સંરક્ષણ મંત્રીએ DefExpo 2022 મોબાઇલ એપ પણ લોન્ચ કરી, સાથે જ EXPOની તૈયારીઓની સમીક્ષા કરી

સંરક્ષણ મંત્રીએ આ સમીક્ષા દરમિયાન એક DefExpo-2022 મોબાઇલ એપ પણ લોન્ચ કરી હતી. તે ઇવેન્ટ સંબંધિત તમામ મુદ્દાઓ માટેનું ઇન્ટરેક્ટિવ અને વપરાશકર્તા માટે મૈત્રીપૂર્ણ ઇન્ટરફેસ છે.

સંરક્ષણ મંત્રીએ DefExpo 2022 મોબાઇલ એપ પણ લોન્ચ કરી, સાથે જ EXPOની તૈયારીઓની સમીક્ષા કરી
Defense Minister launches DefExpo 2022 mobile app, reviews EXPO preparations (ફાઇલ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 5:48 PM

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે (Defense Minister Rajnath Singh)માર્ચ મહિનામાં ગુજરાતના ગાંધીનગર (Gandhinagar)ખાતે યોજાનાર ભૂમિ, સમુદ્રી અને ગૃહભૂમિ સુરક્ષા સિસ્ટમના એશિયાના સૌથી મોટા પ્રદર્શન ‘DefExpo-2022’ની તૈયારીઓ અંગે 18 ફેબ્રુઆરી 2022ના રોજ નવી દિલ્હી ખાતે સમીક્ષા કરી હતી. દુનિયાના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય સંરક્ષણ પ્રદર્શનો પૈકી એક તરીકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતમાં કોવિડ-19ના કેસોમાં ઘટાડો થયો હોવાથી કોવિડ સંબંધિત પ્રોટોકોલ હળવા કરવામાં આવ્યા હોવાથી DefExpoના આ 12મા સંસ્કરણમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણો વધારે રસ જોવા મળી રહ્યો છે.

આજદિન સુધીમાં, આ મેગા ઇવેન્ટ માટે 930 પ્રદર્શકોએ નોંધણી કરાવી છે અને આગામી દિવસોમાં આ સંખ્યા વધીને 1,000 કરતાં વધારે થઇ જશે તેવી અપેક્ષા છે. વિદેશોના સંરક્ષણ મંત્રીઓ પાસેથી પુષ્ટિઓ પણ પ્રાપ્ત થઇ છે અને અગાઉ ફેબ્રુઆરી 2020માં ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે કોવિડ પહેલાંના સમયમાં યોજાયેલા સંસ્કરણની સરખામણીએ તે નોંધનીય છે.

કોવિડ સંબંધિત પ્રોટોકોલમાં રાહત આપવામાં આવી હોવાથી DefExpo-2022માં લોકોને વધુ રસ જાગ્યો હોવાની નોંધ લઇને રાજનાથસિંહે આ કાર્યક્રમની મુદત વધુ એક દિવસ લંબાવી છે. આ પ્રદર્શન હવે 10-14 માર્ચ 2022 સુધી યોજાશે. તેના કારણે કામકાજના ત્રણ દિવસ દરમિયાન સંરક્ષણ વ્યવસાયની સવલત પૂરી પાડશે અને બે જાહેર દિવસો દરમિયાન યુવા સાહસિકો તેમજ ગુજરાતના કોલેજ/શાળાના યુવાનો તેમાં સામેલ થશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

DefExpo-2022માં ભૌતિક અને વર્ચ્યુઅલ બંને ક્ષેત્રોમાં સ્ટોલ યોજાવાના હોવાથી તે હાઇબ્રિડ પ્રદર્શન તરીકે યોજાશે. આના કારણે પ્રદર્શકો ભૌતિક અને વર્ચ્યુઅલ એમ બંને પ્રકારે સહભાગીઓને સેવા પૂરી પાડશી શકશે જેથી તેમની સાથે વધુ સારું જોડાણ સ્થાપિત થઇ શકે. સંરક્ષણ મંત્રીએ માહિતી આપી હતી કે, વર્ચ્યુઅલ સહભાગીઓ સેમીનારમાં ભાગ લઇ શકશે, પ્રદર્શકો અને પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી શકશે; બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) મીટિંગ્સનું આયોજન કરી શકશે અને ઉત્પાદન સંબંધિત વિગતો તેમજ સહાયક વીડિયો બતાવી શકશે.

આ મેગા એક્ઝિબિશનનું આયોજન ત્રણ સ્થળોએ કરવામાં આવી રહ્યું છે, જેમાં – હેલિપેડ પ્રદર્શન કેન્દ્ર (HEC) ખાતે પ્રદર્શન યોજાશે; મહાત્મા મંદિર કન્વેન્શન અને પ્રદર્શન કેન્દ્ર (MMCEC) ખાતે વિવિધ ઇવેન્ટ્સ અને સેમીનાર યોજાશે જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જાહેર જનતા માટે લાઇવ પ્રદર્શન યોજવામાં આવશે. કાર્યક્રમના તમામ સ્થળોએ પ્રવર્તમાન આરોગ્ય પ્રોટોકોલને અનુરૂપ ફરજિયાત ફેસ માસ્ક, પ્રત્યક્ષ સંપર્ક રહિત સંવાદ, શ્વસન સંબંધિત સ્વચ્છતા વગેરે સલામતીને લગતા પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે.

લોકોમાં ગર્વની ભાવના ઉભી થાય તે માટે, આ ઇવેન્ટની થીમને ‘પાથ ટુ પ્રાઇડ’ (ગૌરવ પથ) નામ આપવામાં આવ્યું છે. પોતાની રીતે સૌપ્રથમ એવી આ પહેલરૂપે, આ ઇવેન્ટ શ્રેષ્ઠમાં સર્વશ્રેષ્ઠનો ભારતનો સંકલ્પ બતાવશે. અગ્રમોરચે સ્વદેશી ટેકનોલોજી અને લોજિસ્ટિક શૌર્ય સાથે, આ ઇવેન્ટ સંરક્ષણ ઉદ્યોગ, સ્ટાર્ટ-અપ્સ અને MSMEને અહીં ભાગ લઇ રહેલા વિદેશી અસલ ઉપકરણ ઉત્પાદકો (OEM) સાથે મજબૂત ભાગીદારી સ્થાપિત કરવા માટે ઉત્સાહિત કરશે. DefExpo-2022 ભારતના વ્યાપારી હિતોને આગળ વધારવા અને આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાને આગળ વધારવા માટે વૈશ્વિક પહેલ કરવાના સંકલ્પનું પ્રતીક છે. રાજનાથસિંહે સંરક્ષણ મંત્રાલય દ્વારા ગુજરાત સરકારના સહયોગથી કરવામાં આવેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી અને સુરક્ષિત અને સફળ DefExpo-2022નું આયોજન થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સંરક્ષણ મંત્રીએ આ સમીક્ષા દરમિયાન એક DefExpo-2022 મોબાઇલ એપ પણ લોન્ચ કરી હતી. તે ઇવેન્ટ સંબંધિત તમામ મુદ્દાઓ માટેનું ઇન્ટરેક્ટિવ અને વપરાશકર્તા માટે મૈત્રીપૂર્ણ ઇન્ટરફેસ છે. એન્ડ્રોઇડ/iOS પ્લેટફોર્મ પર ઉપલબ્ધ આ એપમાં પ્રદર્શકો, સહભાગીઓ અને મીડિયાને સહકાર આપવા માટેની સુવિધાઓ સમાવેલી છે. તે પ્રદર્શકો, શેડ્યૂલ, વક્તાઓ, સ્થળના નકશા, ડ્રાઇવિંગ માટે દિશાસૂચન, પ્રકાશનો અંગેની માહિતી પૂરી પાડે છે તેમજ મુલાકાતીઓ અને પ્રદર્શકોને સૂચનાઓ મોકલે છે. ડેલિગેટ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ અને સ્વચ્છતા સંબંધિત મુદ્દાઓ સહિત સુગઠિત પ્રતિભાવ જેવી નવી સુવિધાઓ પણ આ એપમાં ઉમેરવામાં આવી છે.

સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ, સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમાર, વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વી.આર. ચૌધરી, નૌસેનાના વડા એડમિરલ આર. હરિ કુમાર, ભૂમિસેનાના નાયબ વડા લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે, આર્થિક સલાહકાર (સંરક્ષણ સેવાઓ) સંજીવ મિત્તલ અને સંરક્ષણ મંત્રાલયના અન્ય વરિષ્ઠ નાગરિક તેમજ સૈન્ય અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 02 સપ્ટેમ્બર 2021ના રોજ, એકતા નગર ખાતે સંરક્ષણ મંત્રીની DefExpo 2022ની સમીક્ષાને ધ્યાનમાં રાખીને, ભારત સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે ભૂમિકાઓ અને જવાબદારીઓને પરિભાષિત કરતી સમજૂતી માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તે સમયે સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘આત્મનિર્ભર ભારત’ની દૂરંદેશી અને સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકારની નીતિઓને ધ્યાનમાં રાખીને આ એક્સપોમાં વ્યાપક પ્રમાણમાં ભાગીદારી રહેશે.

આ પણ વાંચો : રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ તેમજ નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો દ્રારા મહેસાણાની બેસ્ટ પર્ફોન્સ જિલ્લા તરીકે પસંદગી

આ પણ વાંચો : ગુજરાતમાં ગરમીનો પારો વધવાની શરૂઆત , આગામી દિવસો માટે હવામાન વિભાગે કરી આ આગાહી

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">