Gandhinagar: વરસાદની આગાહીને પગલે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ

હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. તો વલસાડમાં 24થી 26 જૂન સુધી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

Gandhinagar: વરસાદની આગાહીને પગલે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ
Monsoon 2022 (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 11:14 AM

રાજ્યમાં વરસાદની આગાહી (Forecast) ને પગલે ગાંધીનગર (Gandhinagar) ખાતે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં IMDના અધિકારી એમ. મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે વલસાડ જિલ્લામાં આગામી તા.24મી જૂનથી 26મી જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. રાહત કમિશનરએ નવસારી (Navsari) જિલ્લામાં એક તથા અન્ય જિલ્લાઓમાંએન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ.ની ટીમોને વરસાદની આગાહી મુજબ મૂકવા સૂચન કર્યું હતું.

કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલું વર્ષે અંદાજીત 10,24,422 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.20-26-2022 સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 6,89,472 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 11.87 ટકા વધુ વાવેતર થયું છે.

સિંચાઇ વિભાગનાઅધિકારીએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં 1,49,972 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 44.89 ટકા છે. રાજ્યનાં 206 જળાશયોમાં 1,88,241 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના 33.72 ટકા છે. હાલમાં રાજ્યમાં બે જળાશયો વોર્નિંગ પર છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતની દમણગંગા નદીમાં વરસાદના કારણે પાણીની સારી આવક થઇ છે.

કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024

સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર તાલુકામાં વાવાઝોડું ત્રાટક્યું

આ બેઠકમાં એન.ડી.આર.એફ, એસ.ડી.આર.એફ., ઉર્જા, સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર તાલુકામાં વાવાઝોડાએ તબાહી વેરી છે. કાલે સાંજના લખતરના જયોતિપરા અને નાની કંઠેચી ગામ નજીક વાવાઝોડું ત્રાટક્યું હતું. વાવાઝોડામાં 42 વિજપોલ અને મોટા ટાવરો ધરાશાયી થયા હતા. વીજ પોલ ધરાશાયી થતાં આજુબાજુના ગામોમાં અંધારપટ છવાયો હતો. PGVCLએ તાત્કાલિક સમારકામ કામગીરી હાથ ધરી છે. વિરમગામના નળકાંઠા વિસ્તારમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. માર્ગ અને મકાન, આરોગ્ય, વન વિભાગ, સી.ડબલ્યુ.સી, ઇસરો સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અઘિકારીઓએ ઉપસ્થિત રહી જરૂરી વિગતો પૂરી પાડી હતી.

NDRFની એક ટીમ નવસારી રવાના કરાઈ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસે તેવી આગાહી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. તો વલસાડમાં 24થી 26 જૂન સુધી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જેના પગલે વડોદરાથી NDRFની એક ટીમ નવસારી પહોંચી ગઈ છે. તો SDRFની એક-એક ટીમને સુરત અને ભરૂચમાં તૈનાત કરવામાં આવી છે. આમ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓને જોતા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.

g clip-path="url(#clip0_868_265)">