AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ગણેશ વિસર્જનની તૈયારીઓ શરૂ, 9034 પોલીસકર્મીનો કાફલો રહેશે તૈનાત

પોલીસ દ્વારા 14 ડીસીપી, 28 એસીપી, 90 પોલીસ ઈન્સ્પેકટરો સહીત 9034 પોલીસકર્મીઓનો કાફલો તૈયાર કરી દેવામાં આવ્યો છે. તેમજ ડ્રોન કેમેરાથી પણ વોચ ગોઠવવામાં આવશે

Surat : ગણેશ વિસર્જનની તૈયારીઓ શરૂ, 9034 પોલીસકર્મીનો કાફલો રહેશે તૈનાત
Surat: Preparations for Ganesh Dissolution begin, 9034 police personnel to be deployed
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 9:34 AM
Share

Surat રવિવારે અનંત ચૌદશ માટે વિસર્જનની(Ganesh Visarjan ) તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. વિઘ્નહર્તા ગણેશજીની દસ દિવસ શ્રદ્ધા સાથે પૂજા અર્ચના કાર્ય બાદ રવિવારે હવે બાપ્પાને ભાવભીની વિદાય આપવામાં આવશે. જેના માટે તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. બીજી બાજુ કોઈ અજુગતો બનાવ ન બને તેના માટે સરકારી તંત્ર અને પોલીસ તંત્ર(Police ) દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા 14 ડીસીપી, 28 એસીપી, 90 પોલીસ ઈન્સ્પેકટરો સહીત 9034 પોલીસકર્મીઓનો કાફલો તૈયાર કરી દેવામાં આવ્યો છે. તેમજ ડ્રોન કેમેરાથી પણ વોચ ગોઠવવામાં આવશે. કોરોના નિયંત્રણ વચ્ચે 2 ફૂટથી નાની પ્રતિમાઓ નું વિસર્જન ઘર આંગણે જ કરવાની અપીલ કરવામાં આવી છે. જયારે 2 ફૂટથી ઉપરની પ્રતિમાઓના વિસર્જન માટે પાલિકા દ્વારા કુત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે.

આ વર્ષે ડુમસ માં નો એન્ટ્રી દર વર્ષે ડુમસમાં ભક્તોની ભીડ સામે આ વર્ષે સુરત શહેરની શ્રીજી પ્રતિમાઓને ડુમસ જવા ન દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો ભક્તો ગણપતિને ડુમસ લઈ જવાનો પ્રયાસ કરશે તો એસ.કે.નગર ચોકડી પાસે જ તેમને અટકાવીને તેઓને હજીરા તરફ ડાયવર્ટ કરી દેવામાં આવશે. ડુમસ, ભીમપોર, સુલતાનાબાદ, ગવિયર, આભવામાં જે 39 પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. તેમનું વિસર્જન પણ ઘર આંગણે જ થશે.

3 હજાર મંડળોને પરમીટ સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા ગણેશ મંડળો માટે ઓનલાઇન પરમીટ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં શુક્રવાર સુધીમાં 3 હાજર જેટલા મંડળોએ પરમીટ મેળવી લીધી હોવાનો અંદાજ છે. જોકે ઘરઆંગણે વિસર્જન કરનારા મંડળોની સંખ્યા પણ સૌથી વધારે છે.

કોમી એકતા માટે શાંતિ સમિતિની બેઠક મળી ગણેશ વિસર્જન માટે શહેરમાં શાંતિ સમિતિની બેઠક પણ મળી હતી. જેમાં મેયર, પોલીસ કમિશ્ર્ન, ગણેશ ઉત્સવ સમિતિના સ્થાપક, વગેરે હાજર રહ્યા હતા. અને વિસર્જન પ્રક્રિયા સુપેરે પાર પડે તે માટેની ચર્ચા કરવામાં આવી હતી. આ વર્ષે શહેરમાં 19 જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવશે. થોડા દિવસો પહેલા રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડીને રાજ્યમાં તા.9મીથી 19 સપ્ટેમ્બર દરમ્યાન ગણેશોત્સવને મંજૂરી આપી છે. આ સમયગાળા દરમ્યાન ખાસ કરીને રાત્રિ કર્ફ્યુમાં પણ એક કલાકની છૂટ આપવામાં આવી છે.

આ પણ વાંચો :

Surat: પીએમ મોદીના જન્મદિવસે આ સોસાયટીઓએ લીધો ઘરોમાં સોલાર પેનલ લગાવવાનો અનોખો સંકલ્પ

આ પણ વાંચો :

રાજ્યના આ શહેરોમાં વાયુ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં અરજી, રાજ્ય સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ

g clip-path="url(#clip0_868_265)">