AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધીનગરમાં 17 વર્ષિય સગીરા પર દુષ્કર્મ બાદ અતિશય રક્તસ્ત્રાવને કારણે નિપજ્યુ મોત, નરાધમની ધરપકડ- Video

રાજ્યના પાટનગરમાંથી એક અતિશય હચમચાવનારી ઘટના સામે આવી છે. જ્યા 17 વર્ષની સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ નરાધમે દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ થયો છે. જે બાદ અતિશય રક્તસ્ત્રાવ થવાને કારણે સગીરાનું મૃત્યુ નિપજ્યુ છે. મૃતકના પિતાની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

ગાંધીનગરમાં 17 વર્ષિય સગીરા પર દુષ્કર્મ બાદ અતિશય રક્તસ્ત્રાવને કારણે નિપજ્યુ મોત, નરાધમની ધરપકડ- Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2026 | 9:46 PM
Share

રાજ્યના પાટનગરમાં જ મહિલા સુરક્ષાનો છેદ ઉડાડતી ઘટના સામે આવી છે. ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં દુષ્કર્મનો ભોગ બનનાર 17 વર્ષિય સગીરાનું મોત થયુ છે. સગીરાને દુષ્કર્મ બાદ અતિશય રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો. જે બાદ તેને સારવાર માટે અલગ અલગ 4 હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી પરંતુ વધુ પડતો રક્તસ્ત્રાવ થવાને કારણે સગીરા જિંદગી સામેનો જંગ હારી ગઈ હતી અને તેણીએ દમ તોડ્યો હતો. મૃતક સગીરાના પિતાની ફરિયાદ મુજબ પેથાપુરમાં રહેતા દિશાંત શર્મા નામના શખ્સે દુષ્કર્મ આચર્યુ હતુ.

પિતાના જણાવ્યા અનુસાર આરોપી સગીરાને અજાણ્યા ગેસ્ટ હાઉસમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યુ હતુ. જે બાદ તેને અતિશય રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો. આ બાદ સગીરાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. અલગ અલગ ચાર હોસ્પિટલ બદલી તેને સારવાર અપાઈ હતી. છતા તેનો જીવ બચાવી શકાયો ન હતો અને તેનુ મૃત્યુ નિપજ્યુ છે. હાલ પિતાએ આરોપી દિશાંત શર્મા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. જો કે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે કોઈપણ ગેસ્ટ હાઉસ કે હોટેલમાં આધારકાર્ડ વિના એન્ટ્રી ન આપવાના સખ્ત નિયમો હોવા છતા આરોપી સગીરાને કેવી રીતે ગેસ્ટહાઉસમાં લઈ જઈ શક્યો.

શું ગેસ્ટહાઉસના સંચાલકો પણ કાયદાને ઘોળીને પી ગયા છે ? ઓરિજનલ આઈડી પ્રુફ વિના એન્ટ્રી ન આપવાનો કાયદો હોવા છતા સગીરાને કેવી રીતે આરોપી લઈ જઈ શક્યો. બીજી તરફ શું ગેસ્ટ હાઉસના સંચાલકે ઓળખપત્ર વિના જ સગીરાને જવા દીધી હતી કે આંખ આડા કાન કર્યા હતા. જાણતા હોવા છતા કે સગીરા છે તો ગેસ્ટહાઉસમાં એન્ટ્રી કેવી રીતે આપવામાં આવી? આ તમામ સવાલોનો જવાબ પોલીસની સઘન પૂછપરછ બાદ જ સામે આવશે. હાલ પિતાની ફરિયાદ લઈ પોલીસે આરોપી દિશાંતને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

Input Credit-Himanshu Patel-Gandhinagar

છોટા ઉદેપુરમાં નઘરોળ તંત્રની નિંભરતા, ત્રણ વર્ષ પહેલા ધરાશાયી થયેલો પૂલ નવો ન બનતા સ્થાનિકોએ સ્વખર્ચે બનાવ્યો ડાયવર્ઝન

Follow Us
દુબઈના આ પબ્લિક ટોયલેટનો Video કેમ થઈ રહ્યો છે Viral?
દુબઈના આ પબ્લિક ટોયલેટનો Video કેમ થઈ રહ્યો છે Viral?
4 સિસ્ટમ સક્રિય, આગામી દિવસોમાં મુશળધાર વરસાદની શક્યતા
4 સિસ્ટમ સક્રિય, આગામી દિવસોમાં મુશળધાર વરસાદની શક્યતા
નઘરોળ તંત્રના પાપે સ્થાનિકોએ સ્વખર્ચે બનાવવુ પડ્યુ ડાયવર્ઝન
નઘરોળ તંત્રના પાપે સ્થાનિકોએ સ્વખર્ચે બનાવવુ પડ્યુ ડાયવર્ઝન
શરીરના ગુપ્ત ભાગમાં સોનું છુપાવી અમદાવાદ આવ્યો, એરપોર્ટ ઝડપાયો...
શરીરના ગુપ્ત ભાગમાં સોનું છુપાવી અમદાવાદ આવ્યો, એરપોર્ટ ઝડપાયો...
ગુજરાત હાઈકોર્ટને મળશે નવા ન્યાયાધીશ
ગુજરાત હાઈકોર્ટને મળશે નવા ન્યાયાધીશ
નવસારીનો ‘વિકાસ’ પાણીમાં! ₹1,000 કરોડના કાર્યો ધોધમાર વરસાદમાં ધોવાયા
નવસારીનો ‘વિકાસ’ પાણીમાં! ₹1,000 કરોડના કાર્યો ધોધમાર વરસાદમાં ધોવાયા
ગીરનાર પર્વતનો અદ્દભૂત નજારો આવ્યો સામે, રોપવે શરૂ થતા ઉમટ્યા પ્રવાસીઓ
ગીરનાર પર્વતનો અદ્દભૂત નજારો આવ્યો સામે, રોપવે શરૂ થતા ઉમટ્યા પ્રવાસીઓ
25 દિવસમાં 5,000 ખાડા પડતાં AMC સામે 'જનઆક્રોશ', ખુલી 'તંત્રની પોલ'
25 દિવસમાં 5,000 ખાડા પડતાં AMC સામે 'જનઆક્રોશ', ખુલી 'તંત્રની પોલ'
ક્લિનિક બહારથી ડોક્ટર દ્વારા ચાલતા ડિજિટલ જુગારનો પર્દાફાશ
ક્લિનિક બહારથી ડોક્ટર દ્વારા ચાલતા ડિજિટલ જુગારનો પર્દાફાશ
જિમ્નાસ્ટિક્સમાં ગુજરાતના ખેલાડીઓએ મેડલ્સની ભરી ઝોળી ! Video
જિમ્નાસ્ટિક્સમાં ગુજરાતના ખેલાડીઓએ મેડલ્સની ભરી ઝોળી ! Video
g clip-path="url(#clip0_868_265)">