ગાંધીનગર ખાતે 10-14 માર્ચ 2022 દરમિયાન DEF-EXPO 2022 યોજાશે

ભૂમિ, વાયુ, સમુદ્રી અને આંતરિક ગૃહભૂમિ સુરક્ષા તેમજ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સને કેન્દ્ર સ્થાને રાખીને આ મેગા સંરક્ષણ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજવામાં આવશે. આ પ્રદર્શનની થીમ ‘ભારત – ઉભરતું સંરક્ષણ વિનિર્માણ હબ’ રાખવામાં આવી છે.

ગાંધીનગર ખાતે 10-14 માર્ચ 2022 દરમિયાન DEF-EXPO 2022 યોજાશે
DEF-EXPO 2022 will be held from 10-14 March 2022 at Gandhinagar (ફાઇલ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 6:47 PM

• સંરક્ષણ ક્ષેત્રમાં ‘આત્મનિર્ભર’ બનવાનું અને વર્ષ 2024 સુધીમાં આ ક્ષેત્રમાં USD 5 અબજ ડૉલરની નિકાસનું લક્ષ્ય પ્રાપ્ત કરવાની દૂરંદેશીનું નિર્માણ કરવાનું ધ્યેય.

• સંરક્ષણ ઉદ્યોગ દુનિયાને પોતાની ક્ષમતાઓ અને ઉત્પાદનો બતાવશે.

ગુજરાતના ગાંધીનગર (Gandhinagar) ખાતે આગામી 10-14 માર્ચ 2022 દરમિયાન દ્વિવાર્ષિક સંરક્ષણ પ્રદર્શનના 12મા સંસ્કરણ Def-Expo 2022નું આયોજન કરવામાં આવશે. ભૂમિ, વાયુ, સમુદ્રી અને આંતરિક ગૃહભૂમિ સુરક્ષા તેમજ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સને કેન્દ્ર સ્થાને રાખીને આ મેગા સંરક્ષણ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન (International Exhibition of Defense)યોજવામાં આવશે. આ પ્રદર્શનની થીમ ‘ભારત – ઉભરતું સંરક્ષણ વિનિર્માણ હબ’ રાખવામાં આવી છે. આ કાર્યક્રમ સંરક્ષણ ઉદ્યોગમાં જોડાયેલી કંપનીઓને તેમની ક્ષમતાઓ, ઉત્પાદનો અને સેવાઓ આ ઉદ્યોગના લક્ષિત અગ્રણીઓ અને વ્યાવસાયિક નિર્ણયો લેનારાઓ સમક્ષ રજૂ કરવા માટે તક પૂરી પાડશે. આજદિન સુધીમાં, આ પ્રદર્શન માટે 842 પ્રદર્શકોએ આ ઇવેન્ટ માટે નોંધણી કરાવી છે. અને અંદાજે 1,000 પ્રદર્શકો આ ઇવેન્ટમાં ભાગ લેશે તેવી અપેક્ષા છે. આ પ્રદર્શનમાં 70 કરતાં વધારે દેશોની સહભાગીતા જોવા મળશે તેવી અપેક્ષા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

Def-Expo-2022ના આયોજનનું ધ્યેય સંરક્ષણ ક્ષેત્રમાં ‘આત્મનિર્ભરતા’ પ્રાપ્ત કરવાનું અને વર્ષ 2024 સુધીમાં આ ક્ષેત્રમાં USD 5 અબજ ડૉલરની નિકાસનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે. તેનો મૂળ ઉદ્દેશ ભારતને ભૂમિ, વાયુ અને સમુદ્રી તેમજ ગૃહભૂમિ સુરક્ષા સિસ્ટમ્સ અને સંરક્ષણ એન્જિનિયરિંગ માટે મુખ્ય મુકામ બનાવવાનો છે. ભવિષ્યના યુદ્ધોને ધ્યાનમાં રાખીને, આ ઇવેન્ટનો ઉદ્દેશ સંઘર્ષો માટેની નવતર ટેકનોલોજીઓના પ્રભાવો અને તેના માટે જરૂરી ઉપકરણો તેમજ પ્લેટફોર્મ પર તેના પરિણામી પ્રભાવોને ઓળખવાનો છે. સરકાર માને છે કે, ભારત પોતાના સંખ્યાબંધ મિત્ર રાષ્ટ્રો માટે સંપૂર્ણ સંરક્ષણ ઉકેલોના અગ્રણી પુરવઠાકાર બનવાની પ્રચંડ સંભાવનાઓ ધરાવે છે.

Def-Expo-2022નું આયોજન કોવિડ-19 સંબંધિત પ્રોટોકોલના પાલન સાથે કરવામાં આવશે અને તેનો ઉદ્દેશ મહત્તમ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સહભાગીતા સુનિશ્ચિત કરવાનો છે. આ પ્રદર્શન અંતર્ગત યોજાનારા કાર્યક્રમોનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

• ભારત અને આફ્રિકા વચ્ચે રોકાણ, સંરક્ષણ ઉપકરણો, સોફ્ટવેર, ડિજિટલ સંરક્ષણ, સંશોધન અને વિકાસ મામલે સંયુક્ત સાહસો, સંરક્ષણ ઉપકરણોની જોગવાઇ, સ્પેરપાર્ટ્સ અને તેમની જાળવણી સહિત સંરક્ષણ ઉદ્યોગ ક્ષેત્રમાં પારસ્પરિક સહકાર વધારે મજબૂત કરવા માટે ભારત – આફ્રિકા સંરક્ષણ મંત્રીઓ વચ્ચે બીજો પરિસંવાદ.

• બંધન કાર્યક્રમનું આયોજન. આ કાર્યક્રમ દરમિયાન સંખ્યાબંધ MoU થવાની અપેક્ષા છે.

• આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારાઓ વર્ચ્યુઅલ માધ્યમથી ઇવેન્ટ્સમાં જોડાઇ શકે, સેમીનારોમાં ભાગ લઇ શકે, B2B મીટિંગો ગોઠવી શકે, ઉત્પાદનો જોઇ શકે અને વિચારો/વ્યવસાય સંબંધિત દરખાસ્તોનું આદાનપ્રદાન કરી શકે તે માટે હાઇબ્રીડ સિસ્ટમ.

• ખ્યાતનામ વિષય નિષ્ણાતો પાસેથી બૌદ્ધિક સંપદા પ્રાપ્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય અને ભારતીય ઉદ્યોગ ચેમ્બરો દ્વારા વ્યવસાય પરિસંવાદોનું આયોજન.

• સેવાઓ, સંરક્ષણ જાહેર ક્ષેત્રના સાહસો અને ઉદ્યોગો દ્વારા ભૂમિ, વાયુ અને સમુદ્ર તેમજ ગૃહભૂમિ સુરક્ષા સિસ્ટમ્સનું લાઇવ પ્રદર્શન.

આ પ્રદર્શન હેલિપેડ પ્રદર્શન કેન્દ્ર ખાતે યોજવામાં આવશે અને ઉદ્ઘાટન/સત્તાવાર કાર્યક્રમો અને સેમીનારોનું આયોજન મહાત્મા મંદિર કન્વેન્શન અને પ્રદર્શન કેન્દ્ર ખાતે યોજવામાં આવશે. 10 માર્ચ 2022ના રોજ ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન થશે જેમાં પ્રથમ ત્રણ દિવસ બિઝનેસ ડે તરીકે રાખવામાં આવશે. 13-14 માર્ચ 2022ના રોજ પબ્લિડ ડે રહેશે એટલે કે જાહેર જનતા માટે રહેશે. લાઇવ પ્રદર્શન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદ જિલ્લામાં ગંગા સ્વરૂપા બહેનોને છેલ્લાં એક વર્ષમાં રૂ.137 કરોડથી વધુની સહાય ચૂકવાઇ

આ પણ વાંચો : ડુપ્લીકેટ પાસપોર્ટ ઈશ્યુ કરી યુ.એસમાં ઘૂસણખોરી કરવાના રેકેટનો થયો પર્દાફાશ, ક્રાઇમ બ્રાંચે ચાર આરોપી કરી ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">