીના સેમ્પલ જીનોમ સીકવન્સીંગ માટે મોકલી આપવામાં આવે છે તેમની સાથેના તમામ વ્યક્તિઓનું કોન્ટેક્ટ ટ્રેસીંગ કરી ટેસ્ટીંગ કરવામાં આવે છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 26 દેશ કન્ટ્રી પાર્ટનર

ગુજરાતમાં ગાંધીનગરના મહાત્મા મંદિરમાં જાન્યુઆરી માસમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022  ને લઇને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જેમાં આ વખતની વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 26 દેશ કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાવવાના છે. તેમજ અત્યાર સુધી 6245  જેટલી કંપનીઓ પર રજીસ્ટર થઈ છે. જ્યારે  11579 જેટલા લોકોએ પણ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં નોંધણી કરાવી છે.

યુકે પણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયું

જો કે આ વખતે યુકે પણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયું છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇઝરાયેલ, ઇટલી, જાપાન, દક્ષિણ કોરિયા, લક્ઝમ્બર્ગ, મોઝામ્બિક, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, શ્રીલંકા, સ્વિડન, યુએઇ, કેનેડા, ઇન્ડોનેશીયા, ઈઝરાયેલ કન્ટ્રી પાર્ટનર બન્યા છે.

ગુજરાતમાં  યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022નું પીએમ મોદી 10 જાન્યુઆરીના રોજ ઉદ્ઘાટન કરશે. ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે 24,185 કરોડના MoU થયા. આ MoUથી 3 હજાર 500 જેટલા લોકોને રોજગારીનો અવસર છે.

આ પણ વાંચો: અમદાવાદમાં નવા વર્ષની ઉજવણીને પગલે પોલીસ સતર્ક, ધડયો આ એકશન પ્લાન

આ પણ વાંચો :  શિયાળામાં વડોદરાના વઢવાણા આવતા યાયાવર પક્ષીઓની અવલોકન પદ્ધતિથી ગણતરી થશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">