Gandhinagar : કૃષિમંત્રી રાઘવજી પટેલ વિધિવત રીતે સંભાળશે મંત્રાલયનો ચાર્જ
ગુજરાતના નવા નિયુક્ત થયેલા કૃષિમંત્રી રાઘવજી પટેલ બપોરે 12.39 વાગે મંત્રાલયનો ચાર્જ સંભાળશે. જો કે આ પૂર્વે તેમણે પોતાની કેબિનમાં પૂજા અર્ચના કરી હતી.
ગુજરાત(Gujarat) ના સીએમ ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel) નવા મંત્રીમંડળની શપથવિધિ બાદ શનિવારે નવા મંત્રીઓ તેમના મંત્રાલયનો ચાર્જ સંભાળશે. જેમાં નવા નિયુક્ત થયેલા કૃષિમંત્રી રાઘવજી પટેલ(Raghvji Patel) બપોરે 12.39 વાગે મંત્રાલયનો ચાર્જ સંભાળશે. જો કે આ પૂર્વે તેમણે પોતાની કેબિનમાં પૂજા અર્ચના કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે મને કૃષિ , પશુપાલન અને ગૌ સંવર્ધન જેવું મહત્વનું ખાતું મળ્યું હતું. તેમજ મને 23 વર્ષ બાદ ફરી કેબિનેટ મંત્રીનું પદ મળ્યું છે. તેથી હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિતભાઈ શાહ, જેપી નડ્ડાજી, સી.આર. પાટીલજી અને વિજય રૂપાણીનો આભાર માનું છું. તેમજ હું પોતે ખેડૂત છે અને ખેડૂતોના પ્રાણપ્રશ્નોને સારી રીતે જાણું છું. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના ધ્યેયમાં ગુજરાત અગ્રેસર રહે તેવા પ્રયાસો કરવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, તેજ પવન પણ ફુંકાશે
આ પણ વાંચો : Surat : ગણેશ વિસર્જનની તૈયારીઓ શરૂ, 9034 પોલીસકર્મીનો કાફલો રહેશે તૈનાત
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
