Gandhinagar : રાજ્યના 208 જળાશયોમાં 38 ટકાથી વધુ પાણીનો થયો સંગ્રહ, સરદાર સરોવર ડેમ 55 ટકાથી વધુ ભરાયો

Gandhinagar: ગુજરાતમાં જળાશયોની સ્થિતિ સ્ટેટ ફ્લડ કંટ્રોલ સેલના જણાવ્યા મુજબ રાજ્યમાં 206 જળાશયોમાં 38 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ 55 ટકાથી વધુ ભરાયો છે. રાજ્યના 19 જળાશયો સંપૂર્ણ છલકાયા છે જ્યારે 29 જળાશયો 70 ટકાથી વધુ ભરાયા છે.

Gandhinagar : રાજ્યના 208 જળાશયોમાં 38 ટકાથી વધુ પાણીનો થયો સંગ્રહ, સરદાર સરોવર ડેમ 55 ટકાથી વધુ ભરાયો
સરદાર સરોવર ડેમ
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 03, 2023 | 6:02 PM

Gandhinagar: ગુજરાતમાં લગભગ તમામ તાલુકાઓમાં શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં 3 જૂલાઈએ સવારે 8 કલાકની સ્થિતિએ કુલ 206 જળાશયોમાં, પાણીના કુલ સંગ્રહ શક્તિના 38.61 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. ગત વર્ષે આ સમયે 37.16 ટકા સામે આ વર્ષે 44.38 ટકા જળાશયો ભરાયા છે તેમ, સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવાયું છે.

સરદાર સરોવરમાં 55.17 ટકા પાણીનો સંગ્રહ

સરદાર સરોવર ડેમમાં 55.17 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જયારે ગુજરાતના 19 જળાશયો 100 ટકાથી વધુ એટલે સંપૂર્ણ છલકાયા છે. 29 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 25 જળાશયો 50 થી 70 ટકા તેમજ 54 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે.

અમરેલીનો ધાતરવડી,  ગીરસોમનાથનું મચ્છુન્દ્રી જુનાગઢનું ઉબેણ  અને રાજકોટનો મોજ ડેમ 100 ટકા ભરાયા

રાજ્યમાં 100 ટકા એટલે કે સંપૂર્ણ છલકાયા હોય તેવા જળાશયોમાં અમરેલી જિલ્લાનું મુંજીયાસર, ધાતરવાડી, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, ગીર સોમનાથનું મચ્છુન્દ્રિ, જુનાગઢનું ઉબેન, હસનપુર, મોટા ગુજેરીયા, રાજકોટનું મોજ, સોદવદર, કચ્છનું કંકાવટી, ગજાનસર, કાલાગોગા અને ડોન, જામગનરનું વઘાડીયા, સપાડા અને રૂપારેલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા જળાશયનો સમાવેશ થાય છે તેમ, અહેવાલમાં જણાવાયું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો : Gandhinagar: જોખમી ઔદ્યોગિક કચરા સામે પ્રચંડ લોક વિરોધની વચ્ચે ચાણસ્મા ખાતે યોજાનાર લોક સુનાવણી મોકૂફ

રાજ્યના 15 જળાશયોમાં 48.72 ટકા પાણીનો જથ્થો

આ સિવાય હાલમાં ઉતર ગુજરાતના કુલ 15 જળાશયો 48.72 ટકા, મધ્યગુજરાતના 17 જળાશયો 30.89 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો 35.39 ટકા, કચ્છના 20 જળાશયો 50.95 ટકા, તેમજ સૌરાષ્ટ્રના કુલ-141 જળાશયોમાં 47.18 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે. રાજ્યના દૈનિક 5000થી વધુ કયુસેક પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં 43,076 કયુસેક, દમણગંગામાં 6,782 અને હિરણ-2માં 5,199 કયુસેક પાણીનો સમાવેશ થાય છે તેમ, ફ્લડ કન્ટ્રોલ સેલના અહેવાલમાં વધુમાં જણાવાયું છે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">