Gandhinagar: ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે મહેસૂલ મંત્રીએ વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરી, કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે ‘કોઈની સમજણ ગાંડી થાય તો કઈ ન થઈ શકે’

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પૂર ગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વે કરશે. મુખ્યમંત્રી બપોરે 1.30 વાગ્યે હવાઇ માર્ગે રવાના થશે અને બોડેલી, રાજપીપળા અને નવસારીના વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરશે.

Gandhinagar: ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે મહેસૂલ મંત્રીએ વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરી, કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે 'કોઈની સમજણ ગાંડી થાય તો કઈ ન થઈ શકે'
Revenue Minister reviewed the rainfall situation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2022 | 3:16 PM

મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ આજે SEOC ગાંધીનગર (Gandhinagar)  રાજયમાં થયેલ વરસાદ (Rain) ની પરિસ્થિતિ સંદર્ભે સમીક્ષા (review) કરી હતી. ત્યારે બાદ તેમણે જણાવ્યું હતું કે ગઇકાલ કરતાં આજે વરસાદનું જોર ઘટયું છે. જ્યારે રાજકોટ, જામનગર, કચ્છમાં આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરાયું છે અને કલેકટરોને આ મામલે સૂચના આપી છે. તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઘટયો છે અને આજે સાંજ બાદ પૂર ગ્રસ્ત વિસ્તારનો તંત્ર સર્વે શરૂ કરશે.

તેમણે જણાવ્યું કે NDRF – SDRF ની 18-18 પ્લાટુન તૈનાત છે. રેસ્ક્યુ કરવા માટે તંત્રને ઓછી મુશ્કેલી પડી છે. 511 લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા છે. નર્મદામાં કરજણ નદીના પટમાં 21 લોકોને NDRF એ બચાવ્યાં છે. 27896 લોકોનું સ્થળાંતર કરવું પડયું છે. જેમાંથી 9671 લોકો પોતાના ઘરે પરત ફર્યા છે.

ભારે વરસાદના કારણે એસટીની ટ્રીપો પણ દર કરવામાં આવી છે. STના 14610માંથી 229 રૂટ બંધ કરાયા હતા જેમાંથી અત્યારે ફક્ત 73 રૂટ બંધ છે. આ બંધ રૂડમાંથી 65 રૂટ ચાલુ કરવાના તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. વીજપોલ પડી જવાના કારણે 124 ગામોમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો જેમાંથી આજ સાંજ સુધીમાં 105 ગામોમાં વીજ પૂરવઠો પૂર્વવત થઈ જશે.

આ પણ વાંચો

વરસાદના કારણે રસ્તા અને નદી નાળા પરના કોઝવે ડૂબી જવાથી અથવા ધોવાઈ જવાથી 15 સ્ટેટ હાઇવે બંધ કરવા પડ્યા છે, જ્યારે પંચાયતના 12 માર્ગો બંધ કરવા પડ્યા છે. આ સિવાયના અન્ય 439 માર્ગો બંધ કરાયા છે. કચ્છમાં નૅશનલ હાઇવે પણ બંધ કરાયો છે જે સાંજ સુધીમાં શરૂ થઈ જશે.

આકાશી આફતના કારણે ઘણા લોકોને જીંદગી ગુમાવવાનો વારો આવ્યો છે. ગઇકાલે પાણી ભરેલા રસ્તો ઓળંગતા 6 લોકોના મોત થયા છે જ્યારે અત્યાર સુધીમાં સૌથી વધુ 33 માનવ મોત વીજળી પડવાથી થયાં છે. અત્યાર સુધીમાં કુલ 69 માનવ મોત થયાં છે.

અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવા વિશે કોંગ્રેસે સરકાર પર કરેલા પ્રવાહો વિશે રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે કોઈની સમજણ ગાંડી થાય તો કઈ ન થઈ શકે. કોંગ્રેસ ફક્ત પોસ્ટર વૉર જ કરી શકે છે, જ્યારે ભાજપ સરકાર અને સંગઠન લોકોની વચ્ચે કામ કરી રહ્યાં છે. 24 કલાકમાં 20 ઈંચ વરસાદ પડે તો પાણી ભરાઈ જ જાય. આમાં તંત્રની ક્યાંય બેદરકારી નથી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પૂર ગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વે કરશે

રાજ્યમાં પૂરના કારમે થયેલાં નુકસાન બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પૂર ગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વે કરશે. મુખ્યમંત્રી બપોરે 1.30 વાગ્યે હવાઇ માર્ગે રવાના થશે. બોડેલી, રાજપીપળા અને નવસારીના વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરશે. વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઇ સ્થળ પરની વિગતો મેળવશે અને જિલ્લા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">