Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં ગરમીનો પારો વધવાની શરૂઆત , આગામી દિવસો માટે હવામાન વિભાગે કરી આ આગાહી

હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર ફ્રેબ્રૂઆરીના અંત સુધી બેવડી ઋતુ રહેશે. તેમજ તાપમાનમાં સામાન્ય વધઘટ જણાશે. જ્યારે આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. તેમજ વરસાદ કે માવઠાની કોઈ સંભાવના નથી.

ગુજરાતમાં ગરમીનો પારો વધવાની શરૂઆત , આગામી દિવસો માટે હવામાન વિભાગે કરી આ આગાહી
Heat Wave - Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 5:38 PM

ગુજરાતમાં(Gujarat)  ધીરે ધીરે શિયાળાની ઠંડીનો ચમકારો ઓછો થઈ રહ્યો છે. તેમજ છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના શહેરોમાં સવારથી લઇને મોડી સાંજ સુધી ગરમીનો(Heat Wave)  અનુભવ શરૂ થયો છે. જેમાં પણ છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 33 ડિગ્રીએ પહોંચ્યો છે. જ્યારે લધુત્તમ તાપમાન પણ 17 ડિગ્રી નોંધાયું છે. જો કે હવામાન વિભાગની(IMD)  આગાહી અનુસાર આગામી 48 કલાકમાં તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહિ મળે. પરંતુ આગામી અઠવાડિયામાં રાજ્યમાં ગરમીનો પારો 35 ડિગ્રીની આસપાસ પહોંચશે. જેના લીધે લોકોને ફેબ્રુઆરી માસમાં જ ગરમીનો અનુભવ જોવા મળશે. આ ઉપરાંત રાજ્યમાં લધુત્તમ તાપમાનમાં પણ વધારો થશે જેના લીધે ઠંડીની અસર ઓછી થશે.

જો કે હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર ફ્રેબ્રૂઆરીના અંત સુધી બેવડી ઋતુ રહેશે. તેમજ તાપમાનમાં સામાન્ય વધઘટ જણાશે. જ્યારે આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. તેમજ વરસાદ કે માવઠાની કોઈ સંભાવના નથી.

આગામી અઠવાડિયામ ગરમીનો પારો 36 ડિગ્રીએ  પહોંચશે

જો કે હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેરમાં આગામી બે દિવસ ગરમીનો પારો 34 ડિગ્રી થવાની સંભાવના છે જયારે મંગળવારે ગરમીનો પારો 35 ડિગ્રી પહોંચે તેવી સંભાવના છે. જ્યારે વડોદરામાં આગામી અઠવાડિયા દરમ્યાન ગરમીનો પારો 33 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. જયારે સુરતમાં ગરમીનો પારો આગામી અઠવાડિયા 33 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તેમજ 24 અને 25 ફેબ્રઆરીના રોજ ગરમીનો પારો 35 ડિગ્રીએ પહોંચી શકે છે. જ્યારે રાજકોટમાં તાપમાનમાં વધારા ઘટાડાની વાત કરીએ તો આગામી અઠવાડિયામાં તાપમાન 35 ડિગ્રીને આસપાસ રહેશે. જયારે 22 ફેબ્રઆરીના રોજ તાપમાન 36 ડિગ્રીએ પહોંચી શકે છે.

આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે સારા સાથે કરી સગાઈ
હાથની આંગળીઓ પર તલ હોવાનો શું મતલબ છે? જાણો અહીં
ચોખાનું દાન ક્યારે ન કરવું જોઈએ? કારણ જાણો
શનિના ગોચરથી આ રાશિઓની શરૂ થશે સાડાસાતી, આ 3 રાશિએ રહેવું સાવધાન
Plant in pot : સ્નેક પ્લાન્ટમાં આ વસ્તુ નાખશો તો થશે ઝડપી વૃદ્ધિ
Jioનો સૌથી સસ્તો પ્લાન, મળશે 11 મહિનાની વેલિડિટી

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર ભુજ માટે પણ આગામી અઠવાડિયામાં ગરમીનો પારો વધી શકે છે, જેમાં 21 ફેબ્રુઆરીના રોજ ગરમીનો પારો 36 ડિગ્રીએ પહોંચી શકે છે. જ્યારે અઠવાડિયા દરમ્યાન ગરમીનો પારો 34 ડિગ્રીની આસપાસ રહેશે.જ્યારે રાજયના અન્ય શહેરોમાં પણ આગામી અઠવાડિયામાં ગરમીનો અહેસાસ થશે. તેમજ શહેરોમાં પણ ગરમીનો પારો 32 ડિગ્રીની આસપાસ સ્થિર રહેશે. તેમજ લધુત્તમ તાપમાનમા ઘટાડો નોંધાશે.

આ પણ વાંચો : Patan: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું વધુ એક કૌંભાડઃ એક વર્ષમાં 156થી વઘુ કોલેજોનુ જોડાણ કરી નાખ્યું અને માત્ર 13 પ્રાધ્યાપકો નીમ્યા

આ પણ વાંચો : Kutch: લખપતના સાયણ ગામથી લક્ષ્યપથ પ્રોજેક્ટનો પ્રારંભ, 28 આરોગ્યમિત્રને તાલીમ અપાઇ

Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી
આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી
સીઆર પાટીલે કહ્યું- ગુજરાત આજે પણ શ્રેષ્ઠ છે અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ
સીઆર પાટીલે કહ્યું- ગુજરાત આજે પણ શ્રેષ્ઠ છે અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ
વિકસીત ભારતનું સૌથી પહેલું વિકસીત રાજ્ય ગુજરાત હશે-CM ભૂપેન્દ્ર પટેલ
વિકસીત ભારતનું સૌથી પહેલું વિકસીત રાજ્ય ગુજરાત હશે-CM ભૂપેન્દ્ર પટેલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
ધૂળેટીના દિવસે રાજુલામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો,
ધૂળેટીના દિવસે રાજુલામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો,
ગુજરાતમાં ઉનાળો રહેશે આકરો ! ચિરાગ શાહે કરી હીટવેવની આગાહી
ગુજરાતમાં ઉનાળો રહેશે આકરો ! ચિરાગ શાહે કરી હીટવેવની આગાહી
g clip-path="url(#clip0_868_265)">