Gandhinagar : સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસના ‘OBC’ સ્વાભિમાન ધરણા, વસ્તી આધારિત બજેટ અને જાતિગત વસ્તી ગણતરીની ઉઠી માગ

Gandhinagar: ગુજરાતની રાજનીતિમાં OBC સમાજ હંમેશા કિંગમેકરની ભૂમિકામાં રહ્યો છે. કોંગ્રેસ ચૂંટણીમાં હંમેશા OBC, દલિત, લઘુમતી અને પાટીદાર મતોને સાધવાનો પ્રયાસ કરે છે. લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસે ફરી તેનું OBC કાર્ડ રમ્યુ છે અને સત્યાગ્રહ છાવણી ખાતે OBC સમાજના સમર્થનમાં સ્વાભિમાન ધરણા યોજ્યા હતા. ત્યારે ફરી એકવાર લોકસભા ચૂંટણી પહેલા OBC અનામતની માગ વધુ પ્રબળ બની છે.

Gandhinagar : સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસના 'OBC' સ્વાભિમાન ધરણા, વસ્તી આધારિત બજેટ અને જાતિગત વસ્તી ગણતરીની ઉઠી માગ
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Aug 22, 2023 | 6:35 PM

Gandhinagar: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં OBC અનામતની માંગ સાથે આંદોલનનું મંડાણ થતું જોવા મળ્યું. કોંગ્રેસના નેજા હેઠળ OBC જન અધિકાર સમિતિ દ્વારા સ્વાભિમાન ધરણામાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા. OBC સમાજને વસ્તી આધારિત બજેટની ફાળવણી, જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી સહિતની માગ સાથે આંદોલનના મંડાણ કર્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC અનામતનું નિકંદન અને રાજ્યના બજેટમાં OBC સમાજને અન્યાયની લાગણી સાથે શરૂ થયેલ ‘ઓબીસી અનામત બચાવો’ આંદોલન ગાંધીનગરમાં ઘરણા સુધી પહોંચ્યું છે. સ્વાભિમાન ધરણામાં સમગ્ર રાજ્યમાંથી લોકો જોડાયા હતા. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા સહિતના ઓબીસી નેતાઓ જોડાયા હતા..

OBC અનામત બચાવો દરમિયાન સરકાર સામે મુકાયેલી માગણીઓ

  • રાજ્યમાં તાત્કાલિક જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવો
  • રાજ્ય સરકારના બજેટ માથી 52% વસ્તી ધરાવતા OBC સમાજ માટે 27% રકમ ફાળવો તથા તેના ખર્ચના મોનીટરીંગ માટે OBC સબપ્લાન
  • કમિટીઓ બનાવો. SC/ST/OBC/ MINORITY સમાજોના ઉત્કર્ષ માટેના નિગમોમાં વસ્તીના ધોરણે બજેટ ફાળવો
  • સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા મા 27% બેઠકો OBC સમાજ માટે અનામત રાખવી.
  • સહકારી સંસ્થાઓમાં SC/ST/OBC માટે અનામત બેઠકો રાખવી

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

ભાજપના OBC નેતાઓ ગેરહાજર

ઓબીસી અનામત બચાવોની માંગણી સાથે આંદોલન ઉભું કરનાર અમિત ચાવડાએ ગઈકાલે ભાજપના OBC નેતાઓ અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી, કુંવરજી બાવળિયા, પરસોતમ સોલંકી, કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ડૉ મહેન્દ્ર મુંજપુરા ને OBC સમાજના અધિકાર માટેના સ્વાભિમાન ધરણામાં હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું. જો કે ભાજપ સાથે સંકળાયેલ OBC નેતાઓએ તેનાથી કિનારો કર્યો છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પૂર્વે AAPમાં ભંગાણ યથાવત, AAP ગુજરાતના ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી જોડાયા કોંગ્રેસમાં 

લોકસભા 2024માં કોંગ્રેસને કેટલુ ફળશે OBC કાર્ડ ?

વિધાનસભા ચૂંટણીની જેમ કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં પણ OBC સમાજને સાથે લેવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતમાં જાતિગત વસ્તીની વાત કરીએ તો OBC 52 ટકા, ક્ષત્રિય અને સવર્ણ-14 ટકા, પાટીદાર-16 ટકા, દલિત-7 ટકા, આદિવાસી-11 ટકા, મુસ્લિમો 9 ટકા છે. ભલે સરકાર વિકાસની વાતો કરે પરંતુ ચૂંટણી હંમેશા જ્ઞાતિ આધારિત સમીકરણને ધ્યાનમાં રાખીને જ લડાતી હોય છે. કોંગ્રેસ હંમેશા OBC, દલિત પાટીદાર, લઘુમતી સમુદાય પર દાવ રમે છે. કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ પણ KHAM થિયરી સાથે 1985માં 149 બેઠકો જીતવાનો રેકોર્ડ હતો. જે આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 156 બેઠકો જીતીને તોડી બતાવ્યો છે. રાજ્યમાં હાલ 52 ટકા મતદારો OBC સમાજમાંથી આવે છે. ગુજરાતમાં કોઈપણ પાર્ટીને સત્તાના સિંહાસન પર બેસાડવામાં OBC સમાજ કિંગમેકર રહ્યો છે ત્યારે જોવુ રહેશે કે કોંગ્રેસે લોકસભા પહેલા ખેલેલુ OBC કાર્ડ કેટલુ ફળે છે.

  ગાંધીનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">