AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકસભા ચૂંટણી પૂર્વે AAPમાં ભંગાણ યથાવત, AAP ગુજરાતના ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી જોડાયા કોંગ્રેસમાં 

લોકસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીના ગુજરાત યુનિટમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. એકબાદ એક પાર્ટીના હોદ્દેદારો AAP છોડી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી કોંગ્રેસનો ખેસ શક્તિસિંહ ગોહિલના હસ્તે ધારણ કર્યો.

લોકસભા ચૂંટણી પૂર્વે AAPમાં ભંગાણ યથાવત, AAP ગુજરાતના ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી જોડાયા કોંગ્રેસમાં 
Narendra Rathod
| Edited By: | Updated on: Aug 21, 2023 | 8:34 AM
Share

લોકસભા ચૂંટણીમાં AAP-કોંગ્રેસનું ગઠબંધન થાય કે ના થાય પરંતુ ગુજરાત AAPનું કોંગ્રેસમાં વિલીનીકરણ થઈ રહ્યું હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. AAP ગુજરાતના ત્રીજા ઉપપ્રમુખે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી કોંગ્રેસનો ખેસ શક્તિસિંહ ગોહિલના હસ્તે ધારણ કર્યો.

લોકસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીના ગુજરાત યુનિટમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. એકબાદ એક પાર્ટીના હોદ્દેદારો AAP છોડી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. અગાઉ બે ઉપ-પ્રમુખે પાર્ટી છોડ્યા બાદ વધુ એક ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીનો AAPથી મોહ ભંગ થતાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. ભેમાભાઈ ચૌધરી AAP ગુજરાતના પાયાના વ્યક્તિ હતા. ગુજરાતમાં AAPને ઉભી કરવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો હતો. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં દિયોદરથી AAP ના ઉમેદવાર હતા અને નજીવા મતોથી તેમની હાર થઈ હતી.

જો કે હવે AAPથી તેમનો મોહભંગ થયો છે અને તેઓ કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા. આ સિવાય ફતેપુરા વિધાનસભા ચૂંટણીમાં AAP ઉમેદવાર રહેલ ગોવિંદભાઈ પરમાર કે જેમને વિધાનસભા ચૂંટણીમાં 40 હજાર મત મળ્યા હતા અને દાહોદ AAP ના પ્રમુખ પણ છે. તેમને પણ આજે શક્તિસિંહના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.

કોંગ્રેસમાં જોડાયેલ ભેમાભાઈએ AAP વિષે જણાવ્યું કે હવે ગુજરાત AAPમાં યોગ્ય નેતૃત્વ નથી રહ્યું. ચૂંટણી બાદ શીર્ષ નેતૃત્વ યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું એના કારણે કાર્યકરોનો મોહભંગ થઈ રહ્યો છે. હજીપણ કેટલાક કાર્યકરો પક્ષને અલવિદા કરશે.

આ પણ વાંચો : Ahmedabad : નિયમોની ઐસી કી તૈસી ! કાયદાના રક્ષકો જ નથી પાળતા નિયમ, જુઓ Video

કોણે AAPને અલવિદા કર્યું?

આ પ્રથમવાર નથી કે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ કોંગ્રેસમાં જોડાયા હોય. AAP ગુજરાતના ઉપપ્રમુખ રહેલ વશરામ સાગઠીયા અને મનોજ ભૂપતાણી તેમજ મહામંત્રી હરીશ કોઠારી પણ AAP ને અલવિદા કહી ચુક્યા છે. ખેડા, સુરેન્દ્રનગર અને અમરેલી AAP ના નેતાઓએ પણ પક્ષ છોડ્યા બાદ હવે ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી અને છેલ્લી ચૂંટણી લડેલા કેટલાક ઉમેદવારો પણ આપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ AAP કોંગ્રેસનું યુનિટ શિથિળ અવસ્થામાં જોવા મળી રહ્યું છે ત્યારે સક્રિય રહી જનતા વચ્ચે રહેવા ટેવાયેલા કાર્યકરોનો મોહભંગ થઈ રહ્યો છે અને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">