Gandhinagar : અમિત શાહના ગુજરાત પ્રવાસનો અંતિમ દિવસ, વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યા

અમિત શાહે ગાંધીનગરમાં બનીને તૈયાર થયેલી FSL યુનિવર્સિટીનું લોકાર્પણ કર્યું હતું. અમિત શાહે કહ્યું કે, ખુબજ હર્ષનો દિવસ છેકે, રથયાત્રાના દિવસે જ આ યુનિવર્સિટીનું લોકાર્પણ થયું છે.

Gandhinagar : અમિત શાહના ગુજરાત પ્રવાસનો અંતિમ દિવસ, વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યા
Amit shah in Gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 7:50 PM

Gandhinagar : અમિત શાહનો ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ હતો. અમિત શાહે કરોડો રૂપિયા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યા. જેમાં તો નારદીપુરમાં તળાવનું 1 કરોડના ખર્ચે બ્યુટીફિકેશન કરવામાં આવશે. અને 21 કરોડના અન્ય વિકાસ કામ કરવામાં આવશે.

બીજી તરફ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બનેલા ઓક્સિજન પ્લાન્ટનું પણ લોકાર્પણ અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું. ગાંધીનગરમાં બનેલી FSL યુનિવર્સિટીની પણ અમિત શાહે મુલાકાત લીધી હતી. અને લેબનું નિરક્ષણ કર્યું હતું. અડાલજમાં શારદામણી કોમ્યુનિટી સેન્ટરનું ઉદ્દઘાટન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યુ હતું.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

અમિત શાહે ગાંધીનગરમાં બનીને તૈયાર થયેલી FSL યુનિવર્સિટીનું લોકાર્પણ કર્યું હતું. અમિત શાહે કહ્યું કે, ખુબજ હર્ષનો દિવસ છેકે, રથયાત્રાના દિવસે જ આ યુનિવર્સિટીનું લોકાર્પણ થયું છે.

FSL યુનિવર્સિટી હવે નેશનલ યુનિવર્સિટી બની ગઈ છે. 7 રાજ્યોએ આ અંગે મંજૂરી પણ માંગી છે. ત્યારે આ પ્રકારની યુનિવર્સિટી દેશના તમામ રાજ્યમાં પણ બનવી જોઈએ. અમિત શાહે જણાવ્યું હતું કે, 21 મી સદી માં ભારત સામે ઘણા પડકારો છે પણ આ પડકારોનો સામનો કરવા માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવી ખૂબ જ અગત્યની છે.

કેન્દ્રીય ગૃહમંત્રી શાહે ઉમેર્યુ કે, ગુનેગારોની પૂછપરછ માટે હવે થર્ડ ડીગ્રીનો જમાનો ગયો, વૈજ્ઞાનિક ટેકનોલોજી અને સાયન્ટીફીક પુરાવાઓના આધારે ફોરેન્સીક એક્સપર્ટ્સની મદદથી સરળતાથી ગુનાઓની કબૂલાત અને તેને આનુષાંગિક પુરાવાઓ એકત્રિત કરવાનો જમાનો છે. અને તે માટે જ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી તથા ફોરેન્સીક એક્સપર્ટની મદદથી ગુનેગારોને સજા આપવામાં વધુ સફળતા મળશે.

તેમણે ઉમેર્યુ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની બીજીવાર ધરા સંભાળી. ત્યારે જ દેશના યુવાનોને ડ્રગ્સની ચૂંગાલમાંથી મુક્ત કરવા માટે અને દેશમાં થતી ડ્રગ્સની હેરાફેરી પર સંપૂર્ણ નિયંત્રણ લાવવા એક વિશેષ રીસર્ચ બેઇઝ્ડ સાયન્ટીફીક સેન્ટરનું નિર્માણ કરવાનું લક્ષ્ય સેવ્યું હતું.

ત્યારે જ મોદીએ ગાંધીનગરની ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કે જે હવે નેશનલ ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટીનો દરજ્જો ધરાવે છે તેની પસંદગી કરી હતી. અને આજે માત્ર દોઢ વર્ષના સમયગાળામાં જ યુનિવર્સિટીએ હાઇટેક ટેકનોલોજીથી યુક્ત સાધનો સાથે સેન્ટર કાર્યરત કરી દીધું છે.

હવે દેશમાંથી પકડાતા તમામ પ્રકારના ડ્રગ્સ અને તેના ઉત્પાદનના સ્થળો ઉપરાંત તેની હેરાફેરી માટે વપરાતા રસ્તાઓનું વિગતવાર રીસર્ચ થઇ શકશે. જે દેશના ભાવિને ડ્રગ્સ મુક્ત કરવા ખૂબ જ અસરકારક પૂરવાર થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">