AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સામાન્ય ઘરમાંથી… સીધા કોર્પોરેશનની ચૂંટણીના મેદાનમાં, ગાંધીનગરના વોર્ડ-6માં ભાજપના ઉમેદવારની અનોખી કહાની, જુઓ Video

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ-6ના ભાજપ ઉમેદવાર લીલાબેન ચારેલ ચર્ચામાં છે. સામાન્ય પરિવારમાંથી આવતા લીલાબેન પારિવારિક જવાબદારીઓ અને ચૂંટણી પ્રચાર બંને સંભાળી રહ્યા છે.

સામાન્ય ઘરમાંથી... સીધા કોર્પોરેશનની ચૂંટણીના મેદાનમાં, ગાંધીનગરના વોર્ડ-6માં ભાજપના ઉમેદવારની અનોખી કહાની, જુઓ Video
| Updated on: Oct 03, 2026 | 10:55 AM
Share

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. વિવિધ પક્ષોના ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે વોર્ડ નંબર 6ના ભાજપના ઉમેદવાર લીલાબેન વિરમજી ચારેલનું નામ પણ ચર્ચામાં છે. ભાજપે 25 સપ્ટેમ્બરે જાહેર કરેલી બીજી યાદીમાં વોર્ડ-6 માટે લીલાબેન ચારેલ સહિત ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

લીલાબેન ચારેલ ગાંધીનગરના સેક્ટર-13 વિસ્તારમાં આવેલા સામાન્ય પરિવારમાંથી આવે છે. મીડિયા અહેવાલો અનુસાર, તેઓ સામાન્ય જીવન સાથે પક્ષના સ્થાનિક સ્તરે કાર્યકર તરીકે જોડાયેલા રહ્યા છે. ઉમેદવારી મળ્યા બાદ તેઓ પરિવારની જવાબદારીઓ સંભાળવાની સાથે ચૂંટણી પ્રચારમાં પણ સક્રિય બન્યા છે.

લીલાબેન માટે રાજકારણના મેદાનમાં ઉમેદવાર તરીકે ઉતરવું એક નવો પડાવ છે. સામાન્ય પરિવાર અને સ્થાનિક વિસ્તાર સાથે જોડાયેલા હોવાના કારણે વોર્ડના સ્થાનિક પ્રશ્નો અંગે તેઓ પોતાના અનુભવના આધારે વાત કરી રહ્યા છે. ખાસ કરીને સામાન્ય અને ઓછી આવક ધરાવતા પરિવારોને લગતા પ્રશ્નોને ચૂંટણી પ્રચાર દરમિયાન મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.

એક તરફ ઘરની જવાબદારી અને બીજી તરફ ચૂંટણી પ્રચારની દોડધામ—લીલાબેન માટે બંને વચ્ચે સંતુલન સાધવાનો પડકાર છે. પરિવાર અને રોજિંદા જીવનની જવાબદારીઓ વચ્ચે તેઓ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી થશે. હવે વોર્ડ નંબર 6માં લીલાબેન ચારેલ સહિતના ઉમેદવારો વચ્ચેની ચૂંટણીમાં મતદારોનો પ્રતિસાદ કેવો રહે છે, તેના પર સૌની નજર રહેશે. (ઈનપુટ ક્રેડિટ – નવનીત દરજી, ગાંધીનગર)

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ, ડ્રાઈવર-ક્લીનરનો આબાદ બચાવ

Follow Us
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
g clip-path="url(#clip0_868_265)">