શિયાળામાં વડોદરાના વઢવાણા આવતા યાયાવર પક્ષીઓની અવલોકન પદ્ધતિથી ગણતરી થશે

સો એક વર્ષ પૂર્વે મહારાજ સયાજીરાજ ગાયકવાડે સિંચાઇના હેતુથી વઢવાણા તળાવ બંધાવ્યું હતું. તળાવનો વિસ્તાર ૧૦.૩૮ ચોરસ કિલોમિટર છે અને ૮૮૧૬ હેક્ટર કમાન્ડ વિસ્તાર છે. હવે તો નર્મદાનું પાણી પણ આ તળાવમાં ઠલવાય છે.

શિયાળામાં વડોદરાના વઢવાણા આવતા યાયાવર પક્ષીઓની અવલોકન પદ્ધતિથી ગણતરી થશે
Migratory birds will be counted by observation method in Wadhwana of Vadodara
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Dec 30, 2021 | 5:12 PM

હેમંતથી શિશિર સુધીના શિયાળુ વિઝા લઇ વડોદરાના વઢવાણા આવતા યાયાવર પક્ષીઓની ગણતરી થશે

હેમંતથી શિશિર ઋતુની ફૂલ ગુલાબી ઠંડીની સાથે લગ્નસરાને માણવા માત્ર બિનનિવાસી ગુજરાતી જ વડોદરાની મુલાકાત લે એવું બિલ્કુલ નથી. મોટાભાગે ઉત્તરીય મોસમી પવનો સાથે ફૂંકાતી શીતલહેરની માણવા માટે “શિયાળુ વિઝા” લઇ દૂર દૂરના હિમ પ્રદેશોમાંથી આવતા યાયાવર પક્ષીઓ પણ વડોદરા આસપાસના જળ પ્લાવિત વિસ્તારોમાં ડેરા નાખે છે અને મહેમાનગતિ માણે છે.

ખાસ કરીને રામસર સાઇટ એવા વઢવાણા તળાવમાં તો અનેક પ્રકારના વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. હજારોની સંખ્યામાં આવતા આ વિદેશી પંખીડાઓને વન વિભાગ યજમાનગતિ પૂરી પાડે છે. સાથે, મહેમાન બનેલા પક્ષીઓની પ્રતિવર્ષ ગણતરી કરે પણ છે. વઢવાણા રામસર સાઇટ ખાતે આગામી તા.૭મીએ પક્ષી ગણતરી થવાની છે. વન વિભાગ દ્વારા થતી આ પક્ષી ગણતરીની પદ્ધતિ રસપ્રદ છે.

વઢવાણા તળાવ પરિસરને ૧૩ ઝોનમાં વિભાજિત કરી સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો સાથે રાખી વિદેશી પક્ષીઓની ગણતરી હાથ ધરાશે

એસીએફ શ્રી એચ. ડી. રાવલજીએ જણાવ્યું હતું કે ૯૦૦ હેક્ટર જેટલો વિસ્તાર ધરાવતા વઢવાણા તળાવની રામસર સાઇટને ત્યાં આવેલા યાયાવર પક્ષીની ગણતરી કરવા વન વિભાગ દ્વારા કુલ ૧૩ ઝોનમાં વિભાજિત કર્યું છે અને ઝંડી ડીમાર્કેશન કરવામાં આવ્યું છે. એમાંથી તળાવની અંદર કુલ આઠ અને તળાવ બહાર પાંચ ઝોન છે. વઢવાણા તળાવ આસપાસના કેટલાક બીજા તળાવ અને વિસ્તારોમાં પક્ષીઓની આવન-જાવન થતી રહે છે. એટલે, તેનું પણ ઝોનિંગ કરવામાં આવ્યું છે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

વઢવાણા રામસર સાઇટ ખાતે આગામી તા.૭મીએ પક્ષી ગણતરી થવાની છે

સ્વૈચ્છિક સંસ્થાઓના તજજ્ઞો સાથે રાખીને પક્ષીની ગણતરી કરવામાં આવે છે. કુલ ૧૩ ટીમોનું ગઠન કરવામાં આવે છે. એક ટીમમાં વન વિભાગના ૨ કર્મયોગીઓ અને સ્વૈચ્છિક સંસ્થાના તજજ્ઞો મળી લઘુતમ આઠ વ્યક્તિની ટીમોનું ગઠન કરવામાં આવે છે. આ તજજ્ઞો પક્ષીના વ્યવહાર, તેના પ્રકાર સહિતની બાબતોથી સારી રીતે વાકેફ હોઇ છે. તેમ આરએફઓ શ્રી પી. એન. પરમારે કહ્યુ હતુ.

પક્ષીઓને ખલેલ ના થાય એ રીતે આ ગણતરી કરવાની હોઇ છે. ટીમો પાસે દૂરબીન જેવા દૂરદર્શક ઉપકરણો હોય છે. મોટાભાગે એવું બને છે કે, તળાવમાં પાણી ના હોય એવા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પક્ષીઓ હોય છે. અંદર ત્રણેક ટેકરા પણ છે. તેઓ અવલોકન કરે છે અને જાત-સંખ્યા દર્શાવતા ફોર્મમાં વિગતો ભરે છે. અવલોકનના આધારે પક્ષીઓની સંખ્યા ઉપરાંત પોતાના જ્ઞાનના આધારે તેનો પ્રકાર નક્કી કરી ટેક્નિકલ ટીમને તે ડેટા આપે છે. આ ડેટાને એકત્ર કરી તેને તજજ્ઞો દ્વારા રેક્ટિફાઇ કરવામાં આવે છે.

પક્ષી ગણતરી સવારના ૯ થી ૧૨ અને બપોર બાદ ૨ થી ૪ દરમિયાન કરવામાં આવે છે. આ બે તબક્કા દરમિયાન એક ઝોનમાંથી ઉડીને બીજા ઝોનમાં જતાં પક્ષીઓ અંગેની જાણકારી જેતે ઝોનની ટીમોને આપવામાં આવે છે. જેથી ગણતરી બેવડાઇ નહીં. ગત વર્ષે ૬૮ હજાર જેટલા વિદેશી પક્ષીઓ નોંધાયા હતા. આ પક્ષીઓ મુખ્યત્વે યુરોપિયન દેશો અને સર્બિયાથી આવે છે. વઢવાણા તળાવ આસપાસના વિસ્તારોમાં ડાંગરનો પાક પુષ્કળ થાય છે. એટલે, યાયાવર પક્ષીઓને ચણ આસાનીથી મળી રહે છે.છીછરા પાણી વાળી કાદવિયા જમીનમાં જૈવિક આહાર વિવિધતા ની મિજબાની પણ માણવા મળે છે.

સો એક વર્ષ પૂર્વે મહારાજ સયાજીરાજ ગાયકવાડે સિંચાઇના હેતુથી વઢવાણા તળાવ બંધાવ્યું હતું. તળાવનો વિસ્તાર ૧૦.૩૮ ચોરસ કિલોમિટર છે અને ૮૮૧૬ હેક્ટર કમાન્ડ વિસ્તાર છે. હવે તો નર્મદાનું પાણી પણ આ તળાવમાં ઠલવાય છે. વઢવાણા પરિસરની પર્યાવરણીય મૂલ્યને કારણે વર્ષ ૨૦૦૫માં કેન્દ્ર સરકાર દ્વારા વેટલેન્ડ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્ટ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું.

મજાની વાત તો એ છે કે, ગુજરાતમાં જોવા મળતા લગભગ ૫૫૦ જાતના પક્ષીઓ પૈકી એકલા વઢવાણામાં જ ૨૫૦ જેટલી પ્રજાતિ જોવા મળે છે. યાયાવર પક્ષીઓ પૈકી રાજ હંસ, ગાજ હંસ મોટા પ્રમાણમાં વઢવાણા આવે છે.

આ પણ વાંચો : Vibrant Gujarat Summit 2022 : જાણો કેટલા દેશો બન્યા કન્ટ્રી પાર્ટનર આટલી કંપનીઓ થઈ રજીસ્ટર

આ પણ વાંચો : Gujarat Seed Congress 2021: પ્રાકૃતિક ખેતી, નવી ટેકનોલોજી, જિન એડીટિંગ અને ઉદ્યોગના પડકારો પર થઈ ચર્ચા

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">