ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, તેજ પવન પણ ફુંકાશે

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. જેમાં પંચમહાલ અને મહીસાગર તેમજ સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દેશભરમાં હાલ ચોમાસું(Monsoon) સક્રિય છે. તેમાં પણ બંગાળની ખાડીના સમુદ્રતટ પર સર્જાયેલી લોપ્રેશર સિસ્ટમની અસર હેઠળ હાલ ઉત્તર ભારતમાં વરસાદ ચાલુ છે.. જોકે હવે તેની સાથે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેને અડીને આવેલા ઉત્તરપ્રદેશ પર લોપ્રેશર સક્રિય થયું છે.. જ્યારે અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે.

જેથી  ગુજરાત(Gujarat) માં ભારેથી અતિભારે વરસાદ(Rain) પડવાની આગાહી છે. આ બંને સિસ્ટમની અસર હેઠળ  પંચમહાલ અને મહીસાગર તેમજ સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. જ્યારે બે દિવસ બાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.. વરસાદની સાથે 40થી 50 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા છે..

ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી

– આગામી બે દિવસ વરસાદની શક્યતા
– સૌરાષ્ટ્રમાં દ્વારકા, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી
– પંચમહાલ અને મહીસાગરમાં પણ મેધમહેરની શક્યતા
– 40 થો 50 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન

આ પણ વાંચો : Banaskantha :આદમખોર દીપડો પાંજરે પુરાયો, લોકોએ રાહતનો શ્વાસ લીધો

આ પણ વાંચો : Surat : દુર્ગાપૂજા પર રેલવેનો મળ્યો કાપડ વેપારનો મોટો ઓર્ડર, 10 ટ્રેન બંગાળ તરફ રવાના કરાશે

Click on your DTH Provider to Add TV9 Gujarati