ગાંધીનગર મહાનગરપાલિકાની રવિવારે ચૂંટણી, તૈયારીઓ અંતિમ તબક્કામાં

ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે  3 ઓકટોબરે રવિવારના રોજ મતદાન યોજાશે. જેમાં સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે,

ગુજરાતની(Gujarat) ગાંધીનગર મહાનગરપાલિકાની(Gandhinagar Corporation) ચૂંટણીની(Election) અંતિમ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા ચાલી રહી છે. ચૂંટણી અધિકારીઓ આજે 11 વોર્ડના 284 મતદાન મથકો પર EVM સહિતનું જરૂરી સાહિત્ય પહોંચાડશે. ગાંધીનગરમાં 4 અતિ સંવેદનશીલ, 144 સંવેદનશીલ અને 136 સામાન્ય મતદાન મથક સામેલ છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે  3 ઓકટોબરે રવિવારના રોજ મતદાન યોજાશે. જેમાં સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે,

આ મતદાન મથકો પર 1500થી વધુ કર્મચારી, અધિકારી ફરજ પર તૈનાત કરાશે. ગાંધીનગરના 144 સંવેદનશીલ મતદાન મથક પર પોલીસ તંત્રએ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

ગાંધીનગર મનપાની EVM મશીન દ્વારા ચૂંટણી યોજાશે. જેની માટે 315 CU અને 630 BU મશીનનો ઉપયોગ કરાશે.ગાંધીનગર મનપા માટે 284 મતદાન મથકો પર મતદાન યોજાશે.જેમાં જેમા 69 મતદાન મથકો સંવેદનશીલ અને 34 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે.

ગાંધીનગર મનપાની ચૂંટણીની વાત કરીએ તો કુલ 11 વોર્ડ 44 બેઠકો માટે મતદાન યોજાશે. જેમાં 22 બેઠકો મહિલા અનામત છે. તો 5 બેઠક અનુસૂચિત જાતિ માટે અને 1 બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કુલ 2.82 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

આ ઉપરાંત નવા સીમાંકન બાદ પ્રથમ ચૂંટણી છે. જયારે ગાંધીનગર મનપાની આ ત્રીજી ચૂંટણી છે.વર્ષ 2020માં નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું હતું. તેમજ નવા સીમાંકન બાદ વોર્ડની સંખ્યા બદલાઈ હતી. જેમાં 8 વોર્ડને બદલે હવે 11 વોર્ડ થયા છે અને 32 બેઠકોને બદલે 44 બેઠકો થઈ છે.

આ  પણ વાંચો :ગુજરાતના આ ત્રણ શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર

આ પણ  વાંચો:  Gandhi Jayanti 2021: ગાંધી જયંતી નિમિતે સીએમ ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં કીર્તિ મંદિરમાં બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી

Click on your DTH Provider to Add TV9 Gujarati