અમદાવાદમાં નવા વર્ષની ઉજવણીને પગલે પોલીસ સતર્ક, ધડયો આ એકશન પ્લાન
અમદાવાદ પોલીસ કરફ્યૂ ભંગ કરી બહાર નીકળનાર પર CCTVથી નજર રાખવામાં આવશે. આ અંગે કંટ્રોલરૂમમાં રહેલા CCTVથી મોનિટરિંગ કરવામાં આવશે.
અમદાવાદ(Ahmedabad)શહેરમાં કોરોનાના(Corona)વધતા કેસો વચ્ચે યુવાનો નવા વર્ષની(New Year)ઉજવણીને લઇને ઉત્સાહમાં છે. જો કે અમદાવાદ પોલીસે(Police)પણ 31મી ડિસેમ્બરને લઇ એક્શન પ્લાન(Action Plan)તૈયાર કરી દીધો છે. જેમાં કોરોના ગાઈડ લાઇન અને કરફ્યુ નિયમનો ભંગ ના થાય તે માટે શહેરમાં 13 હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશે.
કંટ્રોલરૂમમાં રહેલા CCTVથી મોનિટરિંગ કરવામાં આવશે
જેમાં 12 ડીસીપી, 20થી વધુ એસીપી, 60થી વધુ પીઆઇ વ્યવસ્થામાં તૈનાત રહેશે. તેમજ કરફ્યૂ ભંગ કરી બહાર નીકળનાર પર CCTVથી નજર રાખવામાં આવશે. આ અંગે કંટ્રોલરૂમમાં રહેલા CCTVથી મોનિટરિંગ કરવામાં આવશે. તેમજ રોડ પર ટોળું ભેગું ન થાય તે માટે પણ નજર રાખવામાં આવશે.
મહિલા સુરક્ષા માટે અલગ-અલગ વિસ્તારમાં શી ટીમ કાર્યરત
આ ઉપરાંત દિવસ દરમિયાન સ્થાનિક પોલીસ સઘન પેટ્રોલિંગ કરશે. તેમજ નશો કરેલા લોકોને ઝડપવા માટે બ્રેથ એનેલાઈઝ મશીનનો ઉપયોગ કરાશે. તેમજ નશાની શંકાસ્પદ હાલતમાં રહેલા લોકોનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. જ્યારે મહિલા સુરક્ષા માટે અલગ-અલગ વિસ્તારમાં શી ટીમ કાર્યરત રહેશે.
તેમજ શહેરના એન્ટ્રી-એક્સિટ પોઇન્ટ પર 50થી વધુ નાકાબંધી પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. તેમજ લોકોને
11 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જવા પોલીસે અપીલ કરી છે.
આ પણ વાંચો : શિયાળામાં વડોદરાના વઢવાણા આવતા યાયાવર પક્ષીઓની અવલોકન પદ્ધતિથી ગણતરી થશે
આ પણ વાંચો : Surat: દુષ્કર્મ પીડિત માસુમ બાળકીઓને ન્યાય અપાવવામાં પોતાનો જીવ રેડનાર પોલીસ અધિકારીઓનું કરાયુ સન્માન