Gujarat Video : અવિરત વરસાદને કારણે અમરેલીના જળાશયો થયા ઓવરફ્લો, સાવરકુંડલાના શેલ દેદુમલ ડેમનો નિહાળો નયનરમ્ય નજારો

Gujarat Video : અવિરત વરસાદને કારણે અમરેલીના જળાશયો થયા ઓવરફ્લો, સાવરકુંડલાના શેલ દેદુમલ ડેમનો નિહાળો નયનરમ્ય નજારો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 6:58 PM

Amreli: છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અવિરત વરસાદને કારણે અમરેલી જિલ્લાના જળાશયો ઓવરફ્લો થયા છે. જિલ્લાની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. સાવરકુંડલા તાલુકાનો શેલ દેદુમલ ડેમ અને ધારીનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય નજારો જોવા મળ્યો છે.

અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ યથાવત છે. છેલ્લા 48 કલાકથી પડેલા વરસાદને કારણે અનેક જળાશયો ઓવરફ્લો થયા છે. સાવરકુંડલાનો શેલ દેદુમલ ડેમ અને ધારીનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે વડિયા તાલુકાનો સુરવો ડેમ અને ધાતરવડી ડેમ-1 પણ ઓવરફ્લો થયો છે. નીચાણવાળા ગામોના લોકોને નદીકાંઠે અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે. રાજુલા, ધારેશ્વર, જુની માંડરડી સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

જાફરાબાદમાં વાવણીલાયક વરસાદ

આ તરફ જાફરાબાદમાં પણ મેહુલિયો સતત વરસી રહ્યો છે. જેના કારણે રોડ રસ્તા અને શેરીઓ બેટમાં ફેરવાયા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા છે. વાતાવરણ ઠંડુગાર બન્યુ છે અને ગરમીમાંથી પણ લોકોને રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જાફરાબાદમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી પાણીના કારણે આ વિસ્તારમાં તળાવ જેવા દૃશ્યો સામે આવ્યા છે. ચોમાસાના પ્રારંભે જ વાવણીલાયક વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો : Amreli: રાજુલામાં ઉદ્યોગઝોન નજીક સિંહ પરિવારનો લટાર મારતો વીડિયો થયો વાયરલ- જુઓ Video

ધારી સહિત ખીચા, ડાંગાવદર સહિતના વિસ્તારોમાં વરસાદ

ધારી પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ધારી પંથકમાં વહેલી સવાથી જ વાદળોનો ઘેરાવ હતો. વાદળોના ઘેરાવા વચ્ચે વરસાદ પડતા અતિશય બફારાથી રાહત મળી છે. ધારી સહિત ખીચા, ડાંગાવદર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદી માહોલ યથાવત છે. વાદળોના ઘેરાવા વચ્ચે વરસાદ પડતા અતિશય બફારાથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Input Credit- Jaydev Kathi- Amreli

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 02, 2023 06:37 PM
g clip-path="url(#clip0_868_265)">