ગુજરાતના વરસાદમાં ધોવાયેલા રોડની મરામત માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે 74. 70 કરોડ રૂપિયાની ફાળવણી કરી

રાજ્યમાં આ ચોમાસા દરમ્યાન ભારે વરસાદ જોતાં શહેરી વિસ્તારોમાં રસ્તા માર્ગોને નુકસાન થયું છે તેથી મરામત અને રોડ રિસરફેસ ના કામો માટે 74.70 કરોડ રૂપિયા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત તત્કાલ મંજૂર કર્યા છે.

ગુજરાતના વરસાદમાં ધોવાયેલા રોડની મરામત માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે 74. 70 કરોડ રૂપિયાની ફાળવણી કરી
CM Bhupendra Patel allocates Rs 74.70 crore for repair of roads washed away in Gujarat rains (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 9:33 AM

ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Cm Bhupendra Patel)રાજયમાં ભારે વરસાદ ને કારણે આ વર્ષે રાજ્યના નગરોમાં માર્ગ રસ્તાઓને(Road) થયેલા નુકસાનની મરામત અને રોડ રિસરફેસ ના કામો માટે 74.70 કરોડ રૂપિયા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત તત્કાલ મંજૂર કર્યા છે.

સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં આ ચોમાસા દરમ્યાન ભારે વરસાદ અને હજુ પણ વરસાદની સ્થિતિ જોતાં શહેરી વિસ્તારોમાં રસ્તા માર્ગોને જે નુકસાન થયું છે તેનું રીપેરીંગ ,રિસરફેસ તેમજ નાગરિક સુવિધા વૃદ્ધિના માર્ગ મરામત કામો માં થર્મો પ્લાસટિક રોડ પેઇન્ટ, કર્બ પેઇન્ટ,સ્ટ્રીટ લાઈટ બોર્ડ અને રોડ સેફ્ટી ના કામો વગેરે માટે આ રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

આ કામો ઝડપથી હાથ ધરાય અને નાગરિકોને આવાગમન ની સરળતા રહે તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તે હેતુસર તત્કાલ દરેક નગર પાલિકાઓને આ રકમ ફાળવવા નો જનહિત અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્યની અ વર્ગ ની 22 નગર પાલિકાઓને પ્રત્યેકને 75 લાખ, બ વર્ગ ની 30 નગર પાલિકાઓને પ્રત્યેક ને 60 લાખ, ક વર્ગ ની 60 નગર પાલિકાઓ ને પ્રત્યેક ને 45 લાખ તેમજ ડ વર્ગની 44 નગર પાલિકાઓ ને પ્રત્યેક ને 30 લાખ એમ રાજ્યની તમામ 156 નગર પાલિકાઓ ને સમગ્રતયા 74.70 કરોડ રૂપિયા રોડ રસ્તા રીપેરીંગ રિસરફેસીંગ ના કામો માટે ફાળવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ગાંધીનગર મહાનગર પાલિકાની મતગણતરી શરૂ, 162 ઉમેદવારોના રાજકીય ભાવિનો થશે ફેંસલો

આ પણ વાંચો : ગુજરાતમાં પ્રથમ વાર ભાવનગરમાં ડ્રોનથી ખેતરમાં યુરિયાનો છંટકાવ કરાયો

g clip-path="url(#clip0_868_265)">