ગાંધીનગર મહાનગર પાલિકાની મતગણતરી શરૂ, 162 ઉમેદવારોના રાજકીય ભાવિનો થશે ફેંસલો

ગાંધીનગર મહાનગર પાલિકાની મતગણતરી શરૂ, 162 ઉમેદવારોના રાજકીય ભાવિનો થશે ફેંસલો

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 9:19 AM

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના 11 વોર્ડમાં બે લાખ 81 હજાર મતદારો છે, જેમાંથી એક લાખ 58 હજાર 532 મતદારો એટલે કે 56.11 ટકા મતદારોએ મતદાન કર્યું છે.

ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે ત્રણ ઓકટોબરના રોજ યોજાયેલી ચૂંટણીની મત ગણતરી શરૂ થઈ છે. જેમાં 5 સ્થળોએ મત ગણતરી કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં સૌ પ્રથમ બેલેટ વોટની ગણતરી હાથ ધરવામાં આવી છે. તેમજ તેના બાદ ઇવીએમ મશીનની ગણતરી હાથ ધરવામાં આવશે.

ગાંધીનગરમાં પાંચ સ્થળોએ મતગણતરી કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે.

– ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ, સેક્ટર ૧૫ ખાતે વોર્ડ નં. ૧ અને ૨ , કુલ ઈવીએમ ૪૨
– આઈઆઈટી , સેક્ટર ૧૫ ખાતે વોર્ડ નં. ૩ અને ૪ , કુલ ઈવીએમ ૪૮
– કોમર્સ કોલેજ, સેક્ટર ૧૫ ખાતે વોર્ડ નં. ૫ અને ૬, કુલ ઈવીએમ ૪૭
– સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી, સેક્ટર ૧૫ ખાતે વોર્ડ નં. ૭ અને ૮ , કુલ ઈવીએમ ૫૪
– સરકારી કોલેજ, સેક્ટર ૧૫ ખાતે વોર્ડ નં. ૯ , ૧૦ અને ૧૧, કુલ ઈવીએમ ૯૩

ગાંધીનગર મહાનગરપાલિકામાં કોની સત્તા આવશે. જનતા કયા પક્ષને પસંદ કરશે તે ચિત્ર બપોરે 2 કે ત્રણ વાગ્યાની આસપાસ સ્પષ્ટ થઈ શકે છે.

આ વખતે ગાંધીનગર મહાનગરપાલિકામાં ત્રિકોણીય સ્પર્ધા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીએ પણ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા  અને જોરશોરથી પ્રચાર કર્યો હતો. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના 11 વોર્ડમાં બે લાખ 81 હજાર મતદારો છે, જેમાંથી એક લાખ 58 હજાર 532 મતદારો એટલે કે 56.11 ટકા મતદારોએ મતદાન કર્યું છે.

મહિલાઓ કરતાં પુરુષોએ વધુ મતદાન કર્યું. પુરુષોની મતદાન ટકાવારી 59.27 ટકા રહી, જ્યારે 53.23 ટકા મહિલાઓએ મતદાન કર્યું. વોર્ડ નંબર-7 માં સૌથી વધુ 67 ટકા મતદાન થયું હતું. વોર્ડ નંબર-1 માં 66 ટકા, વોર્ડ નંબર બેમાં 64 ટકા અને વોર્ડ નંબર-4 અને 11 માં 61-61 ટકા મતદાન નોંધાયું હતું.

284 મતદાન મથકોમાંથી 144 સંવેદનશીલ હતા, જ્યારે 4 અતિ સંવેદનશીલ હતા. આ કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સંવેદનશીલ કેન્દ્રો પર CCTV કેમેરા સાથે વીડિયોગ્રાફી પણ ખાતરી કરવામાં આવી હતી.

આ વર્ષે નવા સીમાંકન બાદ પ્રથમ વખત ગાંધીનગર મહાનગરપાલિકામાં મતદાન યોજાયું છે. નવા ઉમેરાયેલા 18 ગામોના મતદારોએ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ વર્ષે લગભગ 13 હજાર નવા યુવા મતદારો આ નવા ગામોમાં જોડાયા છે, જેમણે પ્રથમ વખત પોતાનો મત આપ્યો.

આ પણ  વાંચો : ગુજરાતમાં પ્રથમ વાર ભાવનગરમાં ડ્રોનથી ખેતરમાં યુરિયાનો છંટકાવ કરાયો

આ પણ વાંચો : અમદાવાદમાં ફરી એક વાર સોસાયટી અને PG આમને સામને, તો PG સંચાલકોએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો

 

Published on: Oct 05, 2021 09:03 AM
g clip-path="url(#clip0_868_265)">