AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: નેસવડ ગામે ધોરણ 7ના પેપરની ચોરીને લઈ ખુલાસો, બે વિધાર્થીઓએ પેપર ચોરીનો સ્વીકાર કર્યો

Bhavnagar: નેસવડ ગામે ધોરણ 7ના પેપરની ચોરીને લઈ ખુલાસો, બે વિધાર્થીઓએ પેપર ચોરીનો સ્વીકાર કર્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 10:18 PM
Share

ભાવનગર(Bhavnagar) જિલ્લાના તળાજા તાલુકાના નેસવડ ગામની શાળામાંથી પ્રશ્નપત્રો ચોરાઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે કુલ 24 પેપરની ચોરી થઈ હતી. જેમાં 7મા ધોરણના 7 વિષયના બધા જ પેપરમાંથી 3-3 પેપર મળીને 21 પેપર ચોરાયા છે.

ભાવનગરના(Bhavnagar) તળાજા તાલુકાના નેસવડ ગામે ધોરણ 7ના પેપરની ચોરીને (Paper Theft) લઈ મોટો ખુલાસો થયો છે. આ પેપર ચોરીની ઘટનામાં બે કિશોરની સંડોવણી સામે આવી છે. જેમાં શાળાના જ બે વિદ્યાર્થીઓએ પેપર ચોરી કર્યાનું સ્વીકાર્યું છે. આ મામલે પોલીસે ચોરાયેલા પેપર સહિતનો મુદ્દામાલ ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નેસવડ ગામની શાળામાંથી પ્રશ્નપત્રો ચોરાઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે કુલ 24 પેપરની ચોરી થઈ હતી. જેમાં 7મા ધોરણના 7 વિષયના બધા જ પેપરમાંથી 3-3 પેપર મળીને 21 પેપર ચોરાયા છે. જ્યારે ધોરણ 8ના 3 પેપર પેપર ચોરાયા છે. આમ કુલ 24 પેપર ચોરી થયા છે.જેને લઈ શાળાના આચાર્યએ અડધી રાત્રે પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી હતી. જેની બાદ ભાવનગર એલસીબી સહિતના પોલીસ કાફલાએ નેસવડની સ્કૂલમાં જઈને તપાસ શરૂ કરી હતી.

બીજીતરફ ઘટનાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યમાં ક્યાં સુધી સર્જાતા રહેશે પેપરકાંડ.  એક બાદ એક પેપરકાંડની ઘટનાઓ ક્યાં સુધી સર્જાતી રહેશે  અને શિક્ષણ તંત્રથી પ્રાથમિક શાળાના પેપર પણ નથી સચવાતા. તેમજ  એવી તે કેવી વ્યવસ્થા છે કે શાળામાંથી જ પેપર ચોરાઈ જાય છે.

આ પણ વાંચો :  ગીર સોમનાથ : કેસર કેરીનો પાક નિષ્ફળ, આ વર્ષે બેંકોના ધિરાણો ચૂકવી ન શકાય તેવી ખેડૂતોની સ્થિતી

આ પણ વાંચો :  Bhavnagar : હવે તો પ્રાથમિક શાળાઓના પેપર પણ સલામત નથી, ધોરણ 7ની પરીક્ષા આખરે રદ કરાઇ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 22, 2022 10:14 PM
g clip-path="url(#clip0_868_265)">