AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: આવતીકાલથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ, 24 ફેબ્રુઆરીને ભૂપેન્દ્ર પટેલ સરકારનું બીજું બજેટ થશે રજૂ

બજેટ સત્ર દરમિયાન 24 ફેબ્રુઆરીએ ભૂપેન્દ્ર પટેલ સરકાર પોતાનું બીજુ બજેટ રજૂ કરશે અને નાણાપ્રધાન કનુ પટેલ વિધાનસભામાં  નાણા પ્રધાન તરીકે બીજું બજેટ રજૂ કરશે. તો 29 માર્ચ સુધી બજેટ સત્ર ચાલશે, જ્યારે બજેટ સત્રમાં બિનઅધિકૃત વિકાસ નિયંત્રણ સુધારા વિધેયક 2023 પણ રજૂ કરવામાં આવશે.

Gandhinagar: આવતીકાલથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ, 24 ફેબ્રુઆરીને ભૂપેન્દ્ર પટેલ સરકારનું બીજું બજેટ થશે રજૂ
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2023 | 11:02 AM
Share

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલ તારીખ 23 ફેબુઆરીના રોજ પ્રારંભ થશે. આ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી શરૂ થશે. બજેટ સત્રના પ્રારંભે સૌ પ્રથમ દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અપાશે અને ત્યારબાદ બપોરે રાજ્ય સરકાર ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023 ગૃહમાં રજૂ કરશે.

પેપરલીક વિરોધી બિલને રાજ્ય સરકાર સર્વાનુમતે પસાર કરવાનો પ્રયાસ કરી શકે છે.  તો  બજેટ સત્ર દરમિયાન 24 ફેબ્રુઆરીએ ભૂપેન્દ્ર પટેલ સરકાર પોતાનું બીજુ બજેટ રજૂ કરશે અને નાણાપ્રધાન કનુ પટેલ વિધાનસભામાં  નાણા પ્રધાન તરીકે બીજું બજેટ રજૂ કરશે. તો 29 માર્ચ સુધી બજેટ સત્ર ચાલશે, જ્યારે બજેટ સત્રમાં બિનઅધિકૃત વિકાસ નિયંત્રણ સુધારા વિધેયક 2023 પણ રજૂ કરવામાં આવશે.

નોંધનીય છે કે ગુજરાતીઓની નજર આ  બજેટ ઉપર રહેશે કે બહુમતી સાથે સત્તામાં આવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર  ગુજરાતીઓ માટે બજેટ 2023-24માં નવું શું લઇને આવશે.   ખાસ કરીને  ખેડૂતો માટે, શિક્ષણ માટે, પ્રવાસન માટે , રોજગારીની યોજનાઓ , મૂડીરોકાણ અંગે  બજેટમાં  શું નવું આપવામાં આવે છે.

ગત વર્ષે  રજૂ થયું હતું આ પ્રકારનું  બજેટ

ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન કનુ દેસાઈ, નાણાકીય વર્ષ 2022-2023નું  560કરોડની પુરાંતવાળુ અંદાજપત્ર રજૂ કર્યુ હતું. જેમાં   ગુજરાતમાં 12000 સુધીનો પગાર મેળવનારાઓને વ્યવસાયવેરામાથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી હતી.   વર્ષ 2021-2022ની સરખામણીએવર્ષ 2022-2023ના બજેટમાં નાણાકીય ફાળવણી વધુ કરાઈ હતી.  ગત વર્ષે નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ તેમની કારકિર્દીનું પ્રથમ બજેટ, ગુજરાત વિધાનસભા ગૃહ સમક્ષ રજૂ કર્યુ હતું.  જેમાં નાણાકીય વર્ષના અંતે રૂપિયા 560.09 કરોડની પુરાંત રહેવાનો અંદાજ રાખવામાં આવ્યો હતો.

ગાંધીનગરમાં મળશે કેબિનેટની બેઠક

આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક પણ મળશે અને કેબિનેટની બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે ચર્ચા થશે. બેઠકમાં ખાસ તો આગામી બજેટ તેમજ ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે. સાથે જ આગામી ઉનાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા રાજ્યમાં પાણી, ઘાસચારો, જળસંચય અને અટલ ભુજલ યોજના અંગે પણ ચર્ચા થઈ શકે છે. તે ઉપરાંત રાજ્યના વિવિધ સેક્ટરમાં થઈ રહેલા રોકાણ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

વિથ ઇનપુટ , કિંજલ મિશ્રા, ટીવી9 ગાંધીનગર

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">